Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:25 - પવિત્ર બાઇબલ C.L.

25 “તેમનાં દેવદેવીઓની મૂર્તિઓને તમારે આગમાં બાળી નાખવી. તમે તે મૂર્તિઓ ઉપરના સોનાચાંદીથી લોભાશો નહિ અને તેમને રાખી લેતા નહિ, નહિ તો તમે મૂર્તિપૂજામાં ફસાઈ જશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેઓનાં દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી, તેઓના અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહિ, તેમજ તે તારે માટે લેતો નહિ, રખેને તું તેમાં ફસાઈ પડે; કેમ કે યહોવા તારા ઈશ્વરની નજરમાં એ અમંગળ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેઓના દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના શરીર પરના રૂપા પર કે સોના પર તમે લોભ કરશો નહિ. રખેને તમે તેમાં ફસાઈ પડો; કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની નજરમાં તે શ્રાપિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “તમે લોકો તેઓની મૂર્તિઓને બાળી મૂકો. એ મૂર્તિઓ ઉપરના સોનાચાંદીના મોહમાં પડીને તે ધાતુઓને અડકશો નહિ. જો તમે તે ધાતુઓને લેશો તો તે તમાંરા માંટે ફાંદારૂપ બનશે, કારણ, તમાંરા દેવ મૂર્તિપૂજાને ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:25
22 Iomraidhean Croise  

યોશિયા રાજાએ શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખ્યા અને અશેરા દેવીની પ્રતિમાનું ખંડન કર્યું, અને એનાં સ્થાન માણસોનાં હાડકાંથી ભરી દીધાં.


પલિસ્તીઓ તેમની મૂર્તિઓને પોતાની પાછળ છોડી દઈને ભાગી છૂટયા. દાવિદે તે મૂર્તિઓને બાળી નંખાવી.


“તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તમે તેની પત્નીનો, તેનાં દાસદાસીઓનો, તેનાં ઢોરઢાંકનો, તેનાં ગધેડાંનો અથવા તેની માલિકીની કોઈપણ વસ્તુનો લોભ ન રાખો.”


પછી તેમણે બનાવેલો વાછરડો તેણે આગમાં પીગાળી નાખ્યો. તેણે તેનો ભાંગીને ભૂક્કો કર્યો અને પાણીમાં મેળવી દઈને તે પાણી સર્વ ઇઝરાયલીઓને પીવડાવ્યું.


પરંતુ મોશેએ જવાબ આપ્યો, “એમ કરવું યોગ્ય નથી; કારણ, અમે અમારા ઈશ્વર પ્રભુને જે બલિદાનો ચડાવીએ છીએ તેનાથી ઇજિપ્તીઓને નફરત થશે. ઇજિપ્તીઓને નફરત આવે એવાં બલિદાનો અમે ચડાવીએ તો તેઓ અમને પથ્થરે નહિ મારે?


તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓને અશુદ્ધ ગણી ગંદા ચીંથરાની જેમ ફેંકી દેશો. તમે બૂમ પાડશો, “મારાથી દૂર થા!”


તમે નહિવત્ છો અને તમારાં કાર્યો શૂન્યવત્ છે. તમને દેવ માનનારા તુચ્છકારને પાત્ર છે.


તેણે તે ફૂગવાળાં વસ્ત્ર કે વસ્તુ બાળી નાખવાં. કારણ, તે ખતરનાક અને ચેપી ફૂગ છે. એવાં વસ્ત્ર કે વસ્તુને અગ્નિમાં બાળી નાખીને તેનો અચૂક નાશ કરવો.


“મારાથી વિમુખ થઈને તમે મૂર્તિપૂજા કરશો નહિ અને ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


સમસ્ત માનવજાત અને પશુઓ, પક્ષીઓ અને માછલાંનો નાશ કરીશ. હું દુષ્ટોનું પતન થવા દઇશ. હું સમસ્ત માનવજાતનો નાશ કરીશ અને કોઈ બચી જશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


તમારે તેમની વેદીઓ તોડી પાડવી; તેમના પવિત્ર સ્તંભો ભાંગી નાખવા અને અશેરા દેવીના પ્રતીકરૂપ લાકડાના સ્તંભો આગમાં બાળી નાખવા અને તેમના દેવોની મૂર્તિઓને કાપી નાખવી. એમ તમારે ત્યાંથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું.


તે નગરની લૂંટેલી બધી વસ્તુઓનો નગરના ચોકની વચમાં ઢગલો કરવો અને પછી તમારા ઈશ્વર પ્રભુને સમર્પણ તરીકે તે નગર તથા તેનાં સર્વસ્વને અગ્નિમાં પૂરેપૂરાં બાળી નાખવાં. તે નગર કાયમને માટે ખંડિયેરનો ઢગલો બની રહે, અને ફરી કદી બંધાય નહિ.


“તમે ખોડખાંપણવાળાં વાછરડાં કે ઘેટાં તમારા ઈશ્વર પ્રભુને બલિ તરીકે ચડાવશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેને પણ ધિક્કારે છે.


એ જ પ્રમાણે એવી સ્ત્રી વેશ્યાની કે પુરુષ વેશ્યાની કમાણી તમારે તમારી માનતા પૂરી કરવા માટે તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં લાવવી નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ એ બન્‍નેની કમાણીને ધિક્કારે છે.


‘પ્રભુ જેને ધિક્કારે છે એ પથ્થરની, લાકડાંની કે ધાતુની મૂર્તિ બનાવીને ગુપ્તમાં તેની ભક્તિ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


માટે તમારે તેમની સાથે આ પ્રમાણે વ્યવહાર કરવો: તમારે તેમની વેદીઓ તોડી પાડવી, તેમના પવિત્ર શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખવા, તેમની દેવી અશેરાના પ્રતીકરૂપ કાષ્ટસ્તંભોને ચીરી નાખવા અને તેમની મૂર્તિઓને આગમાં બાળી નાખવી.


પણ મના કરેલી અર્પિત વસ્તુઓ નહિ લેવાની બાબતમાં ઇઝરાયલીઓ વિશ્વાસુ નીવડયા નહિ. યહૂદાના કુળમાંથી ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને મના કરેલી અર્પિત વસ્તુઓમાંથી કંઈક લઈ લીધું, અને ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.


આપણે લૂંટેલી વસ્તુઓમાં મેં એક બેબિલોની જામો, લગભગ અઢી કિલોગ્રામ રૂપું અને આશરે અર્ધા કિલોગ્રામથી વધારે વજનની સોનાની લગડી જોયાં. એ જોઈને મને તેમનો લોભ લાગ્યો એટલે મેં તે લઈ લીધાં. મેં તેમને મારા તંબુમાં દાટી દીધાં છે, અને તેમાં રૂપું સૌથી નીચે મૂકેલું છે.”


તેના કપાળે એક નામ લખેલું હતું જેનો ગુપ્ત અર્થ આવો છે: “મહાનગરી બેબિલોન - પૃથ્વીની બધી વેશ્યાઓ અને વિકૃત ક્માચારીઓની માતા.”


Lean sinn:

Sanasan


Sanasan