Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 1:16 - પવિત્ર બાઇબલ C.L.

16 મેં મારી જાતને કહ્યું, “યરુશાલેમમાં તારી અગાઉ થઈ ગયેલા સર્વ રાજાઓ કરતાં તેં અધિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને તને જ્ઞાનનો તથા વિદ્યાનો વિશાળ અનુભવ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મેં મારા મન સાથે એવી વાત કરી, “જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વ કરતાં મેં અધિક જ્ઞાન મેળવ્યું છે; મારા મનને જ્ઞાનનો તથા વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મેં સ્વયં પોતાને કહ્યું કે, “જુઓ, યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયેલા અન્ય રાજાઓ કરતાં મેં વધારે જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 મેં મારી જાતને કહ્યું કે, “જુઓ, યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયેલા અન્ય રાજાઓ કરતાં વધારે જ્ઞાની છું. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ખૂબ અનુભવ મળ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 1:16
20 Iomraidhean Croise  

પણ મેં અહીં આવીને મારી જાતે જોયું ત્યાં સુધી એ મારા માન્યામાં આવતું નહોતું. પણ મેં તો અડધુંય સાંભળ્યું નહોતું. મને કહેવામાં આવ્યું હતું તે કરતાં તમારાં જ્ઞાન અને સમૃદ્ધિ વિશેષ છે.


પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં શલોમોન વિશેષ જ્ઞાની હતો.


મારા માણસો લબાનોનથી સમુદ્રકિનારા સુધી લાકડાં લઈ આવશે અને ત્યાંથી તેમને તરાપા પર બાંધીને તમે નક્કી કરો તે સ્થળે સમુદ્રમાર્ગે લઈ આવશે. ત્યાં મારા માણસો તેમને છોડી દેશે અને તમારા માણસો તેમનો કબજો સંભાળી લેશે. તમે મારા માણસોને ખાદ્ય સામગ્રી પૂરી પાડો એટલી મારી માગણી છે.”


એવામાં ઈશ્વરભક્ત એલિશાના સેવક ગેહજીએ પોતાના મનમાં કહ્યું, “મારા ગુરુએ નામાનને તેની પાસેથી બદલામાં કશું લીધા વિના જવા દીધો! એ અરામી તેમને જે આપતો હતો તે તેમણે સ્વીકારી લેવાની જરૂર હતી. પ્રભુના જીવના સમ હું તેની પાછળ દોડીશ અને તેની પાસેથી કંઈક મેળવીશ.”


આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તેમણે દાવિદને જ્ઞાની, સમજુ અને બુદ્ધિશાળી પુત્ર આપ્યો છે, અને તે હવે પ્રભુને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બાંધે છે.


ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ)


રાત્રે મને મારા ગાયેલા ગીતના શબ્દો સાંભરે છે. હું મનન કરું છું ત્યારે મારા આત્મામાં પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે,


મેં મનમાં વિચાર્યું, “ચાલો, ત્યારે મોજશોખ ભોગવી લઈએ, જેથી સુખ શું છે તે શોધી શકાય.” છતાં એ પણ અનુભવે મિથ્યા જણાયું.


ત્યારે મેં મારા મનમાં કહ્યું, “જે દશા મૂર્ખની થાય છે તે જ મારી પણ થવાની છે. ત્યારે હું વધુ જ્ઞાની છું તેથી મને શો લાભ થયો?” મેં મારી જાતને કહ્યું, “એ પણ મિથ્યા છે.”


આ રીતે યરુશાલેમના મારા બધા પુરોગામીઓ કરતાં હું વધુ પ્રતાપી અને સંપત્તિવાન બન્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું હતું.


મેં મારા મનમાં વિચાર્યું છે, તેથી ઈશ્વર સદાચારી અને દુરાચારી બધાંનો અદલ ન્યાય કરશે.


તે કહે છે, ‘હું મારે માટે ભવ્ય મહેલ બાંધીશ. તેમાં ઉપલે માળે ઉજાસવાળા મોટા મોટા ઓરડા હશે.’ તેથી તે મોટી મોટી બારીઓ મૂકાવે છે, અને તેની છત પર ગંધતરુના ક્ષ્ટનાં પાટિયાં જડે છે અને તેને સિંદુરના ચળક્તા લાલ રંગથી રંગાવે છે.


તે વખતે તે બોલ્યો, “બેબિલોન કેવું મહાન છે! મારી સત્તા અને સામર્થ્ય તેમ જ મારું ગૌરવ તથા પ્રતાપ પ્રગટ કરવા મેં એને મારા પાટનગર તરીકે બાંધ્યું છે.”


પણ પરિપકવતાએ પહોંચેલાઓ માટે તો ભારે ખોરાક છે, કારણ, સારી નરસી બાબતો પારખવા તેમની વિવેકશક્તિ કેળવાયેલી છે.


Lean sinn:

Sanasan


Sanasan