Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 8:10 - પવિત્ર બાઇબલ C.L.

10 જ્યારે તમે એ વાનાંનો ઉપભોગ કરીને સંતુષ્ઠ થાઓ ત્યારે એવો એ ઉત્તમ દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સોંપવાના છે તેને માટે તમે તેમની સ્તુતિ કરજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તું ખાઈને તૃપ્ત થશે, ને જે ઉત્તમ દેશ યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે તેને લીધે તું તેમની સ્તુતિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવાહ તમારા ઈશ્વરે જે સમૃદ્વ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાહની સ્તુતિ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો ત્યારે તમાંરા યહોવા દેવે જે સમૃદ્વ ભૂમિ તમને આપી છે તે માંટે તમે તમાંરા દેવ યહોવાનો આભાર માંનશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 8:10
14 Iomraidhean Croise  

“છતાં હું અને મારા લોક હકીક્તમાં તમને કંઈ આપી શકીએ તેમ છીએ જ નહિ; કારણ, અમારું જે કંઈ છે તે તમારા તરફથી જ મળેલું છે અને જે તમારું પોતાનું છે તે જ અમે તમને આપ્યું છે.


હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર અને તેમનાં સર્વ ઉપકારક કાર્યો તું ભૂલી ન જા.


તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ.


તો હવે તમે મારું ગીત સાંભળો. આ ગીત તો મારા પ્રિયતમ અને તેની દ્રાક્ષવાડી વિષેનું છે: ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષવાડી હતી.


હવે તમારી પાસે ધરાઇને ખાવા માટે પુષ્કળ ખોરાક છે. તમારે માટે અદ્‍ભુત કાર્યો કરનાર તમારા ઈશ્વર પ્રભુની તમે સ્તુતિ કરશો. મારા લોક ફરી કદી તિરસ્કાર પામશે નહિ.


પછી તેમણે લોકોને ઘાસ પર બેસી જવાનો હુકમ કર્યો. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ દૃષ્ટિ કરીને ઈશ્વરની આશિષ માગી, અને રોટલી ભાંગીને શિષ્યોને આપી. શિષ્યોએ તે લોકોને આપી. દરેકે ધરાઈને ખાધું.


કિનારા પરની જે જગ્યાએ પ્રભુએ ઈશ્વરની સ્તુતિ કર્યા પછી લોકોએ રોટલી ખાધી હતી, ત્યાં તીબેરિયસથી બીજી હોડીઓ આવી પહોંચી.


જે અમુક દિવસને જ અગત્યનો ગણે છે, તે પ્રભુના મહિમાને અર્થે ગણે છે. જે બધું ખાય છે, તે પ્રભુના મહિમાને અર્થે ખાય છે. કારણ, ખોરાકને માટે તે ઈશ્વરનો આભાર માને છે. જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, તે પ્રભુના મહિમાને અર્થે એમ કરે છે, અને તે ઈશ્વરનો આભાર માને છે.


અલબત્ત, તમે ખાઓ, પીઓ કે બીજું જે કંઈ કરો તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો.


જેને વિષે મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા એ દૂધમધની રેલમછેલવાળા દેશમાં હું તેમને લાવીશ અને ત્યાં તેઓ પુષ્કળ ખોરાક મળતાં તાજામાજા થશે ત્યારે તેઓ અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરવા લાગશે; વળી, તેઓ મારો તિરસ્કાર કરશે અને મારો કરાર ઉથાપશે.


ત્યાં તમે કોઈ જાતની ક્સર વિના ખોરાક ખાશો અને ત્યાં કશાની અછત વર્તાશે નહિ. ત્યાંના ખડકોમાં લોઢું છે અને ત્યાંના ડુંગરો ખોદતાં તાંબુ મળી રહે છે.


સર્વ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો. તમે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી તમારે વિષે ઈશ્વરની એ જ ઇચ્છા છે.


Lean sinn:

Sanasan


Sanasan