Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પૃથ્વી પરનું પોતાનું અલ્પ આયુષ્ય પસાર કરવાનો મનુષ્ય માટે કયો માર્ગ ઉત્તમ છે તેની ચક્સણી કરી જોવા મારા મનને જ્ઞાનના પ્રભાવ હેઠળ રહેવા દઈ મારા તનને મદિરાપાનથી આનંદિત કરવાનો પ્રયાસ કરવાની મૂર્ખાઈ મેં કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મેં મારા અંત:કરણમાં ખોળ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના સર્વ આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને માલૂમ પડે ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા શરીરને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે છે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના પૂરા આયુષ્યપર્યંત શું કરવું સારું છે તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી તરબોળ કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ દુનિયા ઉપર પોતાના સઘળા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઇ ગ્રહણ કરું.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:3
22 Iomraidhean Croise  

યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.”


મરી ગયેલો માણસ ફરીથી સજીવન થાય? તેથી મારી દશા બદલાય ત્યાં સુધી, અને મારી સર્વ વિપત્તિનો અંત આવે ત્યાં સુધી હું પ્રતીક્ષા કરીશ.


વળી, તમે માણસોના દયને આનંદિત કરનાર દ્રાક્ષાસવ, તેમના મુખને તેજસ્વી કરનાર ઓલિવ તેલ, અને તેમને શક્તિ આપનાર ખોરાક ઉપજાવો છો.


દ્રાક્ષાસવ માણસને ઉદ્ધત બનાવે છે અને મદિરા ઝઘડા પેદા કરે છે; તેનાથી ચકચૂર થઈને લથડિયાં ખાનાર જ્ઞાની નથી.


જ્ઞાન અને મૂર્ખતા, શાણપણ અને પાગલપણા વચ્ચેનો તફાવત સમજવા મેં નિશ્ર્વય કર્યો. પણ મને સમજાયું કે તે પણ હવામાં બાચકા ભરવા જેવું છે.


મિજબાની આનંદપ્રમોદ માટે હોય છે અને દ્રાક્ષાસવથી જીવને આનંદ મળે છે. પણ એ બધું પૈસાથી પ્રાપ્ત થાય છે.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


મનુષ્ય ખાય, પીએ અને આનંદ સાથે પરિશ્રમ કરે એના કરતાં એને માટે બીજું કશું વધારે સારું નથી. મેં જોયું છે કે એ પણ ઈશ્વરના હાથની વાત છે.


મેં આ અનુભવ્યું છે અને એ ઉચિત પણ લાગે છે કે ઈશ્વરે આપેલા આ અલ્પ આયુષ્યમાં મનુષ્યને માટે આ દુનિયામાં ખાવું, પીવું ને પોતાના પરિશ્રમનાં ફળ માણવાં એ જ સારું છે. એ જ તેનું ભાવિ છે.


મનુષ્ય પોતાનું ક્ષણિક જીવન પડછાયાની જેમ વ્યર્થ વિતાવે છે. તેને માટે જીવનમાં ઉત્તમ શું છે તે કોણ જાણે છે? તેના મૃત્યુ પછી આ પૃથ્વી પર શું થવાનું છે તે મનુષ્યને કોણ કહી શકે?


કારણ, ઈશ્વરનો ડર રાખનાર સર્વ સંજોગોમાં સફળતા પ્રાપ્ત કરે છે.


મેં જ્ઞાન મેળવવામાં, તેને શોધી કાઢવામાં અને સર્વ વસ્તુઓનો સાર શોધવામાં મન લગાડયું અને મને માલૂમ પડયું કે દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે અને મૂર્ખતા એ પાગલપણું છે.


તેથી હું આનંદથી જીવવાની ભલામણ કરું છું. કારણ, ખાવું, પીવું અને મોજમઝા કરવી તે વિના માણસ માટે દુનિયામાં બીજું કંઈ સારું નથી. ઈશ્વરે આ દુનિયામાં તેને આપેલા આયુષ્યમાં તેણે કરેલા પરિશ્રમના ફળરૂપે તેને એટલું તો મળવું જોઈએ.


કોઈપણ વ્યક્તિ બે શેઠની નોકરી કરી શકે નહિ. એકના પર તે પ્રેમ કરશે ને બીજાને ધિક્કારશે. એકને તે વફાદાર રહેશે ને બીજાને વફાદાર નહીં રહે. એ જ પ્રમાણે ઈશ્વર અને પૈસાની પૂજા તમારાથી કરી શકાય નહિ.


દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.


પણ દ્રાક્ષવેલાએ જવાબ આપ્યો, ‘દેવો અને માણસોને આનંદ પમાડનાર મારો દ્રાક્ષાસવ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’


અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan