Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 10:12 - પવિત્ર બાઇબલ C.L.

12 જ્ઞાનીના મુખના શબ્દો માયાળુ હોય છે, પણ મૂર્ખની જીભ તેના વિનાશનું કારણ બને છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જ્ઞાની માણસના મુખના શબ્દો માયાળુ છે; પણ મૂર્ખના હોઠો તેને પોતાને જ ગળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ડહાપણભર્યા શબ્દો મનને આનંદ આપે છે, પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 10:12
36 Iomraidhean Croise  

દાવિદે અમાલેકીને ઉદ્દેશીને કહ્યું, “તારા મરણની જવાબદારી તારે શિર. પ્રભુને પસંદ કરેલા અભિષિક્ત રાજાને તેં મારી નાખ્યો છે એવી કબૂલાત કરીને તેં પોતાને દોષિત ઠરાવ્યો છે.”


ના, હું તો મારા મુખના શબ્દોથી તમને પ્રોત્સાહન આપત, અને મારા હોઠોના સાંત્વનથી તમને રાહત આપત.


મને ઘેરી લેનારાઓનાં મસ્તક સફળતાથી ઉન્‍નત થવા ન દો; તેમના હોઠના શાપ તેમના પોતાના પર જ આવી પડો.


નેકજનનું મુખ જ્ઞાન ઉચ્ચારે છે; તેની જીભ સચ્ચાઈની વાતો કરે છે.


તેમની જીભના શબ્દો તેમના પતનનું કારણ બનશે, તેમને જોનારા ઠઠ્ઠાપૂર્વક પોતાનાં મસ્તકો હલાવશે.


આંખ આડા કાન કરનારા મુસીબતો ઊભી કરે છે, પણ નિખાલસ દયે ઠપકો દેનાર શાંતિ સ્થાપે છે.


શાણો માણસ આજ્ઞા માથે ચડાવે છે, પણ સામી દલીલો કરનાર મૂર્ખ પાયમાલ થશે.


વગર વિચાર્યા બોલ તલવારના જેવા ઘા કરે છે, પણ જ્ઞાનીના શબ્દો રુઝ લાવે છે.


જ્ઞાનીની જીભ જ્ઞાન પ્રદાન કરે છે, પણ મૂર્ખનું મુખ મૂર્ખાઈ ઓકે છે.


પોતાની હાજરજવાબીથી માણસને આનંદ થાય છે, અને સમયોચિત વાણી કેવી યથાર્થ લાગે છે!


ખોટો આરોપ ચડાવનાર દંડાય છે, અને જૂઠાણું ઉચ્ચારનાર છટકી શક્તો નથી.


પ્રભુ નિખાલસ દયવાળો ચાહના મેળવે છે; અને મિતભાષીને રાજાની મિત્રતા સાંપડશે.


મૂર્ખના મુખમાંની કહેવત છાકટા હાથમાં ભોંક્યેલ કાંટા જેવી નકામી છે.


તેના મુખમાંથી જ્ઞાનની વાતો નીકળે છે, અને તેની જીભ સ્નેહભરી શિખામણ આપે છે.


જ્ઞાનીનાં વચનો પરોણાની આર જેવાં છે. એ વચનોનો સંગ્રહ મજબૂત રીતે જડેલા ખીલા સમાન છે, એ આપણા બધાના પાલક એટલે ઈશ્વર તરફથી મળેલાં છે.


મૂર્ખ હાથ જોડીને બેસી રહે છે અને એમ ભૂખે મરે છે.


વિચારીને બોલ, અને ઈશ્વર આગળ ઉતાવળથી વચનો ન આપ. ઈશ્વર આકાશમાં છે ને તું પૃથ્વી પર; તેથી તારે કહેવાનું હોય તેથી વિશેષ કંઈ ન કહે.


તારા મુખના શબ્દો તને પાપમાં દોરી ન જાય, નહિ તો તારે ઈશ્વરના યજ્ઞકાર સમક્ષ “મારાથી ભૂલ થઈ ગઈ છે.” એમ કહેવું પડશે. તારે શા માટે બોલવામાં ઈશ્વરને કોપાયમાન કરવા અને પરિશ્રમપૂર્વક કરાયેલા તારા કામને નષ્ટ કરાવવું?


મૂર્ખોના સરદારના પોકારો કરતાં જ્ઞાનીઓના શાંત શબ્દો સાંભળવા એ સારું છે.


સારો માણસ પોતાના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ બહાર લાવે છે, પણ દુષ્ટ માણસ પોતાના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ બહાર લાવે છે.


તેણે તેને કહ્યું, ‘ઓ દુષ્ટ નોકર! તને અપરાધી ઠરાવવા હું તારા જ શબ્દોનો ઉપયોગ કરીશ! તું જાણે છે કે હું કડક માણસ છું; જે મારું ન હોય તે લઈ લઉં છું અને મેં વાવ્યું ન હોય તેને લણી લઉં છું.


એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની માુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “શું તે યોસેફનો પુત્ર નથી?”


વાતચીતમાં નુક્સાનકારક શબ્દો વાપરો નહિ, પણ માત્ર ઉન્‍નતિકારક અને જરૂર જેટલા જ શબ્દો વાપરો; જેથી સાંભળનારનું ભલું થાય.


તમારી વાણી હંમેશાં માુર અને સચોટ હોવી જોઈએ, જેથી દરેકને યોગ્ય જવાબ કેમ આપવો તે જાણી શકો.


Lean sinn:

Sanasan


Sanasan