Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તમારા ઈશ્વર પ્રભુ તમારા શત્રુઓને તમારા હવાલે કરશે અને તેમનો વિનાશ થઈ જાય ત્યાં સુધી તેમનામાં આતંક ફેલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ યહોવા તારા ઈશ્વર તેઓને તારે સ્વાધીન કરીને મોટા પરાજ્યથી તેઓનો પરાજય કરશે, એટલે સુધી કે તેઓનો પૂરો નાશ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જ્યારે તું તેઓ સાથે યુદ્ધ કરીશ, ત્યારે યહોવાહ તારા ઈશ્વર તને તેઓ પર વિજય આપશે; જ્યાં સુધી તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તે તેઓને ગૂંચવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તમાંરા દેવ યહોવા એ લોકોને તમાંરા હવાલે કરશે, જ્યાં સુધી તેઓ નાશ ન પામે ત્યાં સુધી તે તેઓને યુદ્ધમાં ગભરાતા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:23
11 Iomraidhean Croise  

“જે પ્રજા તમારો વિરોધ કરશે તેમને હું ભયભીત કરીશ. હું તમારા સર્વ દુશ્મનોને તમારી આગળથી નસાડી મૂકીશ.


વિલાપ કરો! કારણ, પ્રભુનો દિવસ પાસે છે. એ તો સર્વસમર્થ ઈશ્વર તરફથી સંહારનો દિવસ થશે.


મારો પીછો કરનારા ભલે શરમાય, પણ હું લજ્જિત ન થાઉ; તેઓ ભલે ભયભીત થાય, પણ હું ભયભીત ન થાઉ. તેમના પર આફત મોકલી આપો, અને તેમનો સદંતર નાશ કરો.


પ્રભુનો દિવસ, એવો દિવસ કે જ્યારે સર્વસમર્થ વિનાશ લાવશે, તે નજીક છે. એ દિવસ કેવી ભયંકરતા લાવશે!


બલ્કે, છાવણીમાંથી એ બધાનો નાશ થાય ત્યાં સુધી પ્રભુનો હાથ તેમની વિરુધ રહ્યો.


પ્રભુ તમને તેમના પર વિજય અપાવશે અને મેં જે સર્વ આજ્ઞાઓ તમને ફરમાવી છે તે પ્રમાણે જ વર્તજો.


જેમ તમારી આગળથી પ્રભુ બીજી પ્રજાઓનો વિનાશ કરવાના છે તેમ, તમારા ઈશ્વર પ્રભુની વાણી સાંભળવાનો ઈનકાર કર્યાને લીધે તે તમારો પણ વિનાશ કરશે.


પરંતુ આજે તમને ખબર પડશે કે તમારા ઈશ્વર પ્રભુ પોતે ભસ્મ કરી નાખનાર અગ્નિની જેમ તમારી આગળ આગળ જશે. જેમ જેમ તમે આગેકૂચ કરશો તેમ તેમ ઈશ્વર પોતાના વચન પ્રમાણે તે પ્રજાઓનો પરાજય કરશે અને તેમને નમાવશે, જેથી તમે તેમને હાંકી કાઢીને તેમનો સત્વરે વિનાશ કરશો.


તેઓ પ્રભુની હાજરીમાંથી અને તેમના મહિમાવંત સામર્થ્યમાંથી અલગ રહેશે અને સાર્વકાલિક નાશની શિક્ષા ભોગવશે.


અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો.


બારાકનો ધસારો થતાં જ પ્રભુએ સીસરાને તથા તેના સર્વ રથો સહિતના સૈન્યમાં આતંક ફેલાવી દીધો. સીસરા પોતાના રથમાંથી ઊતરી પડયો અને દોડતો દોડતો નાસી છૂટયો.


Lean sinn:

Sanasan


Sanasan