Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:23 - પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, તેના સર્વ દિવસો દુ:ખમય તથા તેનો પરિશ્રમ સંતાપજનક છે; રાત્રે તેના મનને ચેન પડતું નથી. આ પણ મિથ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે તેના સર્વ દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુ:ખરૂપ છે! રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી, એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે, રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 કારણ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે; રાત્રે પણ તેનું મન ચિંતાગ્રસ્ત હોવાથી વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:23
20 Iomraidhean Croise  

તેમણે પુરુષને કહ્યું, “તેં તારી પત્નીનું કહેવું માન્યું છે અને મેં મના કરેલ વૃક્ષનું ફળ ખાધું છે તેથી તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તારે પોતાનો ખોરાક મેળવવા જીવનભર સખત પરિશ્રમ કર્યા કરવો પડશે.


યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.”


તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ. તેણે રાજઇતિહાસનું અધિકૃત પુસ્તક મંગાવ્યું. રાજા આગળ તેમાંથી વાંચન કરવામાં આવ્યું.


“સ્ત્રીથી જન્મેલ પ્રત્યેક વ્યક્તિની આવરદા ટૂંકી અને સંકટથી ભરપૂર હોય છે.


પરંતુ જેમ અગ્નિના તણખા ઊડીને ઊંચે જ જાય છે, તેમ માનવી પણ સંકટને માટે સરજાયો છે.


તમારું વહેલા ઊઠવું અને મોડા સૂવું અને ખોરાક માટે કઠોર પરિશ્રમ કરવો એ પણ વ્યર્થ છે. કારણ, ઈશ્વર પોતાનાં પ્રિયજનોની તેઓ ઊંઘતા હોય તો પણ તેમની દરકાર લે છે.


કારણ, રાતદિવસ તમારી ભારે શિક્ષાનો હાથ મારા પર હતો. ઉનાળાની ગરમીમાં ભેજ સુકાઈ જાય તેમ મારું બળ સુકાઈ ગયું. (સેલાહ)


જેટલા દિવસો તમે અમને પીડા આપી અને જેટલાં વર્ષો અમે દુ:ખી થયા, એટલો સમય અમને આનંદ પમાડો.


પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે.


અધિક જ્ઞાન એટલે અધિક ચિંતા અને અધિક વિદ્યા એટલે અધિક શોક.


તે પછી મેં જે કાર્યો કર્યાં હતાં અને તે કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તે અંગે વિચાર કર્યો અને મને સમજાયું કે તે મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન હતું. પૃથ્વી ઉપર કશામાં મને લાભ જણાયો નહિ.


મજૂર થોડું ખાય કે ઘણું, પણ તેની ઊંઘ મીઠી હોય છે; પણ ધનવાનની સંપત્તિ તેને ઊંઘવા દેતી નથી.


વળી, તેને તેનું આખું આયુષ્ય અંધકારમાં, દુ:ખમાં અને ચિંતામાં, ક્રોધમાં અને રોગમાં વ્યતીત કરવું પડે છે.


મેં જ્ઞાન સંપાદન કરવામાં તથા દુનિયા પર ચાલતાં કામો જોવામાં મારું મન લગાડયું તો મને જણાયું કે માણસો દિવસ કે રાતે નિદ્રા લીધા વિના ગમે તેટલી મહેનત કરે,


પછી રાજા મહેલમાં પાછો ફર્યો. તેણે ન તો કંઈ ભોજન લીધું કે ન કોઈ મનોરંજનમાં ભાગ લીધો, પણ આખી રાત ઊંઘ વિના વિતાવી.


તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.”


Lean sinn:

Sanasan


Sanasan