Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:40 - પવિત્ર બાઇબલ C.L.

40 આજે હું તમને ઈશ્વરના જે નિયમો અને ફરમાનો શીખવું છું તેમનું પાલન કરો; જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનોનું ભલું થાય અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સદાને માટે આપે છે તેમાં તમે લાંબો સમય વસવાટ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને જે તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવાં કે, તારું તથા તારી પાછળ તારાં છોકરાંનું ભલું થાય, ને જે દેશ યહોવા તમારા ઈશ્વર તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 તેમના કાનૂનો તથા તેમની આજ્ઞાઓ જેનો આજે હું તમને આદેશ આપું છું તે તમારે પાળવા, કે જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનનું ભલું થાય અને ઈશ્વર તમારા યહોવાહ જે દેશ તમને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 આજે હું તમને જે કાનૂનો અને નિયમો આપું છું તેનું તમે પાલન કરજો, જેથી તમાંરું અને તમાંરાં સંતાનોનું ભલું થાય અને તમાંરા યહોવા દેવ જે ભૂમિ તમને આપે છે તેમાં તમે દીર્ધકાળ વસો અને દીર્ધાયુ ભોગવો.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:40
34 Iomraidhean Croise  

જેથી તેઓ ઈશ્વરના આદેશોનું પાલન કરે અને તેમનો નિયમ પાળે; યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ!


“તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય.


તમારા દેશમાં કોઈ સ્ત્રીને કસુવાવડ થશે નહિ કે કોઈ વંધ્યા રહેશે નહિ. હું તમને દીર્ઘાયુષ્ય આપીશ.


અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે.


ધાવણું બાળક થોડા જ દિવસ જીવીને મૃત્યુ પામે અથવા વૃદ્ધ માણસ પાકટ વયનું પૂરું આયુષ્ય જીવવા ન પામે એવું ત્યાં બનશે નહિ. કારણ, કોઈ માણસ સો વર્ષની ઉંમરે મરી જાય તો તે જુવાનવયે મરણ પામ્યો ગણાશે અને સો વર્ષની ઉંમર સુધી પહોંચી નહિ શકનાર પાપી શાપિત કહેવાશે.


જે માણસ આ કરારની શરતો પાળતો નથી તેના પર શાપ ઊતરશે. મેં તમારા પૂર્વજોને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં એ કરાર કર્યો હતો અને તેમને કહ્યું હતું, કે જો તેઓ મારી વાણીને અનુસરશે અને મારી એકેએક આજ્ઞા પ્રમાણે વર્તશે તો તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને હું તેમને દૂધમધની રેલમછેલવાળો દેશ આપીશ.


પછી યર્મિયાએ રેખાબી ગોત્રના લોકોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: તમે તમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાનું પાલન કર્યું છે અને તેની સર્વ સૂચનાઓ પ્રમાણે વર્ત્યા છો અને તેણે ફરમાવ્યું તે સંપૂર્ણપણે પાળ્યું છે,


મેં તમને એ પણ કહ્યું હતું કે, મારી વાણીને આધીન થાઓ એટલે હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો. તમારું સમગ્ર આચરણ મારી આજ્ઞાઓ પ્રમાણે રાખો તો તમારું ભલું થશે.


તો જ હું આ સ્થળે એટલે, જે દેશ મેં તમારા પૂર્વજોને કાયમી વારસા તરીકે આપ્યો હતો તેમાં તમને વસવા દઈશ.


પ્રભુએ કહ્યું, “મારી આજ્ઞાઓ પાળો અને તેનો અમલ કરો; હું પ્રભુ છું.


મોશેએ પોતાના સસરા મિદ્યાની રેઉએલના પુત્ર હોબાબને કહ્યું, “પ્રભુએ જે પ્રદેશ અમને આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માટે અમે પ્રયાણ કરીએ છીએ. તમે પણ અમારી સાથે ચાલો. પ્રભુએ ઇઝરાયલને સમૃધ કરવાનું વચન આપ્યું છે અને અમે તમારી સાથે સંપત્તિ વહેંચીશું.”


“જો તમે મારા પર પ્રેમ કરતા હો, તો તમે મારી આજ્ઞાઓ પાળશો.


જેથી તારું ભલું થાય અને તું પૃથ્વી પર લાંબુ આયુષ્ય ભોગવે.”


અને દૂધમધની રેલમછેલવાળા જે દેશ વિષે પ્રભુએ તમારા પૂર્વજો આગળ શપથ લીધા હતા કે પ્રભુ તે તેમને અને તેમના પછી તેમના વંશજોને આપશે તેમાં તમે લાંબો સમય વસો.


જો લોહી ન ખાઓ, તો એ આજ્ઞાપાલનથી પ્રભુ તમારા પર પ્રસન્‍ન રહેશે અને તમારું તથા તમારા વંશજોનું કલ્યાણ થશે.


આ જે બધી આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે ધ્યનથી સાંભળો; જેથી પ્રભુની દૃષ્ટિમાં સારું અને યથાર્થ વર્તન કર્યાથી તમારું અને તમારા વંશજોનું સદા સર્વદા કલ્યાણ થાય.


બચ્ચાંને લેવા હોય તો લઇ શકો છો, પણ માદાને તમારે જરૂર છોડી દેવી. એમ કરવાથી તમારું કલ્યાણ થશે અને તમને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થશે.


પરંતુ તમારે સાચાં અને અદલ કાટલાં અને માપ રાખવાં; જેથી જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમે દીર્ઘ સમય વાસ કરો.


આ શિક્ષણ કોઈ નિરર્થક વાત નથી. કારણ, તેમાં તમારું જીવન છે અને જે દેશનો કબજો લેવા તમે યર્દનને પેલે પાર જાઓ છો ત્યાં તમે એ વાતથી જ લાંબો સમય વસવાટ કરી શકશો.”


તમારાં નગરો તાંબા અને લોખંડના સળિયાથી સુરક્ષિત રહો; અને જેવા તમારા દિવસો તેવી તમને શક્તિ મળશે.”


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


હું તમને જે આજ્ઞા ફરમાવું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહિ કે તેમાંથી કંઈ ઘટાડો કરવો નહિ; પણ તમારા ઈશ્વર પ્રભુની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તેનું તમે પાલન કરો.


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


તે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરશો તો બીજા દેશોના લોકોની નજરમાં તમે જ્ઞાની તથા સમજુ ગણાશો. તેઓ આ નિયમો વિષે સાંભળીને કહેશે, ‘આ મહાન પ્રજા જ્ઞાની અને સમજુ છે.’


પણ જેઓ મારા પર પ્રેમ રાખે છે તથા મારી આજ્ઞાઓનું પાલન કરે છે તેમના સંબંધમાં તો તેમની હજારો પેઢીઓ સુધી હું અવિચળ પ્રેમ દર્શાવું છું.


‘મેં તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારા માતપિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું છું તેમાં તમે દીર્ઘાયુ બનો અને તમારું કલ્યાણ થાય.


જો આ લોકોના દયનું વલણ સદા એવું જ હોય અને મારા પ્રત્યે આધીનતા દાખવીને મારી બધી આજ્ઞાઓ સર્વદા પાળે તો તેમનું તથા તેમના વંશજોનું સર્વદા કલ્યાણ થાય.


તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો.


પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને સારું હોય તે કરો જેથી તમારું કલ્યાણ થાય અને જે ઉત્તમ દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ સોગંદ લીધા છે તેમાં પ્રવેશીને તમે તેનો કબજો લો.


હે ઇઝરાયલીઓ, તે આજ્ઞાઓ સાંભળો અને કાળજીપૂર્વક તેમનું પાલન કરો: જેથી તમારું કલ્યાણ થાય અને તમે મહાન પ્રજા બનો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે ઉત્તમ અને ફળદ્રુપ દેશમાં વસવાટ કરો.


શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan