Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 34:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેથી પ્રભુના કહ્યા પ્રમાણે પ્રભુનો સેવક મોશે ત્યાં મોઆબ દેશમાં મૃત્યુ પામ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ત્યાં મોઆબ દેશમાં, યહોવાના વચન પ્રમાણે, યહોવાનો સેવક મૂસા મરી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આમ, યહોવાહનો સેવક મૂસા યહોવાહના વચન પ્રમાણે મોઆબની ભૂમિમાં મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આમ, યહોવાનો સેવક મૂસા તેમના કહ્યા પ્રમાંણે મોઆબની ભૂમિમાં મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 34:5
13 Iomraidhean Croise  

પ્રભુએ એલિયા મારફતે સંદેશ પાઠવ્યો હતો તેમ અહાઝયા મૃત્યુ પામ્યો. અહાઝયાને પુત્ર નહોતો, તેથી તેના પછી તેનો ભાઇ યોરામ, યહોશાફાટના પુત્ર અને યહૂદિયાના રાજા યહોરામના અમલના બીજા વર્ષમાં રાજા બન્યો.


પછી પોતાની સાથે સમસ્ત સમુદાયને લઈને તે ગિબ્યોનમાંના ભક્તિના ઉચ્ચસ્થાને ગયો, કારણ, પ્રભુના સેવક મોશેએ વેરાનપ્રદેશમાં બનાવેલો ઈશ્વરનો મુલાકાતમંડપ ત્યાં હતો.


“મારા સેવક મોશેનું શિક્ષણ એટલે મારા સર્વ ઇઝરાયલી લોકો પાળે તે માટે જે નિયમો તથા આજ્ઞાઓ મેં તેને સિનાઇ પર્વત પર આપ્યાં તે યાદ રાખો.


પણ મારા સેવક મોશેના સંબંધમાં એવું નથી. મોશે તો મારા સમગ્ર ઇઝરાયલી લોકમાં સૌથી વધુ વિશ્વાસુ છે.


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “જો, તારા મૃત્યુનો દિવસ પાસે આવી રહ્યો છે; માટે યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાતમંડપમાં હાજર થાઓ જેથી હું તેની નિમણૂક કરું.” મોશે અને યહોશુઆ મંડપમાં ગયા;


પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.”


જેમ તારો ભાઈ આરોન હોર પર્વત પર મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો એમ તું જે પર્વત ચડે છે ત્યાં મૃત્યુ પામીશ અને તારા પૂર્વજો સાથે મળી જઈશ.


તે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવે છે; કદાચ પ્રભુ એવાઓને પાપથી પાછા ફરવાની તક આપે કે જેથી તેઓ સત્યને જાણી લે


આપણા ઈશ્વરપિતા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ન્યાયયુક્તતાને લીધે અમે ધરાવીએ છીએ તેવો મૂલ્યવાન વિશ્વાસ જેમને આપવામાં આવ્યો છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેષિત સિમોન પિતર તરફથી શુભેચ્છા.


તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan