Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તમારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ; તમારી પુત્રીઓ તેમના પુત્રો સાથે પરણાવશો નહિ કે તેમની પુત્રીઓ તમારા પુત્રો સાથે પરણાવશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી તારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ. તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી, તેમજ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહિ; તેમ જ તારે તારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમે તેઓની સાથે લગ્નવ્યવહાર ન રાખો. તમાંરા પુત્રોને તેઓની પુત્રીઓ સાથે કે તમાંરી પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:3
14 Iomraidhean Croise  

હું તારી પાસે આકાશ અને પૃથ્વીના ઈશ્વર યાહવેને નામે સોગંદ લેવડાવીશ કે હું જેમની વચમાં વસુ છું તે કનાનીઓની દીકરીઓમાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવીશ નહિ.


એ પ્રજાઓ તેમના દેવો તરફ ઇઝરાયલીઓની નિષ્ઠા વાળી દે એ કારણથી પ્રભુએ ઇઝરાયલીઓને તેમની સાથે આંતરલગ્નની મના કરી હતી; તો પણ શલોમોને તેમની સાથે લગ્ન કર્યાં.


યરોબામ રાજાની જેમ પાપ કરવું તેના માટે પૂરતું ન હોય તેમ તેણે સિદોનના રાજા એથબાલની પુત્રી ઇઝબેલ સાથે લગ્ન કર્યાં અને બઆલની ભક્તિ કરી.


આપણે આપણા ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા કરીએ કે આપણે આ સ્ત્રીઓ તથા તેમનાં બાળકોને તજી દઈશું. એટલે, તમે તથા ઈશ્વરથી ડરીને તેમની આજ્ઞાનું પાલન કરનાર અન્ય આગેવાનો જે સલાહ આપે તે પ્રમાણે કરીએ.


તમારે તમારી પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવવાં નહિ, તેમ જ તમારે તેમની પુત્રીઓ સાથે લગ્ન કરવાં નહિ. ન તો તમારે તેમની સુખસમૃદ્ધિ માટે કંઈ પ્રયાસ કરવો. તો જ તમે બળવાન થશો, દેશની ઉત્તમ પેદાશ ખાશો અને તમારા વંશજો સદા તેનો વારસો ભોગવતા રહેશે.


અમારા દેશમાં વસતી પરપ્રજાઓ સાથે અમે આંતરલગ્નથી જોડાઈશું નહિ.


પણ તેનાં માતપિતાએ તેને પૂછયું, “તારે પત્ની મેળવવા માટે એ પરપ્રજાના પલિસ્તીઓ પાસે શા માટે જવું જોઈએ? તને આપણાં જ કુળમાંથી કે આપણા બધા લોકોમાંથી છોકરી મળતી નથી?” પણ શિમશોને તેના પિતાને કહ્યું, “મારે તો એની જ સાથે લગ્ન કરવું છે. મને તે ગમી ગઈ છે.”


Lean sinn:

Sanasan


Sanasan