Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 34:9 - પવિત્ર બાઇબલ C.L.

9 નૂનનો પુત્ર યહોશુઆ ઈશ્વરીય જ્ઞાનથી ભરપૂર હતો; કારણ, મોશેએ તેને શિરે હાથ મૂકી તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો હતો. ઇઝરાયલી લોકો તેને આધીન થયા અને એમ પ્રભુએ મોશે દ્વારા તેમને આપેલી આજ્ઞાઓનું પાલન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને નૂનનો દીકરો યહોશુઆ નથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. અને ઇઝરાયલી લોકોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આ આપી હતી તેમ તેઓએ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 નૂનનો દીકરો યહોશુઆ ડહાપણના આત્માથી ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના પર પોતાના હાથ મૂક્યા હતા. તેથી ઇઝરાયલી લોકોએ તેનું સાંભળ્યું અને યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 નૂનનો પુત્ર યહોશુઆ જ્ઞાનના આત્માંથી ભરપૂર હતો, કારણ કે મૂસાએ તેના મસ્તક પર પોતાનો હાથ મૂકયો હતો, તેથી ઇસ્રાએલી લોકો યહોશુઆને આધિન રહેતા અને યહોવાએ મૂસા દ્વારા આપેલી આજ્ઞાઓ પાળતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 34:9
20 Iomraidhean Croise  

તેથી તમારા લોક પર ન્યાયપૂર્વક રાજ કરવાને અને ભલુંભૂંડું પારખવાને મને જ્ઞાની હૃદય આપો. નહિ તો, હું કેવી રીતે તમારી આ મહાન પ્રજા પર ન્યાયપૂર્વક રાજ કરી શકું?”


યરીખોમાંથી આવેલા પચાસ સંદેશવાહકો તેને જોઈને બોલ્યા, “એલિશા પર એલિયાનો આત્મા ઊતર્યો છે!” તેઓ તેને મળવા આવ્યા અને ભૂમિ પર શિર નમાવીને તેને પ્રણામ કર્યાં.


ત્યાં એલિયાએ એલિશાને કહ્યું, “હું તારી પાસેથી ઊંચકાઈ જાઉં તે પહેલાં મારી પાસે તારી શી માગણી છે?” એલિશાએ જવાબ આપ્યો, “મને તમારો પ્રથમજનિત પુત્ર ગણીને તમારા આત્માના પરાક્રમનો બમણો હિસ્સો આપો.”


આમ, શલોમોન પોતાના પિતા દાવિદ પછી પ્રભુના રાજ્યની ગાદી પર આવ્યો. તે રાજા તરીકે સફળ થયો અને સમગ્ર ઇઝરાયલે તેની આણ સ્વીકારી.


પછી તેઓ ત્યાંથી ગયા અને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેમણે કર્યું.


મેં જેમને કળાકૌશલ્ય બક્ષ્યાં છે એવા કારીગરોને બોલાવીને તું તેમને આરોનનાં વસ્ત્ર બનાવવાનું કહે, એ માટે કે યજ્ઞકાર તરીકે સેવા કરવા માટે તમે આરોનનું સમર્પણ કરી શકો.


મેં તેને ઈશ્વરના આત્મા દ્વારા દરેક પ્રકારની કલાકારીગીરી માટે બુદ્ધિ, સમજ, જ્ઞાન તથા કૌશલ્યથી ભરપૂર કર્યો છે.


પ્રભુનો આત્મા એટલે, ડહાપણ અને સમજ આપનાર આત્મા, વિવેકબુદ્ધિ અને સામર્થ્ય આપનાર આત્મા તથા પ્રભુનું જ્ઞાન અને અદબ પમાડનાર આત્મા તેના પર રહેશે.


રાજ્યપાલો અને પોતાના બે સાથી અધિકારીઓ કરતાં દાનિયેલનું કાર્ય વિશેષ સારું હતું. તે સૌથી વિશેષ કાબેલ હોવાથી રાજા તેને સમસ્ત સામ્રાજ્યનો અધિકારી બનાવવા વિચારતો હતો.


હું ત્યાં ઊતરી આવીશ અને તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા તારા પર છે તે હું તેમની સાથે વહેંચીશ અને પછી તેઓ લોકોનો બોજ ઉપાડવામાં તારી મદદ કરશે અને તારે એકલાએ સમગ્ર જવાબદારી ઉપાડવાની રહેશે નહિ.


જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે.


શિષ્યોએ તેમને પ્રેષિતો સમક્ષ રજૂ કર્યા, એટલે પ્રેષિતોએ પ્રાર્થના કરીને અને તેમના પર હાથ મૂકીને તેમને સ્વીકાર્યા.


ઇઝરાયલી લોકોએ મોઆબના સપાટ પ્રદેશમાં ત્રીસ દિવસ સુધી મોશે માટે શોક પાળ્યો. પછી મોશે માટે શોકનો સમય પૂરો થયો.


ખ્રિસ્તમાં જ ડહાપણ અને જ્ઞાનનો સર્વ સંગ્રહ છુપાયેલો છે.


મંડળીના આગેવાનોએ પોતાના હાથ તારા પર મૂક્યા ત્યારે કરાયેલી ભવિષ્યવાણી અનુસાર તને જે આત્મિક કૃપાદાન મળ્યું છે તેના પ્રત્યે બેદરકાર ન રહીશ.


પ્રભુની સેવાને માટે કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ નહિ. બીજાઓનાં પાપમાં સામેલ ન થા. પણ તું પોતાને શુદ્ધ રાખ.


Lean sinn:

Sanasan


Sanasan