Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:13 - પવિત્ર બાઇબલ C.L.

13 “પ્રભુએ મને એમ પણ કહ્યું, ‘આ પ્રજા કેવી હઠીલી છે તે હું બરાબર જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી યહોવાએ મને કહ્યું, ‘મેં આ પ્રજાને જોઈ લીધી છે, ને જો, એ તો હઠીલી પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 વળી યહોવાહે મને કહ્યું, “મેં આ લોકોને જોયા છે; કે તેઓ કેવા હઠીલા લોકો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “વળી યહોવાએ મને કહ્યું, ‘એ લોકો કેવા હઠીલા છે એ મેં જોઈ લીધું છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:13
12 Iomraidhean Croise  

માણસોના પુત્રો આ જે શહેર અને બુરજ બાંધતા હતા તે જોવા પ્રભુ નીચે ઊતરી આવ્યા.


એટલે હવે હું જઈને જોઈશ કે મારી પાસે પહોંચેલી ફરિયાદ પ્રમાણેનાં તેમનાં કામ છે કે કેમ. જો તેમનાં કામ એવાં નહિ હોય તો ય મને ખબર પડશે.”


પણ તેઓ આધીન થયા નહિ; પોતાના ઈશ્વર પ્રભુ પર ભરોસો નહિ રાખનાર તેમના પૂર્વજોની જેમ તેઓ અક્કડ વલણના હતા.


“હે મારા લોકો, સાંભળો; હું બોલું છું. હે ઇઝરાયલ, હું ઈશ્વર, તમારો ઈશ્વર તમારી સામે નિવેદન કરું છું.


કારણ, મેં તારા લોકોનાં શરમજનક કાર્યો જોયાં છે; એટલે કે, તેમનાં વ્યભિચારી કામો, વાસનાભર્યા ખોંખારા તથા ટેકરીઓ પર અને ખેતરોમાં તેમનાં દુષ્કૃત્યો મેં જોયાં છે. તારા લોકોની કેવી દુર્દશા! તેઓ શુદ્ધ થવા ચાહતા નથી. ક્યાં સુધી તારી આવી દશા રહેશે?”


મારે નામે ઓળખાતું આ મંદિર શું તમારી દષ્ટિમાં લૂંટારાઓનું ધામ છે? પણ યાદ રાખો કે મેં એ બધું જાતે જોયું છે. હું પ્રભુ પોતે એ બોલું છું.


ઇઝરાયલમાં મેં કમકમાટી ઉપજાવે એવી બાબત જોઈ છે. મારા લોકોએ, એફ્રાઈમ તથા ઇઝરાયલે મૂર્તિપૂજા આચરીને પોતાને ભ્રષ્ટ કર્યા છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


તેથી તમારાં હૃદયોની સુન્‍નત કરો અને તમારી હઠીલાઇ છોડી દો.


કારણ, તમે કેટલા હઠીલા અને બંડખોર છો તે હું જાણું છું. તમે તો મારી હયાતીમાં પ્રભુ વિરૂધ બંડ કર્યું છે, તો મારા મૃત્યુ પછી કેટલું વિશેષ બંડ કરશો!


આટલું તો સમજો કે તમારી નેકીને લીધે તમારા ઈશ્વર પ્રભુ તમને એ ફળદ્રુપ દેશનો કબજો લેવા દેતા નથી. કારણ, તમે તો હઠીલી પ્રજા છો.


Lean sinn:

Sanasan


Sanasan