Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 8:7 - પવિત્ર બાઇબલ C.L.

7 “તમારા ઈશ્વર પ્રભુ તમને જે ઉત્તમ દેશમાં લઈ જાય છે તે આવો છે: ત્યાં નદીનાળાં તથા ખીણો અને પહાડોમાં ફૂટી નીકળતા ભૂગર્ભ ઝરાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે યહોવા તારા ઈશ્વર તને એક ઉત્તમ દેશમાં લઈ જાય છે, એટલે પાણીનાં વહેળિયાંવાળા દેશમાં;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કારણ કે તમાંરા દેવ યહોવા તમને એક સમૃદ્વ ભૂમિમાં લઈ જઈ રહ્યા છે, જયાં પુષ્કળ નદીઓ અને અનેક ઝરણાં ફૂટી નીકળીને પર્વતોમાં અને ખીણમાં વહે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 8:7
17 Iomraidhean Croise  

તે પોતાના ગધેડાને દ્રાક્ષવેલા સાથે બાંધે છે; પોતાની ગધેડીના વછેરાને ઉત્તમ દ્રાક્ષવેલા સાથે બાંધે છે. તે પોતાનાં વસ્ત્ર દ્રાક્ષાસવમાં ધૂએ છે અને પોતાનો પોશાક દ્રાક્ષના રસરૂપી રક્તમાં ધૂએ છે.


ત્યાં સુધી કે સમ્રાટ તમારા દેશ જેવા જ દેશમાં એટલે કે, જ્યાં દ્રાક્ષાસવ માટે દ્રાક્ષવાડીઓ છે અને રોટલી માટે ધાન્ય છે ત્યાં તમારો પુનર્વસવાટ કરાવે; એ તો ઓલિવવૃક્ષો, ઓલિવ તેલ અને મધનો દેશ છે. તમે તેમની આજ્ઞાને આધીન થાઓ તો તમે માર્યા જશો નહિ, પણ જીવતા રહેશો. પ્રભુ તમને છોડાવી લેશે એવી ભ્રમણામાં નાખી હિઝકિયા તમને મૂર્ખ ન બનાવે.


તમે ખીણોમાં ઝરણાં વહાવો છો,અને તેઓ પર્વતો વચ્ચે થઈને વહે છે.


તે પછી તેમણે મનોહર પ્રદેશને તુચ્છ ગણ્યો; કારણ, તેમણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો નહિ.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


પણ પછી હું આવીશ અને તમને તમારા દેશ જેવા ધાન્ય અને નવા દ્રાક્ષાસવના તથા અન્‍ન અને દ્રાક્ષવાડીઓના મારા દેશમાં લઈ જઈશ.


તો હવે તમે મારું ગીત સાંભળો. આ ગીત તો મારા પ્રિયતમ અને તેની દ્રાક્ષવાડી વિષેનું છે: ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષવાડી હતી.


વળી, હું તમને ફળદ્રુપ પ્રદેશમાં લાવ્યો કે જેથી તમે મબલક પાક અને અન્ય ઊપજ ભોગવો, પણ તમે તો અહીં આવીને મારી ભૂમિને ભ્રષ્ટ કરી છે અને મેં તમને વારસા તરીકે આપેલ દેશને ઘૃણાપાત્ર બનાવ્યો છે.


પછી તેણે ઇઝરાયલની ભૂમિમાંથી દ્રાક્ષાવેલાનો રોપો લઇ જઇને ફળદ્રુપ જમીનમાં જળાશય પાસે રોપ્યો. ત્યાં તેની વૃધિ માટે પુષ્કળ પાણી હતું.


તે દિવસે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરીશ અને તમારે માટે મેં પસંદ કરેલા દેશમાં હું તમને લઇ જઇશ. તે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો સૌથી રમણીય દેશ છે.


તે માટે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓનું પાલન કરો, તેમના નિયમો પ્રમાણે વર્તો અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવો.


ત્યાં ઘઉં અને જવ પાકે છે, ત્યાં દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે, ત્યાં ઓલિવ તેલ અને મધ ઉપજે છે.


તમે ત્યાં પહોંચશો ત્યારે તમને ખબર પડશે કે લોકો જરાય શંકાશીલ નથી. એ તો મોટો દેશ છે અને ત્યાં કશાની ખોટ નથી. ઈશ્વરે તમને તે સોંપી દીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan