Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:7 - પવિત્ર બાઇબલ C.L.

7 “રણપ્રદેશમાં તમે તમારા ઈશ્વર પ્રભુને કેવી રીતે કોપાયમાન કર્યા તે યાદ રાખો અને ભૂલશો નહિ. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા તે દિવસથી આ સ્થળે આવ્યા ત્યાં સુધી તમે પ્રભુની વિરુધ સતત વિદ્રોહ કર્યા કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેં અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચઢાવ્યો, તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહિ. મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી, તે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી, તમે યહોવાની વિરુદ્ધ બંડ કર્યા કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમે અરણ્યમાં કેવી રીતે યહોવાહ તમારા ઈશ્વરને કોપ ચઢાવ્યો તે તું યાદ રાખ, ભૂલી જઈશ મા; મિસર દેશમાંથી તમે બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “યાદ રાખજો, એ વાત કદી ભૂલશો નહિ કે તમે તમાંરા દેવ યહોવાના રોષ રણમાં વહોરી લીધો હતો. તમે મિસરમાંથી બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:7
33 Iomraidhean Croise  

જ્યારે ઇઝરાયલીઓએ ફેરો તથા તેના સૈન્યને પોતાની પાછળ ધસી આવતા જોયા ત્યારે તેઓ ખૂબ જ ભયભીત થઈ ગયા અને તેમણે પ્રભુને પોકાર કર્યો.


તેમણે મોશેને કહ્યું, “શું ઇજિપ્તમાં કબરો નહોતી કે તું અમને અહીં રણપ્રદેશમાં મરવા લઈ આવ્યો છે?


અહીં રણપ્રદેશમાં સર્વ ઇઝરાયલી લોકો મોશે તથા આરોન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.


તેથી લોકોએ મોશે સાથે તકરાર કરીને કહ્યું, “અમને પીવાને પાણી આપ.” મોશેએ કહ્યું, “તમે શા માટે મારી સાથે તકરાર કરો છો? તમે શા માટે પ્રભુની ક્સોટી કરો છો?”


તેની વાત પર ધ્યાન આપજો અને તેની આજ્ઞા માનજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ. કારણ, મેં તેને મોકલ્યો છે અને તે આવા કોઈ બળવાની ક્ષમા આપશે નહિ.


બલ્કે તે સંબંધી તેં સાંભળ્યું નથી કે તું જાણતો પણ નથી. ભૂતકાળમાં ક્યારેય એની વાત તારે કાને પડી નથી. મને ખબર છે કે તું તો કપટી અને જન્મથી બંડખોર છે.


તેઓ તેમના પૂર્વજો જેમણે મારો સંદેશ સાંભળવાની ના પાડી તેમનાં પાપો તરફ વળ્યા છે, અને તેમણે અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરી છે. ઇઝરાયલ અને યહૂદિયા એ બન્‍ને રાજ્યના લોકોએ તેમના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.


કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના આરંભથી જ તેમનાં ભૂંડાં આચરણોથી મને નારાજ કર્યો છે અને ઇઝરાયલના વંશજોએ પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરીને મને ક્રોધિત કર્યો છે. હું પ્રભુ આ બોલું છું.


તમારા પૂર્વજોએ, યહૂદિયાના રાજાઓએ અને તેમની રાણીઓએ, તમે અને તમારી પત્નીઓએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં કરેલાં દુષ્કૃત્યો શું તમે ભૂલી ગયા છો?


પણ રણપ્રદેશમાંયે તેમણે મારી સામે બંડ કર્યું અને જેમનું પાલન કરવાથી મનુષ્યને જીવન પ્રાપ્ત થાય છે એવા મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નહિ અને મારા આદેશોનો અમલ કર્યો નહિ. તેમણે સાબ્બાથોને પણ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કર્યા. આથી તેમના ઉપર મારો રોષ ઠાલવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં વિચાર કર્યો.


ત્યારે કેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા હતા તે તમને યાદ આવશે. તમે કરેલાં દુષ્કર્મોને કારણે તમને તમારી જાત પ્રત્યે ઘૃણા પેદા થશે.


પણ તેઓ મારી સામે થયા અને તેમણે મારી વાણી સાંભળવાનો ઇનકાર કર્યો. પોતે જેનું ધ્યાન ધરતા હતા એવી ધિક્કારપાત્ર મૂર્તિઓ ન તો તેમણે ફેંકી દીધી કે ન તો ઇજિપ્તની મૂર્તિઓનો ત્યાગ કર્યો. ત્યારે મેં વિચાર્યું કે હું ઇજિપ્તમાં જ તેમના પર મારો રોષ શમાવીશ.


ત્યારે તમને તમારાં અધમ આચરણ અને દુષ્કર્મો યાદ આવશે અને તમે તમારાં પાપો અને અપરાધોને કારણે પોતાને ધિક્કારશો.


ઇઝરાયલીઓ સાથે કેટલાક પરપ્રજાના લોકો પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમને માંસ ખાવાની તીવ્ર લાલસા હતી. વળી, ખુદ ઇઝરાયલીઓ પણ રડીને ફરિયાદ કરવા લાગ્યા: “ખાવાને માટે અમને માંસ કોણ આપશે?


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનની લાકડી સાક્ષ્યલેખની કરારપેટીની આગળ પાછી મૂકી દે કે વિદ્રોહી ઇઝરાયલીઓને માટે તે નિશાનીરૂપ બને કે મારી સામેની તેમની કચકચ બંધ થાય કે તેઓ માર્યા ન જાય.


તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્‍ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!”


આ યુવતીઓ તેમને તેમના દેવોના યજ્ઞોની મિજબાનીમાં બોલાવતી. ઇઝરાયલના કેટલાક લોકો એમનું ભોજન જમતા અને તેમના દેવોની પૂજા પણ કરતા. આમ, તેઓ પયોરના દેવ બઆલની ભક્તિમાં સામેલ થયા. આથી ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.


સાચે જ હું તો પ્રેષિતોમાં સૌથી નાનામાં નાનો છું. હું પ્રેષિત કહેવડાવવાને લાયક પણ નથી. કારણ, મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી હતી.


તમે જન્મે બિનયહૂદી છો. યહૂદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલા તરીકે ઓળખાવે છે. આ તો શારીરિક સુન્‍નતનો નિર્દેશ છે. તેથી ભૂતકાળમાં તમે કેવા હતા તે યાદ કરો!


કારણ, તમે કેટલા હઠીલા અને બંડખોર છો તે હું જાણું છું. તમે તો મારી હયાતીમાં પ્રભુ વિરૂધ બંડ કર્યું છે, તો મારા મૃત્યુ પછી કેટલું વિશેષ બંડ કરશો!


તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો.


જ્યારથી હું તમને ઓળખતો થયો ત્યારથી તમે પ્રભુ સામે બંડખોર જણાયા છો.


“જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારા માર્ગમાંથી હાંકી કાઢે ત્યારે તમારા મનમાં એમ ન વિચારશો કે ‘અમારા સદાચારને લીધે પ્રભુએ અમને આ દેશનો કબજો અપાવ્યો છે.’ હકીક્તમાં તો આ પ્રજાઓની દુષ્ટતાને લીધે પ્રભુ તેમને તમારી આગળથી હાંકી કાઢવાના છે.


Lean sinn:

Sanasan


Sanasan