Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 8:19 - પવિત્ર બાઇબલ C.L.

19 “જો તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી જઈને અન્ય દેવોને અનુસરશો, તેમની ભક્તિ કરશો અને તેમને નમશો તો હું તમને ગંભીર ચેતવણી આપું છું કે તમે વિનાશ પામશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને એમ થશે કે જો તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જઈને બીજા દેવદેવીઓની પાછળ ચાલશે, ને તેમની સેવા કરશે, ને તેમની ભક્તિ કરશે, તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નક્કી નાશ પામશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “જો તમે તમાંરા દેવ યહોવાને ભૂલી જશો અને અન્ય દેવો તરફ વળશો અને પગે પડીને તેમની પૂજા કરશો તો હું તમને આજે સખત ચેતવણી આપી સાવધાન કરું છું કે તમે અચૂક વિનાશ પામશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 8:19
18 Iomraidhean Croise  

અન્ય દેવને અનુસરશો નહિ કે તેમની સેવાપૂજા કરશો નહિ.


પરદેશી, અનાથ અને વિધવાનું શોષણ ન કરો, અને નિર્દોષજનોનું રક્ત ન વહેવડાવો અને અન્ય દેવોની પૂજા કરીને તમારું નુક્સાન વહોરી ન લો,


તેના રાજ્યકાળના પ્રથમ વર્ષે હું ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો અને પ્રભુએ યર્મિયા સંદેશવાહકને જણાવ્યું હતું તે પ્રમાણે યરુશાલેમ સિત્તેર વર્ષ સુધી ખંડિયેર હાલતમાં રહેશે એ વિષે વિચારતો હતો.


પ્રભુ કહે છે, “પૃથ્વીની બધી પ્રજાઓમાંથી મેં માત્ર તમને જ પસંદ કરીને અપનાવ્યા છે. એ માટે હું તમને તમારાં સર્વ પાપની સજા કરીશ.”


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


પ્રભુ કહે છે, “મેં આખી ને આખી પ્રજાઓને નાબૂદ કરી નાખીને તેમનાં શહેરોનો મેં નાશ કર્યો છે અને એ શહેરોના કોટ અને બુરજો ખંડિયેર હાલતમાં પડયા છે. એ શહેરો છોડીને લોકો ચાલ્યા ગયા છે. શેરીઓ ખાલી થઈ ગઈ છે અને ત્યાં કોઈ કહેતાં કોઈ રહ્યું નથી.


“મારા સેવક મોશેનું શિક્ષણ એટલે મારા સર્વ ઇઝરાયલી લોકો પાળે તે માટે જે નિયમો તથા આજ્ઞાઓ મેં તેને સિનાઇ પર્વત પર આપ્યાં તે યાદ રાખો.


ના, હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.


ના! હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.”


ત્યારે સાવધ રહેજો કે તમારું મન લલચાઈ ન જાય અને તમે ભટકી જઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરવા ન લાગો.


જેને વિષે મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા એ દૂધમધની રેલમછેલવાળા દેશમાં હું તેમને લાવીશ અને ત્યાં તેઓ પુષ્કળ ખોરાક મળતાં તાજામાજા થશે ત્યારે તેઓ અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરવા લાગશે; વળી, તેઓ મારો તિરસ્કાર કરશે અને મારો કરાર ઉથાપશે.


તો હું આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન નદીની પેલે પાર જે દેશનો કબજો લેવા તમે જાઓ છો ત્યાં લાંબી મુદત વસી શકશો નહિ, પણ તમારો વિનાશ થઈ જશે.


તો તમારા ઈશ્વર પ્રભુ આ બાકીની પ્રજાઓને હાંકી કાઢશે નહિ. એ પ્રજાઓ તમારે માટે ફાંદા કે ખાડા સમાન જોખમકારક અને તમારી પીઠ પર ચાબૂક અથવા આંખમાં કાંટા સમાન દર્દજનક બની રહેશે; એટલે સુધી કે તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા આ દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ.


પણ જો તમે પાપ કર્યા કરશો તો તમે અને તમારો રાજા નાશ પામશો.”


Lean sinn:

Sanasan


Sanasan