Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 11:1 - પવિત્ર બાઇબલ C.L.

1 દરિયાપારના દેશો સાથેના વેપારમાં તારાં નાણાં રોક અને એક દિવસ તને સારો લાભ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને [પાછું] મળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણાં દિવસો પછી તે તને પાછું મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તારી રોટલી પાણી પર નાખ, કારણ કે ઘણા દિવસો પછી તે તને પાછી મળશે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 11:1
21 Iomraidhean Croise  

દુષ્ટોની કમાણી ઠગારી નીવડે છે, પણ નેકી વાવનારને ઉત્તમ પુરષ્કાર મળે છે.


કંગાલોને ઉદારતાથી આપવું તે ઈશ્વરને ઉછીનું આપવા સમાન છે; પ્રભુ એ ઋણ પૂરેપૂરું પાછું ચૂકવી આપશે.


પોતાના અન્‍નમાંથી કંગાલોને ઉદારતાથી વહેંચનાર પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે.


સવારમાં બી વાવ અને સાંજે પણ તારો હાથ રોકી રાખીશ નહિ. કારણ, આ સફળ થશે કે તે સફળ થશે અથવા બન્‍ને એક્સરખી રીતે સફળ થશે એ તું જાણતો નથી.


કારણ, તમે પ્રત્યેક ઝરણાના પાણીવાળા પ્રદેશમાં અનાજ વાવશો અને તમારાં ગધેડાં અને ઢોરઢાંકને પણ ચરવા માટે છૂટાં મૂકી શકશો.


પણ ઉમદા માણસ ઉમદા યોજનાઓ ઘડે છે અને તે પોતાનાં ઉમદા કાર્યોથી ટકી રહે છે.


પાંચમે વર્ષે તેનાં ફળ તમે ખાઈ શકો. જો તમે આ પ્રમાણે કરશો તો તમારાં ફળઝાડનો ફાલ ખૂબ જ વધશે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


જો તે ઘરના લોકો શાંતિચાહક હોય, તો તમારી શાંતિની શુભેચ્છા તેમની સાથે રહેશે. પણ જો તેઓ શાંતિપાત્ર ન હોય, તો તમારી શાંતિની શુભેચ્છા પાછી આવશે.


હું તમને સાચે જ કહું છું: જે કોઈ આ મારા શિષ્યોમાંના સૌથી નાનાને પણ મારા શિષ્ય તરીકે ઠંડા પાણીનો પ્યાલો આપશે, તો તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહિ.


એ જ પ્રમાણે જે સેવકને બે હજાર મળ્યા હતા તેણે બીજા બે હજારનો નફો કર્યો.


રાજા વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારે માટે કર્યું.’


એથી તમને આશિષ મળશે; કારણ, તેઓ તમને બદલો આપી શકે તેમ નથી. ન્યાયી માણસો મૃત્યુમાંથી જીવંત થશે, ત્યારે ઈશ્વર તરફથી તમને બદલો મળશે.”


આ વાત યાદ રાખો: જે માણસ થોડાં બીજ વાવે છે, તેનો પાક પણ થોડો જ થાય છે. પણ જે માણસ ઘણાં બીજ વાવે છે, તેને ત્યાં મબલક પાક ઊતરે છે.


તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan