Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:15 - પવિત્ર બાઇબલ C.L.

15 “હોરેબ પર્વત પર પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ. તેથી પોતા વિષે અત્યંત સાવધ રહો કે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 માટે પોતા વિષે ઘણી સંભાળ રાખો. કેમ કે હોરેબમાં યહોવા અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 “માટે પોતાના વિષે સાવધ રહેજો, જે દિવસે તમે હોરેબમાં યહોવાહને અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે કોઈ આકાર જોયો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “સાવધાન રહેજો. જે દિવસે તમે હોરેબમાં યહોવાને અગ્નિમાંથી તમાંરી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે દેવની કોઈ આકૃતિ જોઈ નહોતી,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:15
22 Iomraidhean Croise  

ધરતીકંપ પછી અગ્નિ આવ્યો; પણ પ્રભુ અગ્નિમાં પણ નહોતા. અગ્નિ પછી એક ધીમો કોમળ અવાજ હતો.


યુવાન માણસ પોતાનું આચરણ કેવી રીતે શુદ્ધ રાખી શકે? તમારા બોધ પ્રમાણે વર્તવાથી.


ઇઝરાયલીઓ રફીદીમ- માંથી નીકળ્યા, અને ઇજિપ્તમાંથી નીકળ્યાને ત્રીજા માસને પ્રથમ દિવસે તેઓ સિનાઈના રણપ્રદેશમાં આવ્યા. તેમણે સિનાઈ પર્વતની તળેટીમાં પડાવ નાખ્યો.


“તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો.


પૂરા ખંતથી મારા મનની ચોકી રાખ, કારણ, તેમાંથી જ જીવન ઉદ્ભવે છે.


તારા યેયથી જમણી કે ડાબી તરફ લેશમાત્ર ફંટાતો નહિ, અને તારાં પગલાં ભ્રષ્ટતાથી દૂર રાખ.


તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કોની સાથે તમે તેમના સ્વરૂપની તુલના કરશો?


હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો તમને તમારો જીવ વહાલો હોય તો સાબ્બાથદિને કોઈ બોજ ઊંચકશો નહિ અને યરુશાલેમના દરવાજાઓમાં થઈને સાબ્બાથદિને કશું અંદર લાવશો નહિ.


પ્રભુએ તમને તમારી પત્ની સાથે એક શરીર અને એક આત્મા કર્યા નહોતા? એમ કરવામાં તેમનો હેતુ શો હતો? એ જ કે તમને જે સંતાન થાય તે ઈશ્વરના ખરેખરા લોક હોય. તેથી તમારામાંનો કોઈ પોતાની પત્ની સાથેનો કરાર તોડે નહિ તેની તકેદારી રાખે.


જે દશ આજ્ઞાઓ પ્રભુએ તમે એકત્ર થયા તે દિવસે પર્વત ઉપર અગ્નિ મધ્યેથી કહી હતી તે તેમણે પાટીઓ પર પહેલા લખાણ પ્રમાણે લખી અને પ્રભુએ તે પાટીઓ મને આપી.


ગાઢ અંધકાર અને ઘનઘોર વાદળો છવાઈ ગયાં હતાં. પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા. તમે શબ્દોનું ઉચ્ચારણ તો સાંભળ્યું પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહિ; તમે માત્ર અવાજ સાંભળ્યો.


અને તે સમયે પ્રભુએ મને ફરમાવ્યું કે હું તમને નિયમો અને ફરમાનો શીખવું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તેનો કબજો લેવાના છો ત્યાં તમે તેમનું પાલન કરો.


તેથી સાવધ રહેજો અને તમારા ઈશ્વર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર વીસરી જશો નહિ અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરીને કોઈ પણ આકારની મૂર્તિ બનાવશો નહિ.


તમને બોધ આપવા માટે તેમણે તમને આકાશમાંથી પોતાની વાણી સંભળાવી અને અહીં પૃથ્વી પર મહાન અગ્નિ દેખાડયો અને તે અગ્નિ મધ્યેથી તમે તેમના શબ્દો સાંભળ્યા.


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


પ્રભુ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી તમારી સાથે રૂબરૂ બોલ્યા હતા.


તમે તમારે માટે મૂર્તિ ન બનાવો. આકાશમાં, પૃથ્વી પર કે પૃથ્વી નીચેના પાણીમાં જે કાંઈ હોય એના આકારની પ્રતિમા તમે ન બનાવો.


પ્રભુએ મને ઈશ્વરની આંગળીથી લખાયેલી બે શિલાપાટીઓ સોંપી; તમે પર્વત પાસે એકત્ર થયા ત્યારે તે પાટીઓ પર પ્રભુએ અગ્નિ મધ્યેથી આપેલી આજ્ઞાઓ લખેલી હતી.


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


તેથી તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવામાં ખંત દાખવો.


Lean sinn:

Sanasan


Sanasan