Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 આ પૃથ્વી પર માણસ જે બધો શ્રમ ઉઠાવે છે તેનાથી તેને શો લાભ થાય છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મનુષ્ય કોઇ પણ શ્રમ દુનિયા પર કરે, પણ તે પછી અંતે તેને શું મળવાનું?

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 1:3
23 Iomraidhean Croise  

તે પછી મેં જે કાર્યો કર્યાં હતાં અને તે કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તે અંગે વિચાર કર્યો અને મને સમજાયું કે તે મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન હતું. પૃથ્વી ઉપર કશામાં મને લાભ જણાયો નહિ.


પૃથ્વી ઉપર કરેલાં પરિશ્રમયુક્ત કાર્યો પ્રત્યે મને તિરસ્કાર ઉપજ્યો. કારણ, મારે તેનાં ફળ મારા વારસદાર માટે છોડી જવાં પડશે.


મારા પછી આવનાર જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં પૃથ્વી પર મારા સર્વ પરિશ્રમનું ફળ તે ભોગવશે, અને જે કંઈ મારી બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કર્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. તે પણ મિથ્યા છે.


મન લગાડીને કરેલ તેના પરિશ્રમ માટે માણસને શો લાભ થાય છે?


માણસને પોતાની મહેનતથી શો લાભ થાય છે? ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજો આપ્યો છે.


પરંતુ એ બન્‍ને કરતાં જેઓ હજી જન્મ્યાં જ નથી, ને જેમણે પૃથ્વી પર થતાં ભૂંડાં કૃત્યો જોયાં જ નથી તે વધારે સુખી છે.


મેં પૃથ્વી પર એક બીજી મિથ્યા બાબત જોઈ.


આ પણ ભારે દુ:ખ છે. જેવો આવ્યો હતો તેવો જ પાછો જાય છે. હવામાં બાચકા ભરવા જેવી કરેલી મહેનતથી તેને શો લાભ થયો?


મેં આ અનુભવ્યું છે અને એ ઉચિત પણ લાગે છે કે ઈશ્વરે આપેલા આ અલ્પ આયુષ્યમાં મનુષ્યને માટે આ દુનિયામાં ખાવું, પીવું ને પોતાના પરિશ્રમનાં ફળ માણવાં એ જ સારું છે. એ જ તેનું ભાવિ છે.


મનુષ્ય પોતાનું ક્ષણિક જીવન પડછાયાની જેમ વ્યર્થ વિતાવે છે. તેને માટે જીવનમાં ઉત્તમ શું છે તે કોણ જાણે છે? તેના મૃત્યુ પછી આ પૃથ્વી પર શું થવાનું છે તે મનુષ્યને કોણ કહી શકે?


જીવિત વ્યક્તિઓ માટે જ્ઞાન લાભદાયી છે; કારણ ધનસંપત્તિ કરતાં બુદ્ધિ ઉત્તમ છે.


મેં પૃથ્વી પર ડહાપણની એક વાત જોઈ અને તે મને મહત્ત્વપૂર્ણ લાગી.


આ પૃથ્વી પર જે કંઈ થાય છે તેમાં આ જ મોટું અનિષ્ટ છે કે સૌનું ભાવિ એક જ છે. મનુષ્યોનાં હૃદય ભૂંડાઈથી ભરેલાં હોય છે. જિંદગીભર તેમનાં હૃદયોમાં બેવકૂફી હોય છે અને પછી તેઓ મૃત્યુ પામે છે.


તેમનો પ્રેમ, તેમનો દ્વેષ, અને તેમની કામનાઓ સર્વ નષ્ટ થયાં છે. દુનિયા પર જે કંઈ બનાવો બને છે તેમાં તે કદી ભાગ લઈ શકવાના નથી.


જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.


તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે.


મૂર્તિઓ શા ક્મની છે? એ તો માત્ર માણસના હાથની કૃતિ જ છે. તે માત્ર જૂઠું જ શીખવે છે. કંઈ બોલી ન શકે એવા મૂંગા દેવ પર ભરોસો રાખવાથી તેમના બનાવનારને શો લાભ થાય છે?


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.”


મારા ભાઈઓ, તમે એવા સેવકો અને તેમની સાથે પરિશ્રમ કરનાર અન્ય સાથી કાર્યકરોને આધીન રહો એવી મારી વિનંતી છે.


Lean sinn:

Sanasan


Sanasan