Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:46 - પવિત્ર બાઇબલ C.L.

46 તે સમયે ઇઝરાયલીઓ યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં હતા. આ વિસ્તાર હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોન જેને મોશે તથા ઇઝરાયલીઓએ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશની હદમાં હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો, ને જેને મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ મિસરમાંથી નીકળ્યા પછી પરાજીત કર્યા હતો તેના દેશમાં યર્દન પાર બેથ-પેઓરની સામેની ખીણમાં [તે તેણે કહી સંભળાવ્યા].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 અમોરીઓનો રાજા સીહોન, જે હેશ્બોનમાં રહેતો હતો, જેને મૂસા અને ઇઝરાયલી લોકોએ મિસરમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેને હરાવ્યો હતો, તેના દેશમાં યર્દનની પૂર્વ તરફ, બેથ-પેઓરની સામેની ખીણમાં મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

46 યર્દન નદીની પૂર્વમાં બેથ-પેઓર નગર પાસે મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં. અગાઉ આ દેશ અમોરીઓના રાજા સીહોનના કબજામાં હતો, તેની રાજધાની હેશ્બોન હતી. મૂસા તથા ઇસ્રાએલીઓએ મિસરમાંથી આવતાં એ રાજાને હરાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:46
14 Iomraidhean Croise  

તમે તેમને પ્રજાઓ અને રાજ્યો પર તેમ જ તેમની સરહદ નજીકના દેશો પર જય પમાડયો. તેમણે જ્યાં સિહોન રાજ કરતો હતો તે હેશ્બોનનો દેશ જીતી લીધો અને જ્યાં ઓગનું રાજ હતું તે બાશાનનો દેશ જીતી લીધો.


તેથી ઇઝરાયલીઓએ ઓગને, તેના પુત્રોને અને તેના બધા લોકોને મારી નાખ્યા. એટલે સુધી કે તેઓમાંનું કોઈ બચવા પામ્યું નહિ. ત્યાર પછી ઇઝરાયલીઓએ તેમનો દેશ કબજે કરી લીધો.


અમે યર્દનની પેલે પારના પ્રદેશમાં તેમની સાથે કોઈ વારસો માંગીશું નહિ. કારણ, અહીં યર્દનને પૂર્વ કિનારે અમને વારસો મળી ચૂક્યો છે.”


ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં.


“તે પછી આપણે બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો.”


“એ પ્રમાણે તે સમયે આપણે યર્દન નદીની પૂર્વ તરફ આવેલો આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો બધો પ્રદેશ અમોરીઓના એ બંને રાજાઓ પાસેથી જીતી લીધો.


અને મોઆબ દેશના બેથ-પયોર નગરની સામે આવેલા ખીણપ્રદેશમાં તેને દફનાવવામાં આવ્યો, પણ આજ સુધી તેની કબર વિષે કોઈ જાણતું નથી.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યાર પછી મોશેએ તેમને આ સાક્ષ્યવચનો, ધારાધોરણો અને આજ્ઞાઓ કહી સંભળાવ્યા.


ઇઝરાયલીઓએ તેના દેશનો તથા ઓગ રાજાના દેશનો કબજો કરી લીધો હતો. આ બે રાજાઓ તો યર્દન નદીની પૂર્વે વસનાર અમોરીઓના રાજાઓ હતા.


ઇઝરાયલના લોકોએ યર્દનના પૂર્વ કાંઠા તરફ અરાબાના આખા પૂર્વપ્રદેશ સહિત આર્નોનની ખીણથી ઉત્તરમાં છેક હેર્મોન સુધીનો સમગ્ર પ્રદેશ જીતી લઈ તેમાં વસવાટ કર્યો હતો. એ પ્રદેશના જે બે રાજાઓને તેમણે હરાવ્યા તે આ પ્રમાણે છે:


અમોરીઓના બે રાજાઓને મેં ભમરીઓ મોકલીને હાંકી કાઢયા હતા. એ કંઈ તમારી તલવારો કે ધનુષ્યથી થયું નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan