Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:12 - પવિત્ર બાઇબલ C.L.

12 “આ આદેશો લક્ષમાં લઈને તમે તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી સાથેના કરારનું પાલન કરશે અને તમારા પ્રત્યે અવિચળ પ્રેમ દર્શાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને આ હુકમોને લક્ષ આપીને તમે તે પાળશો ને અમલમાં મૂકશો તેથી એમ થશે કે, જે કરાર તથા દયા વિષે યહોવા તારા ઈશ્વરે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે, તે તારી પ્રત્યે તે અદા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો તમે આ હુકમો સાંભળીને તેનું પાલન કરશો અને અમલમાં મૂકશો, તો એવું થશે કે જે કરાર તથા દયા વિષે યહોવાહ તમારા ઈશ્વરે તમારા પિતૃઓ સાથે પ્રતિજ્ઞા લીધી છે, તે તમારી પ્રત્યે તે અદા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “જો તમે લોકો આ કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ ધ્યાનથી સાંભળશો અને ખૂબ કાળજીપૂર્વક તેનું પાલન કરશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પિતૃઓ સાથે કરેલા કરાર પાળશે અને તમાંરા પર કરુણા દર્શાવશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:12
19 Iomraidhean Croise  

“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તમારા જેવો કોઈ દેવ જ નથી. તમે તમારા લોકો સાથે કરેલો કરાર પાળો છો અને તેઓ તમારા પ્રત્યે દયની પૂરી નિષ્ઠા ધરાવે છે ત્યારે તેમના પ્રત્યે તમારો પ્રેમ દર્શાવો છો.


“હે આકાશના ઈશ્વર યાહવે, તમે મહાન અને આદરણીય છો. તમારા પર પ્રેમ રાખનારાઓ અને તમારી આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે તમે વિશ્વાસુ રહીને તમારા કરારનું વચન પાળો છો.


હે ઈશ્વર, અમારા ઈશ્વર, તમે કેવા મહાન છો! તમે કેવા ભયાવહ અને પરાક્રમી છો! તમે કરારપૂર્વક આપેલાં તમારાં વચનો વિશ્વાસુપણે પાળો છો. આશ્શૂરના રાજાઓએ અમારા પર અત્યાચાર કર્યો તે સમયથી આજસુધી અમારા રાજાઓ, આગેવાનો, યજ્ઞકારો અને પૂર્વજો અને અમારા સર્વ લોકોએ કેટલું દુ:ખ સહન કર્યું છે તે યાદ રાખજો.


અને ઈશ્વરના તેમની વિરુદ્ધના ચુકાદાનો અમલ બજાવે. ઈશ્વરનાં સર્વ સંતોની એ જ પ્રતિષ્ઠા છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”


તમારા પૂર્વજોને આપેલું એ વચન તો મેં પૂરું કર્યું છે.” ત્યારે મેં ઉત્તર આપ્યો, “હે પ્રભુ, આમીન!”


મેં પ્રભુ મારા ઈશ્વરને પ્રાર્થના કરી અને મારા લોકનાં પાપની કબૂલાત કરી. મેં કહ્યું, “હે પ્રભુ ઈશ્વર, તમે મહાન છો અને અમે તમારું સન્માન કરીએ છીએ. તમે તમારા કરાર વિષે વિશ્વાસુ છો અને તમારા પર પ્રેમ કરનાર અને તમારી આજ્ઞાઓનું પાલન કરનાર સૌ પર તમારો અખંડ પ્રેમ દર્શાવો છો.


પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો અબ્રાહમ અને યાકોબ સમક્ષ તમે સમ ખાઈને આપેલાં વચન પ્રમાણે તમારું વિશ્વાસુપણું અને તમારો અવિચળ પ્રેમ અમારા પ્રત્યે દેખાડશો.


અબ્રાહામ અને તેના વંશજો પ્રત્યે હંમેશા દયા દર્શાવવાનું તેમણે યાદ રાખ્યું છે!”


જુઓ, મેં એ બધો પ્રદેશ તમને સોંપી દીધો છે. માટે જાઓ અને મેં પ્રભુએ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ તથા તેમના વંશજોને જે પ્રદેશ આપવાના શપથ લીધા હતા તે કબજે કરી લો.”


“જુઓ, આજે હું તમને મારી જે આજ્ઞાઓ ફરમાવું છું તે ધ્યનથી સાંભળીને તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, અને તમારા સાચા દયથી અને પૂરા મનથી તેમની ભક્તિ કરશો તો,


પણ જેઓ મારા પર પ્રેમ રાખે છે તથા મારી આજ્ઞાઓનું પાલન કરે છે તેમના સંબંધમાં તો તેમની હજારો પેઢીઓ સુધી હું અવિચળ પ્રેમ દર્શાવું છું.


તેથી જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો હું તમને આજે ફરમાવું છું તેમનું પાલન કરો.


યાદ રાખો કે તમારા ઈશ્વર યાહવે એકમાત્ર ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે. તેમના પર પ્રેમ કરનારાઓ અને તેમની આજ્ઞાઓનું પાલન કરનારાઓના સંબંધમાં તેમની હજારો પેઢીઓ સુધી તે પોતાનો કરાર પાળે છે અને અવિચળ પ્રેમ દર્શાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan