Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:10 - પવિત્ર બાઇબલ C.L.

10 મારી આંખોને જે કંઈ પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તે મેં પ્રાપ્ત કર્યું. કોઈપણ પ્રકારના આનંદપ્રમોદથી મેં મારી જાતને વંચિત રાખી નહિ. મારા પરિશ્રમનાં સર્વ કાર્યોનો એ મારો પુરસ્કાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હઠયો નહિ; મેં મારા મનને કોઈ પણ આનંદથી રોકયું નહિ, કેમ કે મારી સર્વ મહેનત [નું ફળ] જોઈને મારું મન આનંદ પામ્યું; અને મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથી હું પાછો પડયો નહિ. મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું, મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મને જે પસંદ હતું તે મેં પ્રાપ્ત કર્યું. અને કોઇ પણ પ્રકારનાં આનંદથી મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં ઘણો આનંદ મેળવ્યો. આ આનંદ મારા સઘળા પરિશ્રમનો કેવળ બદલો હતો.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:10
21 Iomraidhean Croise  

સ્ત્રીએ જોયું કે તે વૃક્ષ દેખાવમાં સુંદર, તેનું ફળ ખાવામાં સારું અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઇચ્છવાજોગ છે. તેથી સ્ત્રીએ એક ફળ તોડીને ખાધું. તેણે તે પોતાના પતિને પણ આપ્યું એટલે તેણે પણ તે ખાધું.


ત્યારે ઈશ્વરના પુત્રોએ જોયું કે માણસોની પુત્રીઓ સુંદર છે. તેથી તેમણે પોતાને મનપસંદ કન્યાઓ સાથે લગ્ન કર્યાં.


મેં મારાં ચક્ષુ સાથે એક ગંભીર પ્રતિજ્ઞા કરી છે કે હું કોઈ કુમારિક્ તરફ વાસનાભરી નજરે જોઈશ નહિ.


મારી દષ્ટિ વ્યર્થ મૂર્તિઓ તરફ ફરતી અટકાવો, અને તમારા શિક્ષણ વડે મને જીવન બક્ષો


તું તારા હાથના પરિશ્રમનાં ફળ ખાશે; તું સુખી થશે, તારું કલ્યાણ થશે.


હજી તો તેં તારા ધન પર એક દૃષ્ટિ જ ફેંકી હશે, એટલામાં તે અદૃશ્ય થશે; ધનને જાણે પાંખો ફૂટશે, અને ગગનમાં એકદમ ઊડી જતા ગરૂડની જેમ ઊડી જશે.


હે જુવાન, તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને આનંદ પમાડો. તારા દયની ઇચ્છા પ્રમાણે તને યોગ્ય લાગે તે પ્રમાણે તું વર્ત. પણ યાદ રાખ કે આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.


મેં મનમાં વિચાર્યું, “ચાલો, ત્યારે મોજશોખ ભોગવી લઈએ, જેથી સુખ શું છે તે શોધી શકાય.” છતાં એ પણ અનુભવે મિથ્યા જણાયું.


મન લગાડીને કરેલ તેના પરિશ્રમ માટે માણસને શો લાભ થાય છે?


મનુષ્ય ખાય, પીએ અને આનંદ સાથે પરિશ્રમ કરે એના કરતાં એને માટે બીજું કશું વધારે સારું નથી. મેં જોયું છે કે એ પણ ઈશ્વરના હાથની વાત છે.


તેથી મને સમજાયું કે માણસ પોતાના કામમાં આનંદ અનુભવે તેથી ઉત્તમ બીજું કશું નથી. એ જ તેનો હિસ્સો છે. મૃત્યુ પછી તેનું શું થવાનું છે તે તેને કોણ કહી શકે?


પૈસા પર પ્રેમ રાખનારો કદી પૈસાથી સંતુષ્ટ થતો નથી. ધનસંપત્તિ પર પ્રેમ રાખનાર તેની સમૃદ્ધિથી તૃપ્ત થતો નથી.


વળી, તેને તેનું આખું આયુષ્ય અંધકારમાં, દુ:ખમાં અને ચિંતામાં, ક્રોધમાં અને રોગમાં વ્યતીત કરવું પડે છે.


મેં આ અનુભવ્યું છે અને એ ઉચિત પણ લાગે છે કે ઈશ્વરે આપેલા આ અલ્પ આયુષ્યમાં મનુષ્યને માટે આ દુનિયામાં ખાવું, પીવું ને પોતાના પરિશ્રમનાં ફળ માણવાં એ જ સારું છે. એ જ તેનું ભાવિ છે.


ઈશ્વર કોઈને ધન, સંપત્તિ તથા સન્માન આપે છે. તે જે કંઈ ઇચ્છે છે તે તેને પ્રાપ્ત થાય છે. પણ ઈશ્વર તેને પોતાની ધનસંપત્તિનો ઉપભોગ કરવાની શક્તિ આપતા નથી, પણ કોઈ અજાણ્યો જ તેમનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખની વાત છે.


કશાની સદા ખેવના કર્યા કરવા કરતાં જે છે તેનાથી સંતુષ્ટ રહેવું તે સારું છે; એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.


તેથી હું આનંદથી જીવવાની ભલામણ કરું છું. કારણ, ખાવું, પીવું અને મોજમઝા કરવી તે વિના માણસ માટે દુનિયામાં બીજું કંઈ સારું નથી. ઈશ્વરે આ દુનિયામાં તેને આપેલા આયુષ્યમાં તેણે કરેલા પરિશ્રમના ફળરૂપે તેને એટલું તો મળવું જોઈએ.


તેમનો પ્રેમ, તેમનો દ્વેષ, અને તેમની કામનાઓ સર્વ નષ્ટ થયાં છે. દુનિયા પર જે કંઈ બનાવો બને છે તેમાં તે કદી ભાગ લઈ શકવાના નથી.


આ દુનિયામાં ઈશ્વરે તને જે અલ્પ આયુષ્ય આપ્યું છે તે દરમ્યાન તારી પ્રિય પત્ની સાથે જીવનનો આનંદ ભોગવી લે. કારણ, આ દુનિયામાં અને આ જીવનમાં તું જે પરિશ્રમ ઉઠાવે છે તેમાં એ જ તારો હિસ્સો છે.


જે કંઈ દુનિયાનું છે એટલે કે, દેહની વાસના, આંખોની લાલસા, અને જીવનનું મિથ્યાભિમાન, તે ઈશ્વરપિતા પાસેથી આવતું નથી, પણ દુનિયામાંથી જ આવે છે.


શિમશોને ઘેર જઈને પોતાનાં માતપિતાને કહ્યું, “તિમ્નામાં મેં એક પલિસ્તી છોકરી જોઈ છે. તેની સાથે મારું લગ્ન કરાવો.”


Lean sinn:

Sanasan


Sanasan