Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 6:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ, સાક્ષ્યવચનો અને ધારાધોરણોનું પૂરા ખંતથી પાલન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ તથા કરારો તથા વિધિઓ તેમણે તને ફરમાવ્યાં છે તે તમે ખંતથી પાળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તમાંરા દેવ યહોવાના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓનું તમાંરે ખૂબ જ કાળજીપૂર્વક પાલન કરવું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 6:17
15 Iomraidhean Croise  

ઈશ્વરનાં સાક્ષ્યવચનો પાળનારાઓને તથા સંપૂર્ણ દયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે.


તમે જ અમને તમારા આદેશો ખંતથી પાળવાનું ફરમાવ્યું છે.


તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


“જુઓ, આજે હું તમને મારી જે આજ્ઞાઓ ફરમાવું છું તે ધ્યનથી સાંભળીને તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, અને તમારા સાચા દયથી અને પૂરા મનથી તેમની ભક્તિ કરશો તો,


“આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તેમનું તમે ખંતથી પાલન કરશો અને ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, તેમના સર્વ માર્ગમાં ચાલશો અને તેમને દૃઢતાથી વળગી રહેશો;


પછી મોશેએ અને ઇઝરાયલના વડીલોએ લોકોને આજ્ઞા આપતાં કહ્યું, “જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને આપું છું તેમનું પાલન કરજો.


મોશેએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેમને કહ્યું, “હે ઇઝરાયલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું તે સાંભળો. તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો.


જો આ લોકોના દયનું વલણ સદા એવું જ હોય અને મારા પ્રત્યે આધીનતા દાખવીને મારી બધી આજ્ઞાઓ સર્વદા પાળે તો તેમનું તથા તેમના વંશજોનું સર્વદા કલ્યાણ થાય.


“તેથી હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી સર્વ આજ્ઞાઓનું કાળજીપૂર્વક પાલન કરો; તેમાંથી જરાય ચલિત થશો નહિ.


આ તો સાચી વાત છે અને તું આ બાબતો પર ખાસ ભાર મૂકે એવું હું ઇચ્છું છું; જેથી ઈશ્વર પર વિશ્વાસ મૂકનારાઓ સારાં કાર્યો પાછળ પોતાનો સમય ગાળવાની કાળજી રાખે.


અમારી એવી ઝંખના છે કે તમારી આશાની પરિપૂર્ણતા માટે તમે સૌ તે આશામાં અંત સુધી ખંત દાખવો.


તેથી પ્રિયજનો, એ દિવસની રાહ જોતાં ઈશ્વરની દૃષ્ટિમાં શુદ્ધ અને કલંકરહિત થવાને તમારાથી બનતું બધું કરો અને તેમની સાથે શાંતિમાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan