Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:7 - પવિત્ર બાઇબલ C.L.

7 આપણે જ્યારે પણ સહાયને માટે વિનંતી કરીએ ત્યારે આપણા ઈશ્વર પ્રભુ જેટલા આપણી નિકટ છે તેટલા અન્ય કઈ પ્રજાના દેવ તેમની નિકટ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર એટલો નિકટનો સંબંધ રાખે છે કે જેટલો યહોવા આપણા ઈશ્વર આપણે તેમની વિનંતી કરીએ ત્યારે આપણી સાથે રાખે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે, જેમ ઈશ્વર આપણા યહોવાહને જયારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “આપણે જેમ આપણા દેવ યહોવાને જયારે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે જ હોય છે. એવો દેવ સાથેનો નિકટનો સંબંધ બીજી કંઈ મોટી કે નાની પ્રજાને છે?

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:7
20 Iomraidhean Croise  

વળી, પૃથ્વીના પટ પર તમારા ઇઝરાયલી લોક જેવી અન્ય કોઈ પ્રજા નથી. તેમને તમારા લોક કરી લેવા માટે તમે જાતે તેમને મુક્ત કરવા ગયા. જેમને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા એ તમારા લોકને તમારા દેશમાં વસાવવા તમે તમારી નામના માટે મોટાં અને ભયંકર કૃત્યો કરીને તેમની આગળથી અન્ય દેશજાતિઓ અને તેમના દેવોને હાંકી કાઢયા.


પ્રભુ તેમને પોકારનાર સર્વની સમીપ છે; સાચા ભાવથી તેમને પોકારનાર સર્વની નિકટ છે.


ઈશ્વરે બીજી કોઈ પ્રજા સાથે આવો વ્યવહાર રાખ્યો નથી; તેઓ તેમના ચુકાદા જાણતા નથી. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સમગ્ર વિશ્વ યાહવેની સ્તુતિ કરો! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


ઈશ્વરે પોતાના લોકોને શક્તિમાન બનાવ્યા છે; જેથી તેમના સર્વ સંતો, એટલે, તેમના પ્રિય ઇઝરાયલ લોક તેમની સ્તુતિ કરે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


પ્રભુ નેકીવાનોની અરજ સાંભળે છે, અને તેમનાં સર્વ સંકટોમાંથી તેમને ઉગારે છે.


પ્રભુ જેમનાં મન દુ:ખથી ભાંગી પડયાં છે તેમની નિકટ છે, અને જેમનો આત્મા દુ:ખમાં દબાઈ ગયો છે તેમને તે બચાવે છે.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


પરંતુ ઈશ્વરની સમીપ રહેવામાં જ મારું કલ્યાણ છે; હે પ્રભુ પરમેશ્વર, હું તો તમારે શરણે આવ્યો છું, જેથી હું તમારાં સર્વ અજાયબ કાર્યો પ્રગટ કરું.


આપણા દેશમાં ઈશ્વરનું ગૌરવ વાસ કરે તે માટે તે તેમના સંતોનો ઉદ્ધાર કરવા તેમની નિકટ છે.


તું મારે મન બહુ મૂલ્યવાન અને સન્માનપાત્ર છે અને મને તારા પર પ્રેમ છે. તેથી તો હું તારે બદલે માણસો અને તારા જીવના બદલામાં પ્રજાઓ આપીશ.


પ્રભુ મળે તેમ છે ત્યાં સુધી તેમને પ્રાપ્ત કરી લો; તે પાસે છે તેટલામાં તેમને હાંક મારો.


યાકોબના વંશજોમાં કોઈ અનીતિ દેખાઈ નથી; ઇઝરાયલીઓમાં કોઈ ઉપદ્રવ જણાયો નથી. પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે છે; તેઓ તેમના રાજા ઈશ્વરનો જયજયકાર પોકારે છે.


ખડકોનાં શિખરો ઉપરથી હું તેમને જોઉં છું. પર્વત પરથી હું તેમને નિહાળું છું. એ તો અલાયદી રહેનાર પ્રજા છે, અને બીજી પ્રજાઓ કરતાં પોતાને વિશિષ્ટ ગણે છે.


તેમણે એટલા માટે એવું કર્યું કે પ્રજાઓ તેમની શોધ કરે અને તેમની હાજરીનો અનુભવ કરતાં કદાચ તેમને પ્રાપ્ત કરે. છતાં હકીક્તમાં ઈશ્વર આપણામાંનાં કોઈથી દૂર નથી.


અને પોતે ઉત્પન્‍ન કરેલી સર્વ પ્રજાઓ કરતાં તમને વિશેષ પ્રશંસા, કીર્તિ અને સન્માન આપવાનું પ્રભુએ જણાવ્યું છે અને તેમના વચન પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા થશો.”


હે ઇઝરાયલ, તમે આશીર્વાદિત છો! પ્રભુએ જેમનો ઉધાર કર્યો હોય એવી તમારા જેવી બીજી કઈ પ્રજા છે? પ્રભુએ ઢાલરૂપે તમારું રક્ષણ કર્યું અને તલવાર રૂપે તમને વિજય અપાવ્યો. તમારા શત્રુઓ તમારી દયાની યાચના કરશે અને તમે તેમની પીઠ ખૂંદી નાખશો.”


“તમારા જન્મ પહેલાના સમયથી શરૂ કરીને છેક ઈશ્વરે માણસને પૃથ્વી પર ઉત્પન્‍ન કર્યો ત્યાં સુધીનો ભૂતકાળ તપાસી જુઓ! અને આકાશનાં એક છેડાથી બીજા છેડા સુધી પણ શોધી જુઓ કે આવો બીજો મહાન બનાવ કદી બન્યો છે? શું એ વિષે કોઈએ કદી સાંભળ્યું છે?


કારણ, અમે બચી ગયા તેમ જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી સાંભળીને કયો માણસ જીવતો બચ્યો છે?


ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ! તમારા હાથ ચોખ્ખા કરો. ઓ દંભીઓ, તમારાં હૃદયો શુદ્ધ કરો.


Lean sinn:

Sanasan


Sanasan