સભાશિક્ષક 12:13 - પવિત્ર બાઇબલ C.L.13 વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ [ફરજ] એ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 વાતનું પરિણામ, આપણે સાંભળીએ તે આ છે; ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 આ મારી વાતનો ઉપસંહાર છે; દેવનો ભય રાખ અને તેની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે. Faic an caibideil |
“હવે હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુ તમારી પાસે શી અપેક્ષા રાખે છે? એ જ કે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો, સર્વ બાબતમાં તેમના ચીંધેલા માર્ગે ચાલો, તેમના પર પ્રેમ રાખો અને તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરો, અને પ્રભુની જે આજ્ઞાઓ અને આદેશો તમારા હિતાર્થે હું આજે તમને ફરમાવું તેનું પાલન કરો.