Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 6:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને સારું હોય તે કરો જેથી તમારું કલ્યાણ થાય અને જે ઉત્તમ દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ સોગંદ લીધા છે તેમાં પ્રવેશીને તમે તેનો કબજો લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યહોવાની નજરમાં જે યથાર્થ તથા સારું હોય તે તું કર. એ માટે કે તારું ભલું થાય, ને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને [આપવાની] યહોવાએ પ્રતિજ્ઞા લીધી છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અને યહોવાહની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાહે સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે અને

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અને યહોવાની નજરમાં જે યોગ્ય અને સારું છે તે જ્યારે તમે કરશો, ત્યારે જ તમાંરું ભલું થશે અને યહોવાએ તમાંરા પિતૃઓને જે સારો દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં દાખલ થઈને તેનો કબજો તમે મેળવી શકશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 6:18
23 Iomraidhean Croise  

વળી, તેમનાથી તમારા આ ભક્તને ચેતવણી મળે છે, તેમનું પાલન અતિ લાભદાયી છે.


તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”


ન્યાયપૂર્વક વર્તનારાઓને ધન્ય છે, તેમનું કલ્યાણ થશે. તેઓ પોતાનાં કર્મોનું પ્રતિફળ માણશે.


“હે પ્રભુ, હું સત્યતાથી અને દયની પૂરી નિષ્ઠાથી તમારી સંમુખ જીવ્યો છું અને તમારી દષ્ટિમાં જે સારું છે તે જ કરતો રહ્યો છું. તો તે સંભારો એવી મારી આજીજી છે.” પછી તે બહુ રડયો.


“તમે પૂછશો કે, ‘પોતાના પિતાનાં પાપને લીધે પુત્રને કેમ સજા થવી ન જોઈએ?’ તેનો ઉત્તર આ છે: પુત્ર ન્યાય, નીતિ અને સચ્ચાઇથી વર્ત્યો છે. તેણે મારા સર્વ નિયમો નિષ્ઠાથી પાળ્યા છે, તેથી તે નક્કી જીવશે.


પણ કોઈ દુષ્ટ માણસ પોતાનાં પાપનો ત્યાગ કરે અને મારા સર્વ નિયમો પાળે અને ન્યાયનીતિ અને સચ્ચાઇથી વર્તે તો તે મરશે નહિ; તે જીવતો રહેશે.


વળી, જો દુષ્ટ પોતાની દુષ્ટતાનો ત્યાગ કરે અને ન્યાયનીતિ તથા સચ્ચાઇથી વર્તે તો તે પોતાની જિંદગી બચાવશે.


જો કોઈ માણસ નેક હોય ને તે ન્યાયનીતિ પ્રમાણે વર્તતો હોય


હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું નક્કી માર્યો જશે,’ પણ જો તે પોતાના પાપથી પાછો ફરીને ન્યાયનીતિથી વર્તે;


એણે પહેલાં કરેલાં પાપ નહિ સંભારતાં હું તેમને માફ કરીશ અને તે ન્યાયનીતિથી વર્ત્યો હોવાથી તે નક્કી જીવશે.


જ્યારે કોઇ દુષ્ટ માણસ પાપ કરવાનું છોડી દઇને ન્યાયનીતિથી વર્તે તો તે જીવતો રહેશે.


જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે.


મને મોકલનાર મારી સાથે છે. તેમણે મને એકલો મૂક્યો નથી; કારણ, તેમને જે ગમે છે તે જ હું હંમેશાં કરું છું.”


આ દુનિયાના ધોરણને અનુસરો નહિ, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઇચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે.


જો લોહી ન ખાઓ, તો એ આજ્ઞાપાલનથી પ્રભુ તમારા પર પ્રસન્‍ન રહેશે અને તમારું તથા તમારા વંશજોનું કલ્યાણ થશે.


આ જે બધી આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે ધ્યનથી સાંભળો; જેથી પ્રભુની દૃષ્ટિમાં સારું અને યથાર્થ વર્તન કર્યાથી તમારું અને તમારા વંશજોનું સદા સર્વદા કલ્યાણ થાય.


તમે તમારા ઈશ્વર પ્રભુની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું ખંતથી પાલન કરો અને તેમની દૃષ્ટિમાં જે સાચું છે તે કરો ત્યારે તેમ બનશે.


આજે હું તમને ઈશ્વરના જે નિયમો અને ફરમાનો શીખવું છું તેમનું પાલન કરો; જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનોનું ભલું થાય અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સદાને માટે આપે છે તેમાં તમે લાંબો સમય વસવાટ કરો.”


જો આ લોકોના દયનું વલણ સદા એવું જ હોય અને મારા પ્રત્યે આધીનતા દાખવીને મારી બધી આજ્ઞાઓ સર્વદા પાળે તો તેમનું તથા તેમના વંશજોનું સર્વદા કલ્યાણ થાય.


તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો.


“તમારા ઈશ્વરે તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સમક્ષ શપથ લીધા હતા તે પ્રમાણે ઈશ્વર તમને તે દેશમાં લઈ જશે. ત્યાં મોટાં નગરો છે, જે તમે બાંધ્યાં નથી;


અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે તમારા બધા શત્રુઓને તમારી આગળથી હાંકી કાઢો.


“સાવધ રહેજો કે, હું તમને આજે જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો ફરમાવું છું તેમનું પાલન નહિ કરતાં તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ.


Lean sinn:

Sanasan


Sanasan