Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 12:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તેથી તારી જુવાનીના દિવસોમાં, અને જ્યારે તું એમ કહેશે કે, મને કશામાં આનંદ આવતો નથી તેવા માઠા દિવસો આવ્યા અગાઉ તારા સર્જનહારનું સ્મરણ કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, “તેમાં મને કંઈ સુખ નથી” તે નજીક આવ્યા પહેલાં, [તેનું સ્મરણ કર] ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તારી યુવાવસ્થાના દિવસોમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર. ખરાબ દિવસો આવ્યા પહેલાં, એટલે જે વર્ષો વિષે તું એમ કહેશે કે “તેમાં મને કંઈ આનંદ નથી” તે પાસે આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તારી યુવાવસ્થાના દિવસોમાં તું યહોવાનું સ્મરણ કર. તું જીવનનો આનંદ માણી શકે તેવાં ભૂંડા વર્ષો અને દિવસો આવે તે પહેલાં તારી યુવાનીમાં તારા યહોવાને ભૂલી જઇશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 12:1
40 Iomraidhean Croise  

પ્રભુ યોસેફની સાથે હતા અને જે કંઈ કામ તે કરતો તેમાં તે સફળ થતો. તે તેના ઇજિપ્તી માલિકના ઘરમાં રહેતો હતો.


જેલનો અધિકારી તેને સોંપેલા કોઈ પણ કાર્ય પર દેખરેખ રાખતો નહિ; કારણ, પ્રભુ યોસેફની સાથે હતા અને તે જે કંઈ કાર્ય કરતો તેમાં પ્રભુ તેને સફળતા આપતા.


હું એંસી વર્ષનો છું અને મને કશામાં રસ રહ્યો નથી. હું જે ખાઉંપીઉં છું તેનો આસ્વાદ માણી શક્તો નથી. હું ગાયક- ગાયિકાનો સાદ સાંભળી શક્તો નથી. હું યરુશાલેમ આવીને આપને શા માટે બોજારૂપ થાઉં?


આપે મને એવો મોટો બદલો શા માટે આપવો જોઈએ? તેથી હું આપની સાથે યર્દનની પેલે પાર થોડે સુધી આવીશ.


ઇઝરાયલના સર્વ લોક તેને માટે શોક કરશે અને તેને દાટશે. યરોબામના કુટુંબમાંથી માત્ર તેનું જ વિધિસર દફન થશે. કારણ, એ જ એક માણસમાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુને સદાચાર જણાયો છે.


હું અહીંથી જઉં અને પ્રભુનો આત્મા તમને કોઈ અજાણે સ્થળે ઉપાડી જાય તો શું? પછી હું જઈને આહાબને કહું કે તમે અહીં છો અને પછી તમે તેને મળો નહિ તો તે મને મારી નાખશે. હું નાનો હતો ત્યારથી હું પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત રહ્યો છું એ યાદ રાખશો.


લોકોને ભયભીત થયેલા જોઈને મેં તેમને તથા તેમના આગેવાનો અને અધિકારીઓને કહ્યું, “આપણા દુશ્મનોથી ગભરાશો નહિ. પ્રભુ કેવા મહાન અને આદરણીય છે તે સંભારીને તમારા દેશબાંધવો, તમારાં સંતાનો, તમારી પત્નીઓ અને તમારાં ઘરો માટે લડો.”


જે માણસોનો જુસ્સો ખતમ થઈ ગયો તેમના બાહુબળથી મને શો લાભ થાય?


હે પ્રભુ, હું રાત્રે પણ તમારા નામનું સ્મરણ કરું છું, અને તમારા નિયમનું પાલન કરું છું.


મારા શિષ્યો આવો, મારી વાત સાંભળો; હું તમને પ્રભુનો આદરયુક્ત ડર રાખતાં શીખવીશ.


હું મારા બિછાનામાં તમારું સ્મરણ કરું છું, અને રાત્રિના પ્રહરોમાં તમારું ધ્યાન ધરું છું.


અમારાં આયુષ્યનાં વર્ષો કદાચ સિત્તેર જેટલાં હોય, અથવા શક્તિને લીધે કદાપિ એંસી વર્ષ જેટલાં પણ થાય; તો પણ તે અમારે માટે મુશ્કેલી અને દુ:ખથી ભરેલાં છે; જિંદગી ઝડપથી પૂરી થાય છે અને અમે ઊડી જઈએ છીએ.


બાળકે જે માર્ગે ચાલવું જોઈએ તે વિષે તાલીમ આપ, એટલે તેની વૃદ્ધાવસ્થામાં પણ તે તે માર્ગમાંથી હઠશે નહિ.


મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ કરું છું, અને મને ખંતથી શોધનારને હું જડું છું.


તારા મનમાંથી ચિંતાને દૂર કર અને તારા શરીરને તંદુરસ્ત રાખ; કારણ, જુવાની ઝાઝી ટકવાની નથી.


સાત નહિ, પણ આઠ સ્થળોએ તારો માલ વહેંચી નાખ. કારણ, આ દુનિયામાં શી આફત આવી પડશે એ તું જાણતો નથી.


જો કોઈ માણસ ઘણા વર્ષ જીવે તો તેણે તે બધાં વર્ષોમાં આનંદ કરવો, પરંતુ તેણે સ્મરણમાં રાખવું કે અંધકારના દિવસો ઘણા છે. જે કંઈ થાય છે તે મિથ્યા છે.


અમે તમારા નિયમો પ્રમાણે વર્તીને તમારી પ્રતીક્ષા કરીએ છીએ. તમારું નામ અને તમારું સંસ્મરણ એ જ અમારા જીવનની ઝંખના છે.


એવી ધીરજ ધરવામાં યુવાવસ્થા દરમ્યાન શિક્ષણની ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.


ઈશ્વરે આ ચારે યુવાનોને સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં જ્ઞાન અને કૌશલ્ય આપ્યાં; વળી, દાનિયેલને સર્વ સંદર્શનો અને સ્વપ્નોનું અર્થઘટન કરવાનું દાન આપ્યું.


અને સમજતા નથી કે વિદેશીઓ પર રાખેલો આધાર તેમની શક્તિ લૂંટી લે છે. તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે, પણ તેની તેમને ખબર નથી.


ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે.


પણ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવતાં કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો. તેમને રોકશો નહિ, કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.


પિતાઓ, તમારાં બાળકો ખીજવાઈ જાય એવી રીતે ન વર્તો, એના કરતાં તેમને પ્રભુનાં શિસ્ત અને શિક્ષણમાં ઉછેરો.


પણ તમારા ઈશ્વર પ્રભુને યાદ રાખજો, કારણ કે તે જ તમને સંપત્તિ પ્રાપ્ત કરવાની શક્તિ આપે છે, અને તેમણે તમારા પૂર્વજો સમક્ષ સોગંદપૂર્વક કરેલા કરાર જેમ તે આજ સુધી પાળતા આવ્યા છે તેમ પાળશે.


તને યાદ હશે કે તું બાળક હતો ત્યારથી જ તને જૂના કરારનાં પવિત્ર શાસ્ત્રોની વાતોની ખબર છે; તેઓ તને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસની મારફતે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી શકે છે;


તેથી હું પણ પ્રભુને તેનું સમર્પણ કરું છું. તે જિંદગીપર્યંત પ્રભુનો જ રહેશે.” પછી ત્યાં તેમણે પ્રભુ સમક્ષ ભૂમિ પર શિર ટેકવીને તેમનું ભજન કર્યું.


પણ પ્રભુએ તેને કહ્યું, “તેની ઊંચાઈ કે સુંદરતા તરફ ધ્યાન ન આપ. મેં તેનો નકાર કર્યો છે. કારણ, હું માણસની જેમ પસંદગી કરતો નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ હું હૃદય તરફ જોઉં છું.”


બાળ શમુએલ અળસીરેસાના વસ્ત્રનો શ્વેત ઝભ્ભો પહેરીને પ્રભુની સેવા કરતો હતો.


બાળ શમુએલ મોટો થતો ગયો અને પ્રભુ તેમ જ માણસોની દૃષ્ટિમાં કૃપા પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan