Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 11:6 - પવિત્ર બાઇબલ C.L.

6 સવારમાં બી વાવ અને સાંજે પણ તારો હાથ રોકી રાખીશ નહિ. કારણ, આ સફળ થશે કે તે સફળ થશે અથવા બન્‍ને એક્સરખી રીતે સફળ થશે એ તું જાણતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે કે, તે સફળ થશે તે તું જાણતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સવારમાં બી વાવ; અને સાંજે તારો હાથ પાછો ખેંચી લઈશ નહિ; કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે, અથવા તે બન્ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 સવારમાં બી વાવ, ને સાંજે તારા કામમાંથી વિશ્રાન્તિ લઇશ નહિ; કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે, અથવા તે બંને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 11:6
15 Iomraidhean Croise  

સૂર્યપ્રકાશ પ્રિય લાગે છે અને સૂર્યનાં દર્શન આંખને આનંદદાયક લાગે છે.


આ બધા વિશે ઊંડો વિચાર કરતાં મને સમજાયું કે સદાચારીઓ અને જ્ઞાનીઓ તથા તેમનાં કામો, તેમનાં પ્રેમ અને ઘૃણા પણ ઈશ્વરના હાથમાં છે. ભવિષ્યમાં શું થનાર છે તે વિશે કોઈ કશું જાણતું નથી. એનાથી કંઈ ફરક પણ પડતો નથી.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


આકાશમાંથી વરસાદ અને હિમ પડે છે અને તે પાછાં ઊંચે જતાં નથી. પણ વાવવાને બિયારણ અને ખાવાને ધાન્ય મળે તે માટે પૃથ્વીમાંથી પાક ઊગી નીકળે તે માટે તેને સિંચે છે.


મેં કહ્યું, ‘તમારે માટે પડતર જમીનનું ખેડાણ કરો, નેકી વાવો અને મારા પ્રત્યેની તમારી નિષ્ઠાથી મળતી ફસલ પ્રાપ્ત કરો. હું આવીને તમારા પર આશિષની વૃષ્ટિ કરું ત્યાં સુધી મારી પાસે હા, તમારા પ્રભુ પાસે પાછા ફરવાનો આ સમય છે’.


આ વાત યાદ રાખો: જે માણસ થોડાં બીજ વાવે છે, તેનો પાક પણ થોડો જ થાય છે. પણ જે માણસ ઘણાં બીજ વાવે છે, તેને ત્યાં મબલક પાક ઊતરે છે.


શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.


Lean sinn:

Sanasan


Sanasan