Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:17 - પવિત્ર બાઇબલ C.L.

17 “તમારા મનમાં એમ ન ધારશો કે આ પ્રજાઓ અમારા કરતાં સંખ્યામાં વિશાળ છે અને અમે તેમને હાંકી કાઢી શકીશું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જો તું તારા મનમાં એમ ધારે કે આ પ્રજા મારા કરતાં મોટી છે; હું કેવી રીતે તેઓનું વતન તેમની પાસેથી છીનવી લઈ શકું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જો તું તારા મનમાં એમ કહેશે કે, “આ જાતિઓ મારા કરતાં સંખ્યામાં વધારે છે; હું કેવી રીતે તેઓને પરાજિત કરી શકું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “કદાચ તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમાંરા કરતાં ઘણી તાકતવર છે; અમે તેમને શી રીતે કાઢી શકીએ?’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:17
14 Iomraidhean Croise  

તેં તારા મનમાં કહેલું, ‘હું આકાશમાં ચડીશ. હું ઈશ્વરના સર્વ તારાઓથી ય ઊંચે મારી રાજગાદી સ્થાપીશ. હું ઉત્તરના ભાગમાં આવેલા દેવોની સભાના પર્વતના શિખરે બિરાજીશ.


તો હે મોજીલી, પોતાને સહીસલામત સમજનારી,તું તો મનમાં કહે છે કે, ‘હું જ છું અને મારા જેવું બીજું કોઈ છે જ નહિ. હું કંઈ વિધવા થવાની નથી કે મારે સંતાનનો વિયોગ સહન કરવાનો નથી.’


ત્યારે તું તારા મનમાં કહીશ, “આ બધાં બાળકોને કોણે જન્મ આપ્યો? મને તો સંતાનવિયોગ થયેલો અને બીજાં સંતાનની તો આશા નહોતી! મને તો દેશનિકાલમાં ઘસડી જવામાં આવી હતી અને તજી દેવામાં આવી હતી. તો એમને કોણે ઉછેર્યાં? હું તો એકલીઅટૂલી હતી, તો પછી આ બધાં આવ્યાં ક્યાંથી?”


કદાચ તું પૂછે કે, આ બધું મારા પર કેમ આવી પડયું? તો જાણજે કે તારાં ભયાનક પાપને કારણે તારી નગ્નતા ઉઘાડી કરાઈ છે અને તારા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.


આમ, તેઓ ઇઝરાયલીઓમાં દેશની માહિતી સંબંધી પ્રતિકૂળ અહેવાલ ફેલાવવા લાગ્યા. તેમણે કહ્યું, “અમે જે દેશની ફરી ફરીને જાસૂસી કરી તેની ભૂમિ તો તેના રહેવાસીઓને ભરખી ખાનાર ભૂમિ છે અને અમે જોયું કે ત્યાં વસતા બધા લોકો ઊંચા અને કદાવર છે.


પણ પ્રભુએ મોશેને કહ્યું, “તેનાથી બીશ નહિ. કારણ, મેં તેને, તેના બધા લોકોને અને તેના દેશને તમારા હાથમાં સોંપી દીધા છે. તું હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સિહોનના જેવી તેમની દશા પણ કર.”


તમારે તે દેશનો કબજો લઈને તેમાં વસવાટ કરવો; કારણ, મેં તે દેશ તમને આપ્યો છે.


તેમના વિચાર જાણીને ઈસુએ એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું.


આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા.


જો જો, સાવધ રહેજો કે, ઋણમુક્તિનું વર્ષ પાસે છે એમ વિચારીને તમારા મનમાં ઉછીનું નહિ આપવાનો અધમ વિચાર ન આવે; નહિ તો, તમારા ગરીબ ભાઇના સંબંધમાં તમારી દાનત બગડશે, અને તમે તેને કંઈ નહિ આપો. એથી તો તે પ્રભુની આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.


“તમને મનમાં એવો પ્રશ્ર્ન થાય કે, ‘કોઈ સંદેશ પ્રભુ તરફથી મળ્યો નથી એ અમે કેવી રીતે જાણી શકીએ?’


જો જો મનમાં એમ ન ધારતા કે, ‘મારી પોતાની શક્તિથી અને મારે હાથે જ આ સર્વ સંપત્તિ પ્રાપ્ત કરી છે.’


તમારે લીધે તમારા ઈશ્વર પ્રભુએ આ બધી પ્રજાઓની શી દશા કરી છે તે બધું તમે જાતે જોયું છે. તમારા ઈશ્વર પ્રભુએ તમારે પક્ષે રહીને યુદ્ધ કર્યુ હતું.


Lean sinn:

Sanasan


Sanasan