Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:28 - પવિત્ર બાઇબલ C.L.

28 કદાચ, ઇજિપ્ત દેશના લોકો એમ કહે કે, તમે તમારા લોકને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેમને લઇ જઇ શક્યા નહિ. તેઓ એવું પણ કહેશે કે તમને તમારા લોક પ્રત્યે તિરસ્કાર હોવાથી તમે તેમનો સંહાર કરવા તેમને રણપ્રદેશમાં લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 રખેને જે દેશમાંથી તમે અમને કાઢી લાવ્યા તે [ના લોક] કહે કે, જે દેશ આપવાનું વચન યહોવાએ તેમને આપ્યું હતું તેમાં તે તેઓને લઈ જઈ શક્યા નહિ તે કારણથી, ને તેને તેઓના ઉપર વેર હતું તે કારણથી તેઓને અરણ્યમાં મારી નાખવા માટે તે તેઓને કાઢી લાવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 રખેને જે દેશમાંથી તમે અમને બહાર કાઢી લાવ્યા તે દેશના લોકો કહે કે, ‘કેમ કે જે દેશમાં લઈ જવાનું વચન યહોવાહે આપ્યું હતું તેમાં તે લઈ જઈ શકયા નહિ, કેમ કે તેઓ તેઓને ધિક્કારતા હતા, તેઓ તે લોકોને અરણ્યમાં મારી નાખવા માટે બહાર કાઢી લાવ્યા હતા.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 નહિંતર તું અમને જે દેશમાંથી લઈ આવ્યો છે ત્યાંના લોકો કહેશે કે, “યહોવાએ એ લોકોને જે દેશમાં લઈ જવાનું વચન આપ્યું હતું તેમાં તે લઈ જઈ શકયા નહિ, તે તેમને ધિક્કારતા હતા માંટે તેમને અહીથી બહાર રણમાં માંરવા માંટે લઈ ગયા.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:28
7 Iomraidhean Croise  

ઇજિપ્તીઓને એવું શા માટે કહેવા દેવું કે તમે તમારા લોકોને પર્વતો મધ્યે મારી નાખવા તથા પૃથ્વીના પટ પરથી તેમનો સંપૂર્ણ સંહાર કરવા ઇજિપ્તમાંથી લઈ ગયા? તેથી તમારો ગુસ્સો શમાવી દો; તમારો વિચાર બદલો અને તમારા લોક પર આફત લાવવાનું માંડી વાળો.


પણ તેઓ જે લોકોની વચ્ચે વસતા હતા અને જેમના દેખતાં મેં તેમને ઇજિપ્તદેશમાંથી મુક્ત કરીને પોતાને પ્રગટ કર્યો એ ઇજિપ્તી લોકોની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે તે રીતે હું વર્ત્યો.


‘પ્રભુએ જે દેશ આપવાનું વચન આ લોકોને આપ્યું હતું તેમાં તે તેમને લઈ જઈ શક્યા નહિ તેથી તેમણે બધાને આ રણપ્રદેશમાં મારી નાખ્યા.


તમે તમારા તંબૂઓમાં બડબડાટ કરતાં કહ્યું કે, ‘પ્રભુ આપણને ધિક્કારે છે અને એટલે જ અમોરીઓના કબજામાં સોંપી દઈ આપણો નાશ કરવા તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે.


પણ મારી એવી ધારણા છે કે કદાચ તેમના શત્રુઓ ઊધું સમજશે અને બડાશ મારશે કે, ‘આ કંઈ પ્રભુથી થયું નથી, પણ અમારા બાહુબળથી તેમના લોક પર વિજય પામ્યા છીએ.’


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને સંભારો, અને આ પ્રજાની હઠીલાઈ, તેમની દુષ્ટતા કે તેમનાં પાપ તરફ ન જુઓ.


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


Lean sinn:

Sanasan


Sanasan