Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:27 - પવિત્ર બાઇબલ C.L.

27 તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને સંભારો, અને આ પ્રજાની હઠીલાઈ, તેમની દુષ્ટતા કે તેમનાં પાપ તરફ ન જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તમારા સેવકો ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબનું સ્મરણ કરો. આ લોકોની હઠીલાઈ તરફ તથા તેઓની દુષ્ટતા તરફ તથા તેઓનાં પાપ તરફ ન જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તમારા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને યાદ કરો; આ લોકોની હઠીલાઈ, તેઓની દુષ્ટતા તથા તેઓના પાપની તરફ ન જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તમાંરા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપેલાં વચનોને યાદ કરીને આ લોકોની હઠ અને દુષ્ટતા તથા એમનાં પાપને ધ્યાનમાં લેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:27
19 Iomraidhean Croise  

ઈશ્વરે ખીણપ્રદેશનાં શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે અબ્રાહામને સંભાર્યો, એટલે જે શહેરમાં લોત રહેતો હતો તેનો નાશ કર્યો ત્યારે તેમણે લોતને ઉગારી લીધો.


હે યાહ, જો તમે અમારાં પાપો ધ્યાનમાં રાખો. તો પ્રભુ તમારી સમક્ષ કોણ ઊભું રહી શકે?


વળી, તેઓ પોતાના પૂર્વજો જેવા ન થાય; એ પૂર્વજો તો હઠીલા અને વિદ્રોહી હતા; તેમનાં હૃદય દઢ નહોતાં, અને તેમનો આત્મા ઈશ્વર પ્રતિ વફાદાર નહોતો.


પ્રભુએ તમારા પૂર્વજોને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસી જાતિઓનો જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું તે દૂધમધની રેલમછેલવાળા દેશમાં લાવે ત્યારે પ્રતિ વર્ષે પ્રથમ માસમાં તમારે આ વિધિ પાળવો.


“તું જઈને ઇઝરાયલીઓના આગેવાનોને એકઠા કરીને તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે, અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબના ઈશ્વરે મને દર્શન આપીને આમ કહ્યું છે: ‘મેં તમારી ખબર લીધી છે અને ઇજિપ્તમાં તમારા પર પડતાં દુ:ખો પણ જોયાં છે.


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને યાદ કરો. વળી, તમે તેમને સમ ખાઈને આવું વચન આપ્યું હતું: ‘આકાશના તારાઓ જેટલાં હું તમારાં સંતાન વધારીશ. મારા કહ્યા પ્રમાણે આ આખો દેશ હું તમારા વંશજોને કાયમના વતન માટે આપીશ.”


ન્યાયી ઈશ્વર દુષ્ટના ઘર પર ચાંપતી નજર રાખે છે, અને તે દુષ્ટોને વિનાશમાં ધકેલી દે છે.


તમારા નામની ખાતર અમને તરછોડશો નહિ. તમારા ગૌરવી રાજ્યાસન સમાન યરુશાલેમને અપમાનિત કરશો નહિ. અમારી સાથેનો તમારો કરાર યાદ કરો અને એને તોડશો નહિ.


એ સમય આવશે ત્યારે લોકો શોધે તો પણ ઇઝરાયલમાં કોઈ દોષ જડશે નહિ અને યહૂદિયામાં કોઈ દુષ્ટતા જોવા મળશે નહિ. કારણ, જેમને મેં જીવતા રાખ્યા છે તેમને હું માફી પણ આપીશ. હું પ્રભુ આ બોલું છું.”


ત્યારે હું યાકોબ, ઇસ્હાક અને અબ્રાહામ સાથેનો મારો કરાર યાદ કરીશ અને તેમને દેશ આપવા અંગેનું મારું વચન હું યાદ કરીશ.


હું તો પ્રભુ, તેમનો ઈશ્વર છું. તેમના પૂર્વજોની સાથે મેં કરેલો કરાર યાદ કરીને હું તેમને સમૃદ્ધ કરીશ. બધી પ્રજાઓને મારું સામર્થ્ય દર્શાવવાને માટે મેં તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા; જેથી હું પ્રભુ, તેમનો ઈશ્વર થાઉં.”


અને મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, તમારા લોક, જે તમારો વારસો છે અને જેમને તમે તમારા મહાન સામર્થ્યથી ઉગાર્યા અને તમારા પ્રચંડ બાહુબળ વડે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા તેમનો નાશ ન કરો.


કદાચ, ઇજિપ્ત દેશના લોકો એમ કહે કે, તમે તમારા લોકને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેમને લઇ જઇ શક્યા નહિ. તેઓ એવું પણ કહેશે કે તમને તમારા લોક પ્રત્યે તિરસ્કાર હોવાથી તમે તેમનો સંહાર કરવા તેમને રણપ્રદેશમાં લઈ ગયા.


તે તેના નામ પ્રમાણે મૂર્ખ જ છે.


Lean sinn:

Sanasan


Sanasan