Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તું મને વારીશ નહિ, મને તેમનો નાશ કરી નાખવા દે અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવા દે; અને તારામાંથી હું તેમના કરતાંય વિશાળ અને બળવાન પ્રજા ઉત્પન્‍ન કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મારી આડે આવીશ નહિ, મને તેઓનો નાશ કરવા દે, ને આકાશ નીચેથી તેઓનું નામ મને ભૂંસી નાખવા દે. અને તેઓના કરતાં હું તારાથી એક સમર્થ તથા મોટી દેશજાતિ ઉત્પન્‍ન કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તું મને રોકીશ નહિ, કે જેથી હું તેઓનો નાશ કરીને આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખીશ, હું તારામાંથી તેઓના કરતાં વધારે પરાક્રમી અને મોટી પ્રજા ઉત્પન્ન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તું મને રોકીશ નહિ, હું એમનો નાશ કરનાર છું. પૃથ્વી પરથી હું એમનું નામોનિશાન ભૂંસી નાખીશ, અને તારામાંથી એમના કરતાં વધારે સશકત અને મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:14
19 Iomraidhean Croise  

તો પછી અમે કેવી રીતે તમારી આજ્ઞાઓ ઉથાપીને આ દુષ્ટ લોકો સાથે લગ્નસંબંધ બાંધી શકીએ? જો અમે એમ કરીએ તો તમે અતિશય કોપાયમાન થઈને અમારો એવો વિનાશ કરશો કે કોઈ બચી જઈને બાકી રહે નહિ.


તેથી ઈશ્વરે તેમના લોકનો નાશ કરવા વિચાર્યું. ત્યારે તેમણે પસંદ કરેલો સેવક મોશે વચ્ચે પડયો. અને લોકનો સંહાર કરવા ઉગ્ર બનેલા ઈશ્વરના કોપને શમાવવા તે ઈશ્વરની સંમુખ વિનવણી કરવા ઊભો રહ્યો.


તેના વંશનો ઉચ્છેદ થાઓ. બીજી પેઢીમાં જ તેનું નામ વિસ્મૃત થાઓ.


તમે વિદેશી પ્રજાઓને ધમકાવી છે, અને દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેમનું નામનિશાન સદાને માટે ભૂંસી નાખ્યું છે.


નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે.


વળી, તારા વંશજો રેતીના રજકણો જેટલા થાત અને મારી આગળથી તેમનું નામ નાબૂદ થઈ જાત નહિ કે લોપ થઈ જાત નહિ.”


પ્રભુએ મને કહ્યું, “આ લોકોના ભલા માટે મને પ્રાર્થના કરીશ નહિ.


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમની તરફેણમાં આજીજી કે વિનંતી કરીશ નહિ અથવા મારી પાસે તેમના હક્કમાં મયસ્થી કરીશ નહિ. કારણ, હું તારી અરજ સાંભળવાનો નથી.


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


તો એવી વ્યક્તિને પ્રભુ માફ નહિ કરે, પણ પ્રભુનો ક્રોધાવેશ તેના પર ભભૂકી ઊઠશે અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તેના પર આવી પડશે; અને પ્રભુ આકાશ તળેથી તેનું નામનિશાન ભૂંસી નાખશે.


મેં તેમનો સંપૂર્ણપણે વિનાશ કર્યો હોત, કોઈ તેમનું સ્મરણ સુધાં ન કરે એવું કર્યું હોત;


વિજયધ્વંતો એવી જ રીતે વસ્ત્રો પહેરશે અને ફરશે. વળી, જીવનના પુસ્તકમાંથી હું તેમનાં નામ ભૂંસી નાખીશ નહિ. મારા પિતાની અને તેમના દૂતોની સન્મુખ હું જાહેરમાં કબૂલ કરીશ કે તેઓ મારા છે.


Lean sinn:

Sanasan


Sanasan