Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:4 - પવિત્ર બાઇબલ C.L.

4 “જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારા માર્ગમાંથી હાંકી કાઢે ત્યારે તમારા મનમાં એમ ન વિચારશો કે ‘અમારા સદાચારને લીધે પ્રભુએ અમને આ દેશનો કબજો અપાવ્યો છે.’ હકીક્તમાં તો આ પ્રજાઓની દુષ્ટતાને લીધે પ્રભુ તેમને તમારી આગળથી હાંકી કાઢવાના છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે, ત્યાર પછી તું તારા મનમાં એમ ન કહેતો, ‘મારા ન્યાયીપણાને લીધે યહોવાએ મને અહીં લાવીને આ દેશનો વારસો મને અપાવ્યો છે.’ ખરું જોતાં, એ દેશજાતિઓની દુષ્ટતાને લીધે યહોવા તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી હાંકી કાઢે ત્યારે તમે મનમાં એમ ન કહેતા કે, મારા ન્યાયીપણાને લીધે યહોવાહે મને અહીં લાવીને આ દેશનો વારસો અપાવ્યો છે; ખરું જોતાં તો એ લોકોની દુષ્ટતાને લીધે યહોવાહ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “તમાંરા દેવ યહોવા તેમને તમાંરી આગળથી હાંકી કાંઢે ત્યારે તમે એમ ન માંની લેશો કે, ‘અમે સારા છીએ તેથી યહોવાએ અમને આ પ્રદેશનો કબજો અપાવ્યો છે.’ એ લોકો દુષ્ટ છે તેથી યહોવા તેઓને હાંકી કાઢે છે.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:4
20 Iomraidhean Croise  

ચોથી પેઢીમાં તારા વંશજો અહીં પાછા આવશે; કારણ, અમોરીઓના પાપનો ઘડો હજી ભરાયો નથી.”


“એ માટે તું ઇઝરાયલીઓ કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ‘જે કામ હું કરું છું તે ઇઝરાયલીઓ માટે કરતો નથી, પણ મારા પવિત્ર નામને લીધે કરું છું કે જેને તમે જે જે પ્રજાઓ મધ્યે ગયા ત્યાં કલંક લગાડયું છે.


ઇઝરાયલના વંશજો, યાદ રાખો, કે આ હું તમારે લીધે કરતો નથી. તમે તો તમારા આચરણથી લજ્જિત અને ફજેત થાઓ! હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


તમે જ્યાં વસતા હતા તે ઇજિપ્તના લોકની માફક તમે વર્તશો નહિ અથવા જ્યાં હું તમને લઈ જઉં છું તે કનાન દેશના લોકોના રિવાજો પાળશો નહિ.


એ ખરું છે. અવિશ્વાસને લીધે તેમને તોડી નાખવામાં આવ્યા અને વિશ્વાસને લીધે તું એ સ્થાને ટકી રહ્યો છે; છતાં અભિમાન ન કર, પણ ભય રાખ.


ઈશ્વરની પસંદગી કૃપાથી થઈ છે, અને કાર્યોથી નહિ. જો ઈશ્વરે કરેલી પસંદગી માનવી કાર્યો પ્રમાણે થઈ હોય, તો તેમની કૃપા એ કૃપા જ ન કહેવાય.


મારી વિરુદ્ધ કંઈ હોય તો તેની મને ખબર નથી. પણ એનો અર્થ એ નથી કે હું નિર્દોષ છું. મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.


તમને બીજાઓના ઉપરી કોણે બનાવ્યા? તમારી પાસે જે કંઈ છે તે શું ઈશ્વર તરફથી નથી? તો પછી તમને જે મળ્યું છે તે જાણે કે બક્ષિસ નથી એવી બડાઈ કેમ મારો છો?


તેઓ તેમનાં દેવદેવીઓની પૂજા કરે છે તે પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરશો નહિ; કારણ, તેઓ તો તેમના દેવો માટે જે કાર્યો કરે છે તે પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ અને તિરસ્કારપાત્ર છે. અરે, તેઓ તો તેમના દેવોની વેદીઓ પર પોતાનાં બાળકોનું અગ્નિમાં અર્પણ કરે છે!


કારણ, તમે કેટલા હઠીલા અને બંડખોર છો તે હું જાણું છું. તમે તો મારી હયાતીમાં પ્રભુ વિરૂધ બંડ કર્યું છે, તો મારા મૃત્યુ પછી કેટલું વિશેષ બંડ કરશો!


જો જો મનમાં એમ ન ધારતા કે, ‘મારી પોતાની શક્તિથી અને મારે હાથે જ આ સર્વ સંપત્તિ પ્રાપ્ત કરી છે.’


જ્યારથી હું તમને ઓળખતો થયો ત્યારથી તમે પ્રભુ સામે બંડખોર જણાયા છો.


તમારી નેકી કે તમારા સદાચારને લીધે તમે તેમના દેશનો કબજો લેવાના નથી, પરંતુ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબ સાથે શપથપૂર્વક કરેલો કરાર પૂર્ણ કરવા માટે તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી સમક્ષથી હાંકી કાઢે છે.


“રણપ્રદેશમાં તમે તમારા ઈશ્વર પ્રભુને કેવી રીતે કોપાયમાન કર્યા તે યાદ રાખો અને ભૂલશો નહિ. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા તે દિવસથી આ સ્થળે આવ્યા ત્યાં સુધી તમે પ્રભુની વિરુધ સતત વિદ્રોહ કર્યા કર્યો છે.


આપણાં કાર્યોથી નહિ, પણ ઈશ્વરના હેતુ અને કૃપાને લીધે તેમણે આપણો ઉદ્ધાર કરીને આપણને તેમના અલગ લોક થવાનું આમંત્રણ આપ્યું છે. પ્રારંભથી જ ખ્રિસ્ત ઈસુની મારફતે તેમણે આ કૃપા આપણને આપી છે;


Lean sinn:

Sanasan


Sanasan