Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હું તમને જે આજ્ઞા ફરમાવું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહિ કે તેમાંથી કંઈ ઘટાડો કરવો નહિ; પણ તમારા ઈશ્વર પ્રભુની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તેનું તમે પાલન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જે વચન હું તમને ફરમાવું છું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહિ, તેમજ તેમાં તમારે કંઈ ઘટાડો કરવો નહિ. એ માટે કે યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે તમે પાળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. એ માટે કે ઈશ્વર તમારા યહોવાહની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હું તમને જે આજ્ઞા કરું છું તેમાં તમાંરે કશો વધારો કે ઘટાડો કરવો નહિ. હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું તેનું જ તમાંરે પાલન કરવું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:2
21 Iomraidhean Croise  

જેથી તે નવી પેઢી ઈશ્વર પર ભરોસો રાખે, અને તેમનાં મહાન કાર્યો વીસરી ન જાય, પરંતુ સદા તેમની આજ્ઞાઓ પાળે.


તેથી ઈશ્વર જે બોલ્યા છે તેમાં તું કંઈ ઉમેરો ન કર; નહિ તો ઈશ્વર તને ઠપકો આપશે અને તને જૂઠો પુરવાર કરશે.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


પ્રભુએ પોતાના મંદિરમાં તેને બોલવાનું કહ્યું: “મારા મંદિરના ચોકમાં ઊભો રહે અને યહૂદિયાનાં સર્વ નગરોમાંથી મારા મંદિરમાં ભક્તિ કરવા આવનાર લોકોને સંબોધીને મેં તને જે કહેવાની આજ્ઞા આપી છે તે બધું કહે; એક શબ્દ પણ છોડી દઈશ નહિ;


હું તમને સાચે જ કહું છું: આકાશ અને પૃથ્વીની હયાતી ભલે મટી જાય, પણ બધું જ નિયમશાસ્ત્ર પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંની નાનામાં નાની વાત કે ઝીણામાં ઝીણી વિગત નાબૂદ થવાની નથી.


આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’તમારા મિત્રો પર પ્રેમ રાખો અને દુશ્મનોનો ધિક્કાર કરો.’


ભાઈઓ, તો હું વ્યાવહારિક ઉદાહરણ આપું: જ્યારે બે વ્યક્તિ કોઈ બાબત સંબંધી સંમત થાય અને કરારનામા પર સહી કરે, ત્યાર પછી કોઈ તેને તોડી શકતું નથી કે તેમાં ઉમેરો કરી શકતું નથી.


પ્રભુએ ઇઝરાયલીઓને જે જે કહેવા મોશેને આજ્ઞા આપી હતી તે સર્વ મોશેએ તેમને ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ચાલીસમા વર્ષના અગિયારમા મહિનાના પ્રથમ દિવસે કહી સંભળાવ્યું.


હું તમને જે જે આજ્ઞાઓ આપું છું તે સર્વનું તમારે કાળજીપૂર્વક પાલન કરવું; તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.


“જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક અથવા સ્વપ્નદષ્ટા ઊભો થાય,


મોશેએ અમને એટલે, યાકોબના જનસમુદાયને, વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.


અને તે સમયે પ્રભુએ મને ફરમાવ્યું કે હું તમને નિયમો અને ફરમાનો શીખવું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તેનો કબજો લેવાના છો ત્યાં તમે તેમનું પાલન કરો.


આજે હું તમને ઈશ્વરના જે નિયમો અને ફરમાનો શીખવું છું તેમનું પાલન કરો; જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનોનું ભલું થાય અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સદાને માટે આપે છે તેમાં તમે લાંબો સમય વસવાટ કરો.”


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


જો આ લોકોના દયનું વલણ સદા એવું જ હોય અને મારા પ્રત્યે આધીનતા દાખવીને મારી બધી આજ્ઞાઓ સર્વદા પાળે તો તેમનું તથા તેમના વંશજોનું સર્વદા કલ્યાણ થાય.


“તેથી હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી સર્વ આજ્ઞાઓનું કાળજીપૂર્વક પાલન કરો; તેમાંથી જરાય ચલિત થશો નહિ.


માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા; અને મારા સેવક મોશેએ તમને આપેલો નિયમ પૂરેપૂરો પાળવાની તું કાળજી રાખ. તારે એમાંથી લેશમાત્ર ચલિત થવાનું નથી; એમ કરીશ તો તું જ્યાં કહીં જશે ત્યાં સફળ થશે.


સ્ત્રીઓ અને બાળકો સહિત તેમજ ઇઝરાયલીઓની વચમાં રહેતા પરદેશીઓ સહિત એકત્ર થયેલી આખી સભા સમક્ષ યહોશુઆએ મોશેની બધી જ આજ્ઞાઓ વાંચી સંભળાવી.


Lean sinn:

Sanasan


Sanasan