Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 34:3 - પવિત્ર બાઇબલ C.L.

3 દક્ષિણનો નેગેબ વિસ્તાર, ખજૂરીઓના નગર યરીખોના ખીણપ્રદેશથી છેક સોઆર નગર સુધીના પ્રદેશ તેણે જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરીખોના નીચાણની સપાટી, સોઆર સુધી, દેખાડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ બતાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 34:3
8 Iomraidhean Croise  

લોતે પોતાની નજર ઊંચી કરીને જોયું તો છેક સોઆર સુધી યર્દન નદીનો આખો ખીણપ્રદેશ પાણીથી ભરપૂર હતો. પ્રભુએ સદોમ અને ગમોરાનો નાશ કર્યો તે પહેલાં એ આખો પ્રદેશ પ્રભુના બાગ જેવો અને ઇજિપ્ત દેશ જેવો હતો.


એ ચાર રાજાઓ સદોમનો રાજા બેરા, ગમોરાનો રાજા બિર્શા, આદમાનો રાજા શિનાબ, સબોઇમનો રાજા શેમેબર અને બેલા એટલે સોઆરનો રાજા એ પાંચ રાજાઓ સામે યુદ્ધ કરવા ગયા.


ત્યારે સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઇમનો રાજા અને બેલા એટલે સોઆરનો રાજા એ પાંચ રાજાઓએ એકઠા થઈ સિદ્દીમના ખીણપ્રદેશમાં એલામનો રાજા કદોરલાઓમેર, ગોઇમનો રાજા તિદાલ, શિનઆરનો રાજા આમ્રાફેલ અને એલ્લાસારનો રાજા આર્યોખ એ ચાર રાજાઓની સામે યુદ્ધ કર્યું.


ત્યાં જલદી નાસી જા, કારણ, તું ત્યાં પહોંચે નહિ ત્યાં સુધી હું કંઈ કરી શક્તો નથી.” આથી એ નગરનું નામ ‘સોઆર’ [નાનું] પડયું.


પછી ઉપર જેમનાં નામ દર્શાવ્યાં છે તે ચાર માણસોએ કેદીઓની રાહતની કામગીરી ઉપાડી લીધી. તેમણે નવસ્ત્રા કેદીઓને લૂંટમાંથી વસ્ત્રો અને પગરખાં પહેરવા આપ્યાં; ખાવાપીવાનું આપ્યું અને તેમના ઘા પર ઓલિવ તેલ લગાવ્યું. વળી, તેમણે અશક્ત માણસોને ગધેડાં ઉપર બેસાડયા અને સર્વ કેદીઓને યહૂદિયાની સીમામાં ખજૂરીના નગર યરીખો મૂકી આવ્યા. પછી ઇઝરાયલીઓ સમરૂનમાં પાછા ફર્યા.


તેની દક્ષિણ સરહદ સીનના રણપ્રદેશથી અદોમની સીમા સુધી પહોંચે છે.


કેનીઓ એટલે મોશેના સસરાના વંશજો ખજૂરીઓના નગર યરીખોમાંથી યહૂદાના લોકો સાથે અરાદની દક્ષિણ તરફ આવેલા યહૂદિયાના વેરાનપ્રદેશમાં ગયા અને ત્યાંના લોકો સાથે વસ્યા.


એગ્લોને આમ્મોની અને અમાલેકીઓનો સાથ મેળવીને ઇઝરાયલીઓ પર ચડાઈ કરીને ખજૂરીઓનું નગર યરીખો જીતી લીધું.


Lean sinn:

Sanasan


Sanasan