Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 8:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેમણે તમને ઝેરી નાગ અને વીંછીવાળા, સૂકા અને જલવિહીન તથા વિશાળ અને ભયાનક રણમાં થઈને દોર્યા છે; અને તમારે માટે કાળમીંઢ ખડકમાંથી પાણી વહેવડાવ્યું છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જેમણે તને આગિયા સર્પ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યો, જેમણે તારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેવડાવ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 રખે તમે એ દેવ યહોવાને ભૂલી જતા જે તમને ઝેરી સાપ તથા વીંછીઓથી ભરેલા વિશાળ અને ભયંકર રણમાં જઈને, સૂકાભટ નપાણિયા પ્રદેશમાં જઈને તમને દોરી લાવ્યા, કઠણ ખડકમાંથી એમણે તમાંરા માંટે પાણી વહેતું કર્યું,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 8:15
16 Iomraidhean Croise  

ઈશ્વરે ખડકને તોડયો એટલે પાણી ખળખળ કરતું વહ્યું. તે રણપ્રદેશમાં નદીની જેમ વહેવા લાગ્યું.


તે ખડકને જળાશયમાં અને ચકમકના ખડકને ઝરણામાં ફેરવી નાખે છે.


ઈશ્વરે રણપ્રદેશમાં પોતાના લોકોને દોર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


ઈશ્વરનો સંદેશ દક્ષિણના રણપ્રદેશનાં પ્રાણીઓ વિષેનો છે: જ્યાં સિંહ, ઝેરી નાગ અને ઊડતા સર્પ હોય છે એવા વિકટ અને સંકટવાળા પ્રદેશમાં થઈને રાજદૂતો જાય છે. જેની મદદ બિલકુલ વ્યર્થ છે એવા નિરુપયોગી દેશ ઇજિપ્ત માટે તેઓ ગધેડાંની પીઠ પર પોતાની સમૃદ્ધિ અને ઊંટની ખૂંધ પર પોતાનો ખજાનો લઈ જાય છે.


મૃગજળ તે તલાવડી અને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે. એકવાર જ્યાં શિયાળો વસતાં હતાં ત્યાં ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.


જુઓ, હું નવું કાર્ય કરું છું. હવે તે પ્રગટ થઈ રહ્યું છે. શું તમે તે જોઈ શક્તા નથી? હું વેરાનપ્રદેશમાં માર્ગ તૈયાર કરું છું અને રણપ્રદેશમાં નદીઓ વહેતી કરું છું.


તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે અમને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવનાર તથા વેરાન પ્રદેશમાં, રણ અને કોતરોવાળા પ્રદેશમાં, નિર્જળ અને ભયાનક પ્રદેશમાં, જ્યાંથી કોઈ પસાર ન થાય કે જ્યાં કોઈ વસે નહિ એવા પ્રદેશમાં અમને દોરી લાવનાર પ્રભુ ક્યાં છે?


સૂકા અને નિર્જળ પ્રદેશમાં મેં તમારું પાલન કર્યું.


ત્યાર પછી મોશેએ હાથ ઉગામીને ખડક પર બે વાર લાકડી ફટકારી. એટલે ખડકમાંથી પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને બધા લોકોએ તથા ઢોરોએ તે પીધું.


ત્યારે પ્રભુએ તેઓ મધ્યે આગિયા સાપ મોકલ્યા. તેમના કરડવાને લીધે ઘણા ઇઝરાયલીઓ માર્યા ગયા.


એક જ આત્મિક પાણી પીધું હતું. તેમની સાથે સાથે જનાર આત્મિક ખડકમાંથી તેમણે એ પાણી પીધું હતું; એ ખડક તો ખ્રિસ્ત હતા.


“આમ આપણા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબ પર્વતથી અમોરીઓના પહાડીપ્રદેશ તરફ ઉપડયા અને જે વિશાળ અને ભયાનક રણપ્રદેશ તમે જોયો તે, પસાર કરીને આપણે કાદેશ-બાર્નિયા આવી પહોંચ્યા.


“પ્રભુએ તેમને ઉચ્ચપ્રદેશોમાં વસાવ્યા, અને ખેતરોની પેદાશમાંથી ખવડાવ્યું; તેમણે ખડકોની બખોલમાં મળતા મધથી; પથરાળ પ્રદેશમાં પાંગરતાં ઓલિવવૃક્ષોના તેલથી,


Lean sinn:

Sanasan


Sanasan