Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 8:11 - પવિત્ર બાઇબલ C.L.

11 “સાવધ રહેજો કે, હું તમને આજે જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો ફરમાવું છું તેમનું પાલન નહિ કરતાં તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 સાવધાન રહેજે, રખેને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેના વિધિઓ જે હું આજે તને ફરમાવું છું તે ન પાળતાં તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “પરંતુ ખબરદાર! આ વખતે તમાંરા દેવ યહોવાને ભૂલી ન જશો. પુષ્કળ સમૃદ્વિને કારણે યહોવા દેવને ભૂલી ન જતા. અને હું તમને એમના જે કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ સંભળાવું છું તેનું પાલન કરવાનું રખેને ચૂકતા,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 8:11
19 Iomraidhean Croise  

હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર અને તેમનાં સર્વ ઉપકારક કાર્યો તું ભૂલી ન જા.


તેઓ ઇજિપ્તમાં તેમને માટે મહાન કાર્યો કરનાર તેમના ઉદ્ધારર્ક્તા ઈશ્વરને વીસરી ગયા.


જ્ઞાનનો અનાદર કરનાર અબુધો મૃત્યુને ભેટશે, અને મૂર્ખોની બેદરકારી તેમના જ વિનાશનું નિમિત્ત બનશે.


નહિ તો હું સમૃદ્ધિથી છકી જઈને, તમારો નકાર કરું, અને કહું કે, ‘યાહવે તે કોણ?’ અથવા, ગરીબ હોવાને લીધે ચોરી કરીને મારા ઈશ્વરના નામને બટ્ટો લગાડું.


પણ તમે તો આકાશોને પ્રસારનાર અને પૃથ્વીના પાયા નાખનાર તમારા સર્જનહારને વીસરી ગયા છો. તેથી તો તમે તમારા જુલમગારોને લીધે આખો દિવસ સતત ભયમાં રહો છો. પણ તમારા જુલમગારોનો કોપ ક્યાં છે?


જેમ તેમના પૂર્વજો બઆલદેવને લીધે મારું નામ ભૂલી ગયા તેમ તેઓ એકબીજાને પોતાનાં સ્વપ્નો કહીને મારું નામ ભૂલાવી દેવાને ધારે છે.


અથવા અળસી રેસાના કે ઊનના તાણા કે વાણા પર હોય કે ચામડા પર કે તેમાંથી બનાવેલી વસ્તુ પર હોય,


“મારા સેવક મોશેનું શિક્ષણ એટલે મારા સર્વ ઇઝરાયલી લોકો પાળે તે માટે જે નિયમો તથા આજ્ઞાઓ મેં તેને સિનાઇ પર્વત પર આપ્યાં તે યાદ રાખો.


એ કિનારી જોઈને તમને મારી બધી આજ્ઞાઓ યાદ આવશે અને તમે તેમનું પાલન કરશો અને તમારા મનની દુર્વાસના અને આંખોની લાલસાથી પ્રેરાઈને બેવફાઈથી અન્ય દેવોને અનુસરવાનું તમારું વલણ અટકશે.


ત્યારે જે સર્વ આજ્ઞાઓ અને આદેશો હું આજે તમને આપું છું તેમનું ખંતથી પાલન કરજો.


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે તમે ભર્યાં નથી; કૂવાઓ છે, જે તમે ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને ઓલિવ વૃક્ષની વાડીઓ છે, જે તમે રોપી નથી. પ્રભુ તમને એ દેશમાં લાવે અને તમે ત્યાં ખોરાકથી તૃપ્ત થાઓ;


તેથી જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો હું તમને આજે ફરમાવું છું તેમનું પાલન કરો.


ત્યારે તમારું મન ગર્વિષ્ઠ ન થઈ જાય અને તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ તે માટે સાવધ રહેજો. કારણ, એમણે જ તમને ઇજિપ્ત દેશની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા છે.


ઇઝરાયલીઓએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું; તેઓ તેમના ઈશ્વર પ્રભુને વીસરી ગયા અને બઆલ તથા અશેરાની મૂર્તિઓની પૂજા કરી.


Lean sinn:

Sanasan


Sanasan