Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 10:16 - પવિત્ર બાઇબલ C.L.

16 જે દેશનો રાજા નાદાન યુવાન હોય અને તેના રાજપુરુષો સવારથી જ ખાણીપીણીમાં મગ્ન રહેતા હોય તે દેશ કેવી દુર્દશામાં છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હે દેશ, તારો રાજા બાળક હોય, અને તારા હાકેમો સવારમાં ખાણીપીણી કરતા હોય, ત્યારે તને અફસોસ છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જો તારો રાજા યુવાન હોય, અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જે દેશનો રાજા બાળક જેવો નાદાન હોય; અને જેના સરદારો સવારમાં ઉજાણીઓ માણે છે તે દેશનો ઉદ્ધાર અશક્ય છે!

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 10:16
16 Iomraidhean Croise  

તેમને કહેજો, ‘મારા પિતાએ તમારા પર ભારે બોજ મૂક્યો; હું એના કરતાં વધારે ભારે બોજ મૂકીશ. તે તમને કોરડાથી મારતા હતા, પણ હું તેમને ચાબુકથી ફટકા મારીશ.”


તે પછી કેટલાક અધમ બંડખોરોનું જૂથ ઊભું કરીને તે શલોમોનના પુત્ર રહાબામની સામે પડીને પ્રબળ થયો; કારણ, રહાબામ જુવાન અને બિનઅનુભવી હોવાથી તેનો સામનો કરી શકે તેમ નહોતો.


સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષની ઉંમરનો હતો, અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું:


યહોઆહાઝ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે ત્રેવીસ વર્ષની ઉંમરનો હતો અને તેણે યરુશાલેમમાં ત્રણ માસ રાજ કર્યું.


યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેણે પોતાના ઈશ્વર પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


યહોયાખીન યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં ત્રણ માસ અને દસ દિવસ રાજ કર્યું. તેણે પણ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


સમજ વિનાનો અધિકારી જ જુલમ ગુજારે છે, પણ અપ્રામાણિક્તાથી પ્રાપ્ત થતા ધનની ઘૃણા કરનાર દીર્ઘાયુ થશે.


મૂર્ખની મહેનત તેને થકવી નાખે છે, અને પછી તો તેને પોતાના મુકામે પહોંચવાનો માર્ગ પણ સૂઝતો નથી.


વ્યાજખોરો મારા લોક પર જુલમ ગુજારે છે અને ધીરધાર કરનારા તેમને છેતરે છે. હે મારા લોકો, તમારા આગેવાનોએ તમને ગેરમાર્ગે દોર્યા છે, તેથી તમારે કયે માર્ગે જવું તે તમે જાણતા નથી.


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan