Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:19 - પવિત્ર બાઇબલ C.L.

19 વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તમે, આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર કે તારાઓની સેવાપૂજા કરશો નહિ. તમાંરા દેવ યહોવાએ એમને તો પૃથ્વી પર વસતા બધાં લોકોના લાભ માંટે આપેલા છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:19
30 Iomraidhean Croise  

પછી ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસને જુદાં પાડવા માટે આકાશના ધુમ્મટમાં જ્યોતિઓ થાઓ. એ જ્યોતિઓ દિવસો, વર્ષો અને ઋતુઓનો સમય સૂચવવા ચિહ્નરૂપ બની રહો.


આમ, ઈશ્વરે આકાશ તથા પૃથ્વી અને સમસ્ત સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ કર્યું.


તેમણે તેમના ઈશ્વર પ્રભુના સઘળા નિયમોનો ભંગ કર્યો અને ભક્તિ માટે ધાતુમાંથી ઢાળેલા બે વાછરડા બનાવ્યા. તેમણે અશેરા દેવીની પ્રતિમા બનાવી, નક્ષત્રમંડળની ભક્તિ કરી અને બઆલની સેવાપૂજા કરી.


તેના પિતા હિઝકિયાએ તોડી પાડેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનોને તેણે ફરી બંધાવ્યાં. ઇઝરાયલના રાજા આહાબની જેમ તેણે બઆલની પૂજા માટે વેદીઓ બનાવી અને અશેરા દેવીની પ્રતિમા બનાવી. વળી, મનાશ્શાએ આકાશનાં નક્ષત્રમંડળોની પણ પૂજા કરી.


સૂર્યપૂજા માટે યહૂદિયાના રાજાઓએ અર્પણ કરેલા ઘોડા તેણે દૂર કર્યા અને એ પૂજામાં વપરાતા રથ બાળી નાખ્યા. (એ બધા દરવાજા પાસે મંદિરના ચોકમાં અને નાથાન મેલેખ નામના ઉચ્ચ અધિકારીના નિવાસસ્થાનની નજીક રાખવામાં આવતા હતા.)


પોતાના પિતા હિઝકિયાએ તોડી પાડેલ પૂજાનાં ઉચ્ચસ્થાનો તેણે ફરી બાંધ્યાં. તેણે બઆલની ભક્તિ માટે વેદીઓ બાંધી, અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી અને તારામંડળની ભક્તિ કરી.


પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે.


ન તો વાણી છે, ન શબ્દો; કોઈ વનિ પણ સંભળાતો નથી.


યરુશાલેમના નિવાસો અને યહૂદિયાના રાજાઓના મહેલો તથા જે ઘરોનાં ધાબાઓ પર આકાશનાં નક્ષત્રોને ધૂપ બાળ્યો છે તથા અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં છે તે બધાં તોફેથના કબ્રસ્તાન જેવા થઈ જશે.”


જે પ્રભુ દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યને અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને નક્ષત્રોને તેમની કક્ષામાં પરિભ્રમણ કરાવે છે, અને સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાં ગર્જી ઊઠે, તેમનું નામ સેનાધિપતિ યાહવે છે;


પણ હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો દિવસ અને રાત સાથેનો મારો કરાર ટકે નહિ અને જો મેં આકાશ તથા પૃથ્વીના અચળ નિયમો ઠરાવ્યા ન હોય,


સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેના પર તેઓ અહોભાવ રાખતા હતા, જેમની તેઓ પૂજા કરતા હતા, અનુસરતા હતા અને સલાહ પૂછતા હતા, અને જેમને તેઓ નમન કરતા હતા તેમની સમક્ષ તે હાડકાં વેરવામાં આવશે; એ હાડકાં એકઠાં કરીને દફનાવાશે નહિ, પણ ભૂમિના પૃષ્ઠ પર ખાતરરૂપ પડયાં રહેશે.


અને પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો ન હોય, પડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરતો ન હોય અને રજ:સ્વલા સ્ત્રી સાથે સમાગમ કરતો ન હોય,


પછી તે મને પ્રભુના મંદિરના અંદરના પટાંગણમાં લઈ આવ્યો, ત્યાં પ્રભુના મંદિરના પ્રવેશદ્વાર પાસે, પરસાળ તથા યજ્ઞવેદીની વચ્ચે આશરે પચીસ માણસો હતા. તેમની પીઠ પ્રભુના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વમાં જોઈને સૂર્યની પૂજા કરતા હતા.


ઘરની અગાશી ઉપર સૂર્ય, ચંદ્ર અને તારામંડળની ભક્તિ કરવા જનારાઓનો હું નાશ કરીશ. જેઓ મારી ભક્તિ કરે છે અને મને વફાદાર રહેવાના સોગન ખાય છે અને વળી મિલ્કોમ દેવના પણ સોગન ખાય છે તેમનો હું સંહાર કરીશ.


જેથી તમે આકાશમાંના ઈશ્વરપિતાના પુત્રો બની રહો. કારણ, તે ભલા તથા ભૂંડા બંને પર સૂર્યને ઉગાવે છે. તેમ જ સારું કરનાર તથા ખરાબ કરનાર બંને પર વરસાદ વરસાવે છે.


એટલે ઈશ્વર તેમની વિરુદ્ધ થયા, અને સંદેશવાહકોનાં પુસ્તકમાં લખેલું છે તેમ, તેમણે તેમને આકાશના તારાઓની ભક્તિ કરવા માટે તજી દીધા: ‘હે ઇઝરાયલી લોકો, રણપ્રદેશમાં ચાલીસ વર્ષ સુધી પ્રાણીઓ કાપીને તેનાં બલિદાનો તમે કંઈ મને ચઢાવ્યાં હતાં?


તેઓ ઈશ્વરના સત્યને બદલે જૂઠ સ્વીકારે છે અને સરજનહારની (જે સર્વકાળ સ્તુતિને યોગ્ય છે; આમીન) ભક્તિ કરવાને બદલે સર્જનની સેવાભક્તિ કરે છે.


તમારે તેનો પથ્થરો મારીને ઘાત કરવો. કારણ, તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરીને ત્યાંથી દોરી લાવનાર તમારા ઈશ્વર પ્રભુ પાસેથી તમને ભટકાવી દેવાનો તેણે પ્રયત્ન કર્યો છે.


એવો સંદેશવાહક કે સ્વપ્નદષ્ટા તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુ વિરુધ તમને ઉશ્કેરે છે અને જે માર્ગે ચાલવાની તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે, તેમાંથી તમને ભટકાવી દેવા માગે છે. તેથી તમારે એને મારી નાખવો, અને એ રીતે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


પેટે ચાલનાર પ્રાણીની અથવા પૃથ્વી નીચેના પાણીમાંની માછલીની પ્રતિમા ન બનાવો.


Lean sinn:

Sanasan


Sanasan