Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 મેં મારે માટે ઉદ્યાનો અને ફળવાડીઓ બનાવી અને તેમાં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મેં પોતાને માટે બગીચા તથા ચમનબાગો બનાવ્યા, અને તેઓમાં મેં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મેં પોતાને માટે બગીચા બનાવડાવ્યા; અને સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 મેં મારા પોતાને માટે બગીચા બનાવડાવ્યા અને સર્વ પ્રકારનાં ફળો આપે તેવી વાડીઓ રોપાવી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:5
10 Iomraidhean Croise  

મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું.


હે મારી પ્રિયા, મારી નવોઢા, તું તો પ્રતિબંધિત વાડી, અંગત વાટિકા અને ખાનગી ઝરા જેવી છે.


ત્યાં સર્વ પ્રકારનાં વૃક્ષો વિક્સે છે; દાડમની વાડીનાં વૃક્ષોની જેમ તે વધે છે અને ઉત્તમ ફળો આપે છે. ત્યાં મહેંદી અને જટામાંસી પણ છે.


હે ઉત્તરના પવન, જાગૃત થા. હે દક્ષિણના પવન, આવ. મારી વાડી ઉપર તારી લહેરો લહેરાવ કે જેથી સુગંધીદ્રવ્યની સુગંધથી સમસ્ત વાતાવરણ મહેકી ઊઠે. મારા પ્રીતમને તેની વાડીમાં આવવા દો કે તે પોતાનાં કીમતી ફળ આરોગે.


હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.


મારો પ્રીતમ સુગંધથી ભરપૂર વૃક્ષોવાળા બાગમાં ગયો છે. તે ત્યાં પોતાનાં ટોળાં ચારે છે અને પોયણાં વીણે છે.


સિદકિયા રાજા અને તેના સૈનિકોએ આ બધું જોયું, અને રાત્રે શહેર છોડી નાઠા. તેમણે રાજઉદ્યાનને માર્ગે, બે કોટ વચ્ચેના પ્રવેશદ્વારની મારફતે આરાબાહ એટલે યર્દનની ખીણ તરફ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan