Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:5 - પવિત્ર બાઇબલ C.L.

5 જ્યારે લોકોના આગેવાનો અને ઇઝરાયલના સર્વ કુળોના લોકો એકત્ર થયા ત્યારે પ્રભુ, યશુરૂન, એટલે તેમના એ લાડીલા લોકના રાજા બન્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને જ્યારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં, ત્યારે યહોવા યશુરૂનમાં રાજા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવા ઇસ્રાએલી લોકોના રાજા છે, જયારે ઇસ્રાએલીઓના બધા વંશો પોતાના આગેવાનો સહિત ભેગા મળ્યા ત્યારે તેમને પોતાના રાજા તરીકે પસંદ કર્યા હતા.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:5
12 Iomraidhean Croise  

ઇઝરાયલીઓ પર કોઈ રાજા નહોતો તે પહેલાં અદોમ દેશ પર રાજ્ય કરનાર રાજાઓ આ છે.


પ્રભુ, તમે સર્વકાળ રાજ કરો છો.”


જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ વાદવિવાદ હોય ત્યારે તેઓ મારી પાસે આવે છે. હું તેમના ઝઘડાનો નિકાલ લાવું છું અને તેમને ઈશ્વરની આજ્ઞાઓ તથા ફરમાન જણાવું છું.”


હવે મારી સલાહ માન અને ઈશ્વર તારી સહાય કરશે. તું લોકોના પ્રતિનિધિ તરીકે ઈશ્વર પાસે જાય તે બરાબર છે. તું જરૂર તેમની ફરિયાદો ઈશ્વર સમક્ષ લઈ જા.


હું પ્રભુ તારો સર્જનહાર છું, ગર્ભસ્થાનમાં તને ઘડનાર હું જ તારો મદદગાર છું. હે યાકોબ, મારા સેવક, મારી પસંદ કરેલી પ્રજા યશુરૂન, તું ડરીશ નહિ.


યાકોબના વંશજોમાં કોઈ અનીતિ દેખાઈ નથી; ઇઝરાયલીઓમાં કોઈ ઉપદ્રવ જણાયો નથી. પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે છે; તેઓ તેમના રાજા ઈશ્વરનો જયજયકાર પોકારે છે.


“પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો.


હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે.


એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, પ્રત્યેક માણસ પોતાને યોગ્ય લાગે તેમ કરતો.


તે પછી ઇઝરાયલીઓએ ગિદિયોનને કહ્યું, “તમે અમને મિદ્યાનીઓથી બચાવ્યા છે. તો હવે તમે અને તમારા પછી તમારા વંશજો અમારા રાજા બનો.”


“તમે શખેમના સર્વ નગરજનોને અંગત રીતે પૂછી જુઓ કે, ‘તમે શું પસંદ કરશો? યરૂબ્બઆલના સિત્તેરેય પુત્રો તમારા પર રાજ કરે તે કે પછી એક જ વ્યક્તિ તમારા પર રાજ કરે તે?’ આટલું યાદ રાખજો કે હું તમારા હાડમાંસનો છું.”


Lean sinn:

Sanasan


Sanasan