Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:27 - પવિત્ર બાઇબલ C.L.

27 પ્રભુ તમને અન્ય દેશોમાં વિખેરી નાખશે અને પ્રભુ તમને જે દેશોમાં દોરી જશે તેઓ મધ્યે તમારામાંથી થોડાક લોકો જ બચવા પામ્યા હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને યહોવા તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે, ને જે દેશજાતિઓ મધ્યે યહોવા તમને લઈ જશે તેઓ મધ્યે તમારામાંના થોડા જ બચશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 યહોવા તમને અન્ય પ્રજાઓમાં વેરવિખેર કરી નાખશે અને તમને જે લોકોમાં તે દોરી જશે તેમની વચ્ચે તમે બહુ થોડા જ બાકી રહેશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:27
23 Iomraidhean Croise  

પછી તેમણે કહ્યું, “ચાલો, આપણે પોતાને માટે એક શહેર બાંધીએ અને જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ, જેથી આપણી નામના થાય અને આપણે પૃથ્વી પર વિખેરાઈ ન જઈએ.”


ત્યારે યાકોબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે મને સંકટમાં મૂક્યો છે. આ દેશના વતનીઓ કનાનીઓ તથા પરિઝીઓ મધ્યે તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. મારી પાસે તો થોડા જ માણસો છે, અને જો તેઓ મારી વિરુદ્ધ સંગઠિત થઈ મારા પર હુમલો કરે તો મારા કુટુંબનો નાશ થઈ જાય.”


તેમણે કહ્યું, “જેઓ દેશનિકાલમાંથી બચી જઈ પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં અને અપમાનજનક સ્થિતિમાં છે. યરુશાલેમનો કોટ હજી તૂટેલી હાલતમાં જ છે અને દરવાજાઓ બાળી નાખ્યા પછી સમારવામાં આવ્યા નથી.”


અને જુદા જુદા દેશમાં તેમને વિખેરી નાખશે, અને ત્યાં તેમનાં સંતાનો માર્યા જશે.


ક્તલ થનારાં ઘેટાંની જેમ તમે અમને સોંપી દીધા છે અને પરદેશોમાં વિખેરી નાખ્યા છે.


તમે તો તમારા લોકને વિનામૂલ્યે વેચી દો છો, તેમની વેચાણકિંમતથી તમને કશો નફો થતો નથી,


કોઈ ઓલિવવૃક્ષને ઝૂડયા પછી તેની ટોચે ઓલિવનાં બે કે ત્રણ ફળ રહી જાય અથવા કોઈ લચી પડેલી ડાળી પર ચારપાંચ ઓલિવફળ રહી જાય તે પ્રમાણે ઇઝરાયલમાંથી બહુ થોડા લોક બચી જશે. હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ એ બોલ્યો છું.”


તેથી હું તમને આ દેશમાંથી તમારા પૂર્વજો કે તમે જાણતા નથી એવા દેશમાં હાંકી કાઢીશ. ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની પૂજા કર્યા કરજો! હું તમારા પર દયા દર્શાવીશ નહિ.”


તેથી તું એમને કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કે મેં તેમને દૂરદૂરની પ્રજાઓમાં મોકલી દીધા છે અને તેમને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, છતાં, જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું હાલ પૂરતું તેમને માટે મંદિર બન્યો છું.”


હું તેમને અન્ય પ્રજાઓમાં અને દેશદેશમાં વેરવિખેર કરી નાખીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


આથી મેં રણપ્રદેશમાં બીજા શપથ લીધા કે હું તેમને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખીશ અને વિશ્વના દેશોમાં તેમને વેરવિખેર કરી દઇશ.


હું તમને અન્ય પ્રજાઓમાં અને વિવિધ દેશોમાં વિખેરી નાખીશ અને તમારા ભૂંડાં કામોનો અંત આણીશ.


ત્યાં મેશેખ અને તૂબાલ છે. તેમની ચારે તરફ તેમના સૈનિકોની કબરો છે. એ બધા પરપ્રજાના લોક હતા અને લડાઇમાં માર્યા ગયા હતા. એક સમયે તેઓ પૃથ્વીના લોકો પર ત્રાસ વર્તાવતા હતા.


હે પ્રભુ, તમે હમેશા સાચું જ કરો છો, પણ અમે હમેશા અમારી જાતને કલંક લગાડયું છે. યહૂદિયા અને યરુશાલેમમાં વસનારા તેમ જ તમારા પ્રત્યેના અવિશ્વાસુપણાને લીધે દૂરના કે નજીકના દેશોમાં વિખેરી નંખાયેલા સર્વ ઈઝરાયલીઓ વિષે એ સાચું છે.


મારા ઈશ્વર તેમનો નકાર કરશે, કારણ, તેમણે તેમનું સાંભળ્યું નથી. તેથી તેઓ વિદેશી પ્રજાઓમાં ભટકશે.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.


“જે દેશ વિષે તમે તથા તમારા પૂર્વજો જાણતા નથી તે દેશમાં પ્રભુ તમને તેમજ જે રાજા તમે પોતા પર નિયુક્ત કરશો તેને લઈ જશે. ત્યાં તમે અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિની પૂજા કરશો.


પ્રભુએ ભારે ક્રોધાવેશમાં અને તેમના ઉગ્ર રોષમાં તેમને તેમના દેશમાંથી ઉખેડી નાખ્યા અને વિદેશમાં ધકેલી દીધા અને આજે પણ તેઓ ત્યાં જ છે.”


તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પર દયા કરીને તમારી દુર્દશા પલટી નાખીને તમને આબાદ કરશે. જે દેશોમાં તેમણે તમને વિખેરી નાખ્યા હતા ત્યાંથી તે તમને તમારા દેશમાં પાછા એકત્ર કરશે.


મેં તેમનો સંપૂર્ણપણે વિનાશ કર્યો હોત, કોઈ તેમનું સ્મરણ સુધાં ન કરે એવું કર્યું હોત;


Lean sinn:

Sanasan


Sanasan