Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, તેઓ તમારા પુત્રોને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, અને તેઓ અન્ય દેવદેવીઓની ભક્તિ કરવા લાગશે. એમ થશે તો પ્રભુ તમારા પર ક્રોધાયમાન થશે અને તમારો સત્વરે વિનાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે તે તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે. એથી તો યહોવા તમારા પર કોપાયમાન થાય, ને તે જલદી તમારો નાશ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે તેઓ તારા દીકરાઓને મારી આરાધના કરતાં અટકાવશે જેથી તેઓ બીજા દેવોની સેવા કરે. કે જેથી યહોવાહનો ગુસ્સો તમારી વિરુદ્ધ ઊઠે અને તેઓ જલ્દી તમારો નાશ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ તે લોકો તમાંરા સંતાનોને યહોવાની પૂજા કરતાં બીજે વાળશે, અને તેઓ બીજા દેવ દેવીઓને પધ્રૂજવાનું શરૂ કરશે, પછી યહોવા તમાંરા પર રોષે ભરાશે અને સત્વરે તમાંરો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:4
14 Iomraidhean Croise  

યરોબામ રાજાની જેમ પાપ કરવું તેના માટે પૂરતું ન હોય તેમ તેણે સિદોનના રાજા એથબાલની પુત્રી ઇઝબેલ સાથે લગ્ન કર્યાં અને બઆલની ભક્તિ કરી.


તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;


વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે.


નહિ તો જે સર્વ અધમ કાર્યો તેમણે તેમનાં દેવદેવીઓની પૂજામાં આચર્યાં છે તે પ્રમાણે કરવાનું શીખવીને તેઓ તમારા ઈશ્વર પ્રભુની વિરુધ તમારી પાસે પાપ કરાવશે.


તો હું આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન નદીની પેલે પાર જે દેશનો કબજો લેવા તમે જાઓ છો ત્યાં લાંબી મુદત વસી શકશો નહિ, પણ તમારો વિનાશ થઈ જશે.


જો તમે અન્ય દેવદેવીઓની પૂજા કરશો તો તમારા ઈશ્વર પ્રભુનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠશે અને પૃથ્વીના પટ પરથી તે તમારો સમૂળગો વિનાશ કરશે. કારણ, તમારી મધ્યે વસનાર તમારા ઈશ્વર પ્રભુ કોઈ પ્રતિસ્પર્ધી પ્રત્યેની તમારી નિષ્ઠા સાંખી લેતા નથી.


તેઓ ગિલ્યાદમાં રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના લોકો પાસે ગયા,


પણ તમે વફાદાર ન રહેતાં તમારી વચમાં બાકી રહી ગયેલી પ્રજાઓ સાથે હળીમળી જશો અને તેમની સાથે લગ્નસંબંધ બાંધશો


હવે ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું અને તેમણે બઆલ દેવોની સેવા કરી.


ત્યારે પ્રભુ ઇઝરાયલ પર કોપાયમાન થઈને તેમને કહેતા, “આ પ્રજાએ મેં તેમના પૂર્વજોને ફરમાવેલા કરારનો ભંગ કર્યો છે; કારણ, તેમણે મારી વાણી પર લક્ષ આપ્યું નથી.


તેમણે તેમની સાથે લગ્નસંબંધો બાંયા અને તેમના દેવોની પૂજા કરી.


Lean sinn:

Sanasan


Sanasan