Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 1:13
22 Iomraidhean Croise  

કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”


માણસો અંધકારને ભેદે છે, તેઓ ઘોર અંધારી ખાણમાં છેક ઊંડે ઊતરીને પથ્થરો ખણી કાઢે છે.


પ્રભુનાં કાર્યો મહાન છે; તેમનામાં આનંદ પામનાર સૌ તેમનું અયયન કરે છે.


બીજાઓથી છૂટો પડનાર પોતાના જ સ્વાર્થમાં રત હોય છે. તે સર્વમાન્ય સાચા નિયમનો પણ વિરોધ કરે છે.


વિચારશીલ મન વિદ્યા પ્રાપ્ત કરે છે, અને જ્ઞાનીના કાન વિદ્યા પ્રત્યે સરવા હોય છે.


મારા પુત્ર, તું મને દયપૂર્વક આધીન થા, અને તારી દૃષ્ટિ સતત મારા માર્ગ પર રાખ.


ઈશ્વરની પ્રશંસા તેમની અગમ્યતાને લીધે થાય છે; જ્યારે રાજાની પ્રશંસા રહસ્યો ઉકેલવાની તેની આવડતને લીધે થાય છે.


જ્ઞાનપ્રાપ્તિ જ તારે માટે સૌથી મહત્ત્વની બાબત છે; સર્વ સંપત્તિને ભોગે પણ સમજ પ્રાપ્ત કર.


જ્ઞાન અને મૂર્ખતા, શાણપણ અને પાગલપણા વચ્ચેનો તફાવત સમજવા મેં નિશ્ર્વય કર્યો. પણ મને સમજાયું કે તે પણ હવામાં બાચકા ભરવા જેવું છે.


ગર્ભવતીના ઉદરમાં જીવ શી રીતે પ્રવેશે છે અને શરીર કેવી રીતે આકાર લે છે તે જેમ તું નથી જાણતો તેવી જ રીતે સર્વના ઉત્પન્‍નર્ક્તા ઈશ્વર કેવી રીતે કામ કરે છે તે પણ તું સમજી શક્તો નથી.


મારા દીકરા, એક બીજી ચેતવણી સાંભળ. પુસ્તકો રચવાનો કંઈ પાર નથી. અતિ અભ્યાસથી શરીર થાકી જાય છે.


કારણ, તેના સર્વ દિવસો દુ:ખમય તથા તેનો પરિશ્રમ સંતાપજનક છે; રાત્રે તેના મનને ચેન પડતું નથી. આ પણ મિથ્યા છે.


જે માણસ પર ઈશ્વર પ્રસન્‍ન થાય છે તેને તે જ્ઞાન, વિદ્યા અને આનંદ આપે છે, પણ પાપીને તો તે એકઠું કરીને સંગ્રહ કરવાના કામે લગાડે છે; જેથી જેના પર ઈશ્વર પ્રસન્‍ન છે તેને તે આપે. આ પણ મિથ્યા ને હવામાં બાચકા ભરવા સમાન છે.


ઈશ્વરે ઉત્પન્‍ન કરેલ દરેક બાબત તેના ઉચિત સમયમાં સુંદર લાગે છે. તેમણે મનુષ્યોના મનમાં ભાવિ અનંતની ઝંખના મૂકી છે, તેમ છતાં અથથી ઇતિ સુધી ઈશ્વર શું કરે છે તેનો મનુષ્યો પાર પામી શક્તા નથી.


મેં જોયું કે સફળ થવા માટેના માણસના કઠોર પરિશ્રમના મૂળમાં તેમના પડોશીઓ પાસેની વસ્તુઓ અંગેની ઈર્ષ્યા છે. આ પણ મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન છે.


એક મનુષ્ય એકલો જ છે. તેને નથી ભાઈ કે નથી પુત્ર. છતાં તેની મહેનતનો પાર નથી. તેની આંખો ધનસંપત્તિથી તૃપ્ત થતી નથી. તે પોતે વિચારતો નથી કે હું કોને માટે આ પરિશ્રમ ઉઠાવું છું અને મારી જાતને શા માટે સુખચેનથી વંચિત રાખું છું? આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખ છે.


મેં જ્ઞાન મેળવવામાં, તેને શોધી કાઢવામાં અને સર્વ વસ્તુઓનો સાર શોધવામાં મન લગાડયું અને મને માલૂમ પડયું કે દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે અને મૂર્ખતા એ પાગલપણું છે.


મેં જ્યારે પૃથ્વી પર થતાં કાર્યો પર ગંભીરતાથી વિચાર કર્યો ત્યારે મેં જોયું કે દુનિયામાં એક મનુષ્ય બીજા મનુષ્ય પર સત્તા જમાવી તેને નુક્સાન પહોંચાડે છે.


આ બાબતોને વ્યવહારમાં મૂક અને તેમાં તારું મન પરોવ, કે જેથી બધા તારી પ્રગતિ જાણી શકે.


Lean sinn:

Sanasan


Sanasan