Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 8:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ત્યાં તમે કોઈ જાતની ક્સર વિના ખોરાક ખાશો અને ત્યાં કશાની અછત વર્તાશે નહિ. ત્યાંના ખડકોમાં લોઢું છે અને ત્યાંના ડુંગરો ખોદતાં તાંબુ મળી રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જ્યાં તું ધરાઈને અન્‍ન ખાશે, ને તને કશાની ખોટ પડે નહિ એવા દેશમાં; જેના પથ્થર લોઢાના છે, ને જેના ડુંગરોમાંથી તું પિત્તળ ખોદી કાઢી શકે એવા દેશમાં [લઈ જાય છે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 એ એવો પ્રદેશ છે જયાં ખાવાની કોઈ ખોટ નથી, વળી કોઈ વસ્તુની ખોટ પણ નથી, તેમ જ પથ્થરની જેમ ત્યાં ખડકોમાં પુષ્કળ લોખંડ છે અને ટેકરીઓમાં તાંબાની ખાણો પથરાયેલી છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 8:9
8 Iomraidhean Croise  

મંદિર માટે મેં ભારે મહેનત કરીને ચોત્રીસો ટન સોનું અને ચોત્રીસ હજાર ટન ચાંદી એકત્ર કર્યાં છે. વળી, તાંબુ અને લોખંડનો અઢળક જથ્થો છે. મેં લાકડાં અને પથ્થર પણ ભેગાં કર્યાં છે; પણ તારે તેનો વધારે જથ્થો મેળવવો પડશે.


દરવાજાના લાકડાંનાં કમાડોને ખીલા અને ચાપડા લગાવવા તેણે પુષ્કળ લોખંડ અને અણતોલ તાંબુ પૂરું પાડયું.


લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને ખડકમાંથી તાંબુ ગાળવામાં આવે છે.


તમારાં નગરો તાંબા અને લોખંડના સળિયાથી સુરક્ષિત રહો; અને જેવા તમારા દિવસો તેવી તમને શક્તિ મળશે.”


જ્યારે તમે એ વાનાંનો ઉપભોગ કરીને સંતુષ્ઠ થાઓ ત્યારે એવો એ ઉત્તમ દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સોંપવાના છે તેને માટે તમે તેમની સ્તુતિ કરજો.


ત્યાં ઘઉં અને જવ પાકે છે, ત્યાં દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે, ત્યાં ઓલિવ તેલ અને મધ ઉપજે છે.


તમે ત્યાં પહોંચશો ત્યારે તમને ખબર પડશે કે લોકો જરાય શંકાશીલ નથી. એ તો મોટો દેશ છે અને ત્યાં કશાની ખોટ નથી. ઈશ્વરે તમને તે સોંપી દીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan