Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 12:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપેલો હશે તે તેમની પાસે પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 12:7
23 Iomraidhean Croise  

અબ્રાહામ ફરીથી બોલ્યો, “હું તો ધૂળ અને રાખ સમાન છું,


પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો.


કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”


તેનાં હાડકાંમાં જુવાનીનું જોમ છે, પણ તે તેની સાથે જ ધૂળમાં ભળી જશે.


શા માટે તમે મારા અપરાધ ક્ષમા કરતા નથી, અને મારો દોષ દૂર કરતા નથી? કારણ, હું ધૂળમાં પોઢી જાઉં તે પછી તો તમે મને શોધશો, પણ હું હયાત નહિ હોઉં.”


તે આપણું બંધારણ જાણે છે; આપણે માટીમાંથી બનેલાં છીએ તેનું તેમને સ્મરણ છે.


તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ભયભીત બને છે; તમે તમારો ‘શ્વાસ પાછો લઈ લો’ ત્યારે તેઓ મરણ પામે છે, અને પાછાં માટીમાં ભળી જાય છે.


શ્વાસ બંધ થતાં માનવી માટીમાં મળી જાય છે, અને તે જ દિવસે તેની યોજનાઓનો અંત આવે છે


વ્યર્થ મૂર્તિઓ પર આધાર રાખનારાઓને હું ધિક્કારું છું અને હું પ્રભુ પર જ ભરોસો રાખું છું.


તમે આજ્ઞા કરો છો: “હે માનવપુત્રો, જ્યાં હતા ત્યાં પાછા ફરો,” અને પછી માનવીને પાછો ધૂળમાં મેળવી દો છો.


હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્‍ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય.


તેથી સિદકિયા રાજાએ ત્યાં મને ખાનગીમાં વચન આપ્યું. “આપણને જીવન બક્ષનાર જીવતા પ્રભુના સોગંદ ખાઈને કહું છું કે હું તને મારી નાખીશ નહિ; અને જેઓ તારો જીવ લેવા ઇચ્છે છે તે લોકોના હાથમાં તને સોંપી દઈશ નહિ.”


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


આકાશોને પ્રસારનાર, પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને માણસને જીવન બક્ષનાર પ્રભુ તરફથી ઇઝરાયલ માટેનો આ સંદેશ છે.


પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?”


ઈસુએ મોટે સાદે બૂમ પાડી, “પિતાજી, તમારા હાથમાં મારો આત્મા સોંપું છું!” એમ કહીને તે મરણ પામ્યા.


તેઓ સ્તેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુને પોકાર કર્યો, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો.”


જેમનાં નામ સ્વર્ગમાં લખાયાં છે તેવા ઈશ્વરના પ્રથમ પુત્રોના આનંદમય સમુદાયમાં તમે આવ્યા છો. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર પાસે તથા સંપૂર્ણ કરવામાં આવેલા નેકજનોના આત્માઓ પાસે આવ્યા છો.


વળી, આપણા દૈહિક પિતા આપણને શિક્ષા કરતા અને આપણે તેમને માન આપતા હતા. તો પછી આપણા આત્મિક પિતાને વિશેષ આધીન થઈને આપણે ન જીવીએ?


Lean sinn:

Sanasan


Sanasan