Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:29 - પવિત્ર બાઇબલ C.L.

29 છતાં આ તો તમારા પોતાના લોક તથા તમારો વારસો છે કે જેમને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારો હાથ લંબાવીને મુક્ત કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તો પણ તેઓ તમારા લોક તથા તમારો વારસો છે કે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે તથા તમારા લંબાવેલા બાહુ વડે કાઢી લાવ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તો પણ, તેઓ તમારા લોક તથા તેઓ તમારો વારસો છે, જેઓને તમે તમારી મહાન શક્તિ તથા તમારા લંબાવેલા ભૂજથી દેખાડીને બહાર કાઢી લાવ્યા છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 આખરે તો, તેઓ તમાંરા લોકો છે, તેઓ તમાંરી મિલકત છે, તેઓ તમાંરી વિશિષ્ટ માંલિકીની છે અને તમે તમાંરી મહાન શકિત વાપરી તમે તેમને મિસરમાંથી બહાર લાવ્યા છો.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:29
22 Iomraidhean Croise  

તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું, છે. તેમણે એમ કહ્યું હતું કે,


કારણ, આ તો તમે જેમને લોખંડ તપાવવાની ભઠ્ઠીમાંથી એટલે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તે તમારા વારસાસમ લોક છે.


“હે પ્રભુ, આ લોકો તો તમારા સેવકો છે અને તમારી પોતાની પ્રજા છે. તમે જ તમારા સામર્થ્યથી અને તમારા બાહુબળથી તેમને મુક્ત કર્યા છે.


એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે એવું કબૂલ કરો; તેમણે જ આપણને સર્જ્યાં અને આપણે તેમનાં જ છીએ. આપણે તેમના લોક અને તેમની ચરાણનાં ઘેટાં છીએ.


તેથી પોતાના લોકો વિરુદ્ધ પ્રભુનો કોપ સળગી ઊઠયો અને પોતાના વારસા સમ લોક પ્રત્યે તેમને ઘૃણા ઊપજી.


પોતાના સમર્થ ભુજ અને ઉગામેલા હાથ વડે તેમને છોડાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


હે પ્રભુ, તમારા લોકોને ઉગારો, અને તમારા વારસાને આશિષ આપો; તમે તેમનું પાલન કરો અને સાચવો.


તમારા ભુજથી તમે તમારા લોકને, એટલે, યાકોબ અને યોસેફના વંશજોને મુક્ત કર્યા છે.(સેલાહ)


એકમાત્ર તે જ આપણા ઈશ્વર છે; આપણે તેમના લોક, તેમની ચરાણનાં ઘેટાં છીએ. “જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!


હવે જો તમે મને આધીન થશો અને મારો કરાર પાળશો તો તમે મારા અતિ મૂલ્યવાન લોક બની રહેશો. કારણ, સમસ્ત પૃથ્વી મારી છે.


તો તમારી યોજના મને જણાવો; જેથી હું તમારી સેવા કરું અને તમને પ્રસન્‍ન કરું. વળી, આ પ્રજાને તમે તમારા લોકો તરીકે પસંદ કર્યા છે તે વાત પણ લક્ષમાં રાખજો.”


તેણે કહ્યું, “હે પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો તો કૃપા કરીને અમારી સાથે ચાલો. આ લોકો તો હઠીલા છે; છતાં અમારી દુષ્ટતા અને અમારાં પાપોની ક્ષમા આપો, અને તમારા પોતાના લોકો તરીકે અમારો સ્વીકાર કરો.”


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


પ્રાચીનકાળથી તમે જાણે અમારા પર રાજ કર્યું જ ન હોય અને અમે તમારે નામે જાણે ઓળખાતા જ ન હોય એવા અમે થયા છીએ.”


પણ હે પ્રભુ, તમે હવે અમારા પિતા છો. અમે માટી અને તમે અમારા કુંભાર છો. અમે સૌ તમારા જ હાથની કૃતિ છીએ.


મેં મારી મહાન શક્તિથી અને મારા પ્રચંડ બાહુબળથી પૃથ્વીને, માનવજાતને અને તેમાં વસતાં બધાં પ્રાણીઓને બનાવ્યાં છે અને મારી ઇચ્છા પ્રમાણે ચાહું તેને એ ભૂમિ આપું છું.


પરંતુ યાકોબના વંશજોને તો પ્રભુએ પોતાનો હિસ્સો, પોતાને ફાળે આવેલ વારસો કરી લીધા છે.


પરંતુ પ્રભુએ તો તમને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા છે; જેથી તમે આજે છો તેમ તેમના પોતાના લોક તરીકે તેમનો વારસો બનો.


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


પછી પ્રભુએ મને કહ્યું, ‘આ પર્વત પરથી ઊતરીને જલદી જા. કારણ, તારા જે લોકોને તું ઇજિપ્તમાંથી દોરી લાવ્યો છે તેઓ વંઠી ગયા છે. મેં તેમને જે માર્ગ અનુસરવાની આજ્ઞા આપી હતી તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે, અરે, તેમણે તો પોતાને માટે મૂર્તિ બનાવી છે!’


અને મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, તમારા લોક, જે તમારો વારસો છે અને જેમને તમે તમારા મહાન સામર્થ્યથી ઉગાર્યા અને તમારા પ્રચંડ બાહુબળ વડે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા તેમનો નાશ ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan