Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:16 - પવિત્ર બાઇબલ C.L.

16 નથી કોઈ જ્ઞાનીને સંભારતું કે નથી કોઈ મૂર્ખને. ભવિષ્યમાં આપણે બધા ભુલાઈ જઈશુ. જ્ઞાની પણ મૂર્ખની જેમ જ મરે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મૂર્ખના કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; અને જે હાલમાં છે તેઓ સર્વ ભવિષ્યકાળમાં વિસારે પડશે. મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી અને જે હાલમાં છે તેઓ આવનાર દિવસોમાં ભૂલાઈ જશે. મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; જ્ઞાની અને મૂર્ખ બંન્ને મૃત્યુ પામશે અને આવનાર દિવસોમાં બન્ને ભૂલાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:16
17 Iomraidhean Croise  

દાવિદે આબ્નેર વિષે આ મૃત્યુ ગીત ગાયું: “આબ્નેરને મૂર્ખ માણસની જેમ કેમ મરવું પડયું?


પવન તેના પરથી વાય છે અને તેના અસ્તિત્વનો અંત આવે છે, તેનું સ્થાન કયાં હતું તેની પણ કોઈને ખબર પડતી નથી.


સાચે જ, માણસ જુએ છે કે બુદ્ધિવંતો પણ મરે છે, તેમજ મૂર્ખ અને મૂઢ પણ મૃત્યુ પામે છે; તેઓ બધાં પોતાનું ધન બીજાઓને માટે મૂકી જાય છે.


શું તમારાં અજાયબ કાર્યો અંધકારના પ્રદેશમાં અને તમારી ઉદ્ધારકશક્તિ વિસ્મૃતિના પ્રદેશમાં પ્રગટ કરાશે?


દરમ્યાનમાં, યોસેફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં બાકીનાં બધાં માણસો મરણ પામ્યાં,


હવે ઇજિપ્તમાં નવો રાજા સત્તા પર આવ્યો. તે યોસેફ વિષે જાણતો નહોતો.


જ્ઞાનીની વિદ્વતા તેને શાણપણથી વર્તવા શીખવે છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેને ભુલાવામાં નાખે છે.


ભૂતકાળમાં જે કંઈ બન્યું છે તેને વર્તમાનમાં કોઈ સંભારતું નથી, અને હવે પછી જે થનાર છે તેને પછીની પેઢીઓ પણ યાદ રાખનાર નથી.


જ્ઞાનીની આંખો તેના માથામાં છે. તે પોતાનો માર્ગ જોઈ શકે છે, જયારે મૂર્ખ અંધકારમાં ચાલે છે. છતાં મને માલૂમ પડયું કે એ બધાનું ભાવિ સરખું જ છે.


ત્યારે મેં મારા મનમાં કહ્યું, “જે દશા મૂર્ખની થાય છે તે જ મારી પણ થવાની છે. ત્યારે હું વધુ જ્ઞાની છું તેથી મને શો લાભ થયો?” મેં મારી જાતને કહ્યું, “એ પણ મિથ્યા છે.”


મૂર્ખના કરતાં જ્ઞાનીને વધુ શો લાભ છે? મનુષ્યો સાથે વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને વધુ શો લાભ છે?


મિજબાનીના ઘરમાં જવા કરતાં મૃત્યુને લીધે શોકપીડિત ઘરમાં જવું સારું છે; કારણ, મૃત્યુ એ સર્વ માણસોનો અંત છે. દરેક જીવંત વ્યક્તિએ આ વાત સદા સ્મરણમાં રાખવી જોઈએ.


મેં દુષ્ટોને કબરોમાં દટાતા જોયા છે, પરંતુ જ્યાં એ દુષ્ટોએ દુષ્ટતા આચરી હતી તે શહેરમાં જ કબરસ્તાનમાંથી પાછા ફરેલા લોકો તેમની પ્રશંસા કરતા હોય છે. આ પણ મિથ્યા છે.


આ નાના નગરમાં એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું છતાં પણ તે ગરીબ માણસને કોઈએ સંભાર્યો નહિ.


જીવતાંઓ જાણે છે કે તેઓ મૃત્યુ પામવાનાં છે. પરંતુ મૃત્યુ પામેલાં તો કંઈ જાણતા નથી. હવે તેમને કશો બદલો મળવાનો નથી. તેમની તો યાદગીરી પણ ભુલાઈ ગઈ છે.


પછી પ્રભુનું ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી, અને પ્રભુએ લક્ષ દઈને તેમનું સાંભળ્યું. પ્રભુનું ભય રાખનારા અને તેમનો આદર કરનારા લોકોની નોંધ એક પુસ્તકમાં પ્રભુની હાજરીમાં જ કરી લેવામાં આવી.


દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan