Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:3 - પવિત્ર બાઇબલ C.L.

3 બઆલ-પયોરના સ્થાનકે પ્રભુએ જે કંઈ કર્યું તે તમે તમારી નજરે જોયું; એટલે કે, બઆલ-પયોરની પૂજા કરનારા બધા માણસોનો તમારા ઈશ્વર પ્રભુએ તમારી મધ્યેથી વિનાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 બાલ-પેઓરને લીધે યહોવાએ જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે. કેમ કે જે માણસો બાલ-પેઓરના ઉપાસકો હતા તે સર્વનો યહોવા તમારા ઈશ્વરે મારી મધ્યેથી વિનાશ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બઆલપેઓરના લીધે યહોવાહે જે કંઈ કર્યું તે તમારી નજરે તમે જોયું છે; કેમ કે જે બધા માણસો બઆલ-પેઓરને અનુસરતા હતા, તેઓના ઈશ્વર તમારા યહોવાહે તમારી મધ્યેથી નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “બઆલ-પેઓરમાં યહોવાએ જે કંઈ કર્યુ તે તમે પ્રત્યક્ષ જોયું છે. તમાંરા દેવ યહોવાએ તમાંરામાંથી જે કોઈ બઆલ દેવની પૂજા કરવા લાગ્યા હતા તે બધાનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:3
9 Iomraidhean Croise  

એને બદલે, તેમનાં સંતાનોને રણપ્રદેશમાં ચેતવણી આપતાં મેં કહ્યું, ‘તમારા પૂર્વજોના નિયમો પ્રમાણે વર્તશો નહિ. તેમના આદેશોનો અમલ કરશો નહિ, તેમની મૂર્તિઓથી તમારી જાતને વટાળશો નહિ.


પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા.


મોશે અને આરોને સિનાઈના રણપ્રદેશમાં ઇઝરાયલીઓની પ્રથમ વસતી ગણતરી કરી. તેમાંનો કોઈ આ ગણતરીમાં નોંધાયો ન હતો.


પયોર ખાતે બલામની સલાહથી આવી વિધર્મી સ્ત્રીઓએ જ ઇઝરાયલી લોકોને પ્રભુ પ્રત્યે બેવફા બનાવ્યા હતા, અને તેથી પ્રભુની જમાતમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો.


પ્રભુનાં એ બધાં મહાન કાર્યો તમે નજરોનજર જોયાં છે.


પરંતુ તમારા ઈશ્વર પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર તમે બધા આજ સુધી જીવતા રહ્યા છો.


પયોર આગળ આપણા પાપને લીધે પ્રભુએ પોતાના લોકોને રોગચાળો મોકલીને શિક્ષા કરી હતી તે યાદ કરો. હજી આજે પણ આપણે એ દોષથી મુક્ત થયા નથી. શું એ પાપ પૂરતું નહોતું?


Lean sinn:

Sanasan


Sanasan