Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:45 - પવિત્ર બાઇબલ C.L.

45 ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યાર પછી મોશેએ તેમને આ સાક્ષ્યવચનો, ધારાધોરણો અને આજ્ઞાઓ કહી સંભળાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 ઇઝરાયલી લોકો મિસરમાંથી નિકળ્યા ત્યારે મૂસાએ તેઓને જે કરારો તથા વિધિઓ તથા કાનૂનો કહી સંભળાવ્યા તે આ છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 ઇઝરાયલી લોકો મિસરમાંથી રવાના થયા ત્યારે જે કરારો, નિયમો, કાનૂનો તથા હુકમો મૂસા બોલ્યો તે એ છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 તેઓ મિસરમાંથી નીકળ્યા ત્યારે મૂસાએ તે લોકોને આ નિયમો આપ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:45
13 Iomraidhean Croise  

અને તારા ઈશ્વર પ્રભુ તને જે આજ્ઞા આપે તે પ્રમાણે કર. મોશેના નિયમશામાં લખેલા પ્રભુના સર્વ નિયમો અને આજ્ઞાઓ પાળ; જેથી તું જ્યાં જાય ત્યાં સર્વ બાબતોમાં સફળ થાય.


તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે.


પુષ્કળ સંપત્તિમાં રાચવા કરતાં તમારાં નિયમનોનાં અનુસરણમાં મને વધુ આનંદ મળે છે.


ઈશ્વરનાં સાક્ષ્યવચનો પાળનારાઓને તથા સંપૂર્ણ દયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે.


તેમની નિંદા અને અપમાનો મારાથી દૂર કરો, કારણ, હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરું છું.


તમારા આદેશો મારો આનંદ છે; તેઓ મારા સલાહકારો છે.


તમારાં ફરમાનોનું પાલન કરવા મારું આચરણ દઢ થાય તો કેવું સારું!


હું તમારાં ધારાધોરણો સમજીશ, ત્યારે હું નિખાલસ દયથી તમારો આભાર માનીશ.


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


મોશેએ ઇઝરાયલી લોકો સમક્ષ રજૂ કરેલા નિયમો અને ફરમાનો આ છે:


તે સમયે ઇઝરાયલીઓ યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં હતા. આ વિસ્તાર હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોન જેને મોશે તથા ઇઝરાયલીઓએ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશની હદમાં હતો.


તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ, સાક્ષ્યવચનો અને ધારાધોરણોનું પૂરા ખંતથી પાલન કરો.


“ભવિષ્યમાં તમારાં બાળકો તમને આમ પૂછશે: ‘આપણા ઈશ્વર પ્રભુએ આ બધાં સાક્ષ્યવચનો, ધારાધોરણો અને નિયમનોનું પાલન કરવાનું શા માટે ફરમાવ્યું હતું?”


Lean sinn:

Sanasan


Sanasan