Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 5:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તે સમયે તમને પ્રભુની વાણી કહેવાને હું પ્રભુની અને તમારી વચ્ચે ઊભો રહ્યો હતો. કારણ, તમે અગ્નિથી બીતા હતા અને પર્વત પર ચડયા નહોતા. પ્રભુએ કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 [તે સમયે યહોવાની વાણી તમને કહી સંભળાવવાને હું યહોવાની તથા તમારી વચમાં ઊભો રહ્યો હતો; કેમ કે તમે અગ્નિથી ડરી જઈને પર્વત ઉપર ચઢ્યા નહિ.] તે એમ બોલ્યા કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાહે કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તે સમયે યહોવાના શબ્દો તમને સંભળાવવા હું મધ્યસ્થ તરીકે ઊભો હતો, કારણ કે, તમને અગ્નિનો ભય લાગતો હતો અને તમે પર્વત પર તેમની પાસે ગયા ન્હોતા. અને મેં તમને તે કહી સંભળાવ્યા હતા. તેમણે કહ્યું હતું:

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 5:5
15 Iomraidhean Croise  

પછી બે પુરુષો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પણ પ્રભુ અબ્રાહામની સાથે રોકાયા.


તેણે પૂજાંનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો, શિલાસ્તંભો તોડી પાડયા અને અશેરા દેવીની પ્રતિમાઓના ચૂરેચૂરા કરી નાખ્યા. મોશેએ બનાવેલો તામ્રસાપ, જેને તેઓ નેહુશ્તાન કહેતા તેના પણ તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. તે સમય સુધી તો ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા.


તેથી ઈશ્વરે તેમના લોકનો નાશ કરવા વિચાર્યું. ત્યારે તેમણે પસંદ કરેલો સેવક મોશે વચ્ચે પડયો. અને લોકનો સંહાર કરવા ઉગ્ર બનેલા ઈશ્વરના કોપને શમાવવા તે ઈશ્વરની સંમુખ વિનવણી કરવા ઊભો રહ્યો.


ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા.


પ્રભુએ મોશેને કહ્યું, “નીચે જઈને લોકોને ચેતવણી આપ કે તેઓ સીમા ઓળંગીને મને જોવા માટે નજીક ન આવે; જો તેમ કરશે તો ઘણા મૃત્યુ પામશે.


પછી મોશેએ નીચે જઈને એ વાત લોકોને કહી સંભળાવી.


તેમનો શાસક તેમના પોતાનામાંનો જ હશે, અને તેમની મધ્યેથી જ તેમનો અધિકારી થશે; હું તેને આમંત્રણ આપીશ, એટલે તે મારી પાસે આવશે. કારણ, મારા આમંત્રણ વગર મારી પાસે આવીને, પોતાનો જીવને જોખમમાં નાખવાની હિંમત કોણ કરે?


અને તે જીવતાં અને મરેલાંઓની વચ્ચે ઊભો રહ્યો. આમ, રોગચાળો અટકી ગયો.


તો પછી નિયમશાસ્ત્ર આપવાનો હેતુ શો છે? ઉલ્લંઘનોનું ભાન કરાવવા માટે તેને પાછળથી ઉમેરવામાં આવ્યું હતું અને આપવામાં આવેલા વરદાન પ્રમાણે અબ્રાહામનો વંશજ આવે નહિ ત્યાં સુધી નિયમશાસ્ત્રે એ કાર્ય કરવાનું હતું. નિયમશાસ્ત્ર તો દૂતોની મારફતે મયસ્થ દ્વારા આપવામાં આવ્યું હતું.


તેથી મોશે, તમે આપણા ઈશ્વર પ્રભુ પાસે જાઓ અને તે જે કહે તે બધું સાંભળો, અને પછી આપણા ઈશ્વર પ્રભુ તમને જે કહે તે બધું અમને કહેજો અને અમે તે સાંભળીશું અને પાળીશું.’


કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan